Home » National News » Desh » ડોક્ટર દંપતિ 44 દેશોની યાત્રાએ નીકળ્યા| Doctor Husband Wife Traveled 44 Countries Turned Out

ડોક્ટર દંપતીએ વેડફી નાખ્યા લગ્ન જીવનના 37 વર્ષ, હવે કરી રહ્યા છે 44 દેશની રોડ ટ્રિપ

Divyabhaskar.com | Updated - Jun 09, 2018, 04:51 PM

ડોક્ટર દંપતિ 44 દેશોની યાત્રાએ નીકળ્યા છે. અત્યાર સુધી 19 દેશમાંથી પસાર થઈ 37 હજાર કિમી કર્યા પસાર

 • ડોક્ટર દંપતિ 44 દેશોની યાત્રાએ નીકળ્યા| Doctor Husband Wife Traveled 44 Countries Turned Out
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ડોક્ટર કપલ રોડ ટ્રિપ દ્વારા 44 દેશોની યાત્રાએ નીકળ્યા છે

  ઈન્દોર: અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ડોક્ટર રાજેશ કડાક્યા અને પત્ની ડૉ. દર્શના એક સાથે 44 દેશોની મુસાફરી કરવા નીકળ્યા છે. તેમણે આ ટ્રિપને 'હિન્દુસ્તાન હોમ રન' નામ આપ્યું છે. 18 દેશોમાંથી પસાર થઈને હવે તેઓ ઈન્દોર પહોંચ્યા છે. અહીં તેમણે તેમની આ યાત્રાનો હેતુ જણાવ્યો હતો.

  - ડૉ. રાજેશે જણાવ્યું કે, અમે બંને ડોક્ટર્સ છીએ. છેલ્લા 37 વર્ષોથી અમે સાથે છીએ પરંતુ મને યાદ નથી કે મે મારી પત્ની સાથે એક દિવસ પણ શાંતિથી પસાર કર્યો હતો.
  - વર્કલોડ અને આ પ્રોફેશનની પણ અમુક જવાબદારી હોય છે. બધુ છે, સન્માન, દોલત અને બધી સુવિધાઓ. તેમ છતા લાગતુ હતું કે કઈંક કમી હતી. અને તે કમી હતી સારી યાદોની.
  - મારી પાસે એવી કોઈ યાદ નહતી જેને યાદ કરીને મારા મોઢા ઉપર સ્માઈલ આવે. તેથી આ ઉંમરે હવે અમે પ્રવાસ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા 57 દિવસથી હું અને મારી વાઈફ કારમાં ફરવા નીકળ્યા છીએ.
  - હું અને મારી પત્ની રોડ ટ્રીપ દ્વારા વર્લ્ડ ટૂર કરી રહ્યા છીએ. હું હિમાલયન ઓફરોડિંગમાં નેશનલ વિનર છું. ઓફરોડિંગ મારો શોખ છે. આમ હવે એવુ કહી શકુ કે હું મારા સપના પૂરા કરવા નીકળ્યો છું.
  - હું તે દરેક વર્કોહોલિક યુવાનને કહેવા માગુ છું કે, જેઓ હાલ નોકરી કે બિઝનેસ કરી રહ્યા છે- કામ કરો, ખૂબ કરો, પરંતુ જીવન ન જીવ્યા તો શું જીવ્યા. અને જીવનમાં ક્યારેય ન વિચારો કે મોડુ થઈ ગયું છે. જ્યારે અહેસાસ થાય તે જ સાચો સમય છે.

  રૂ. 60 લાખમાં તૈયાર કરવાની મોડિફાય ઓફરોડ કાર


  - હાલ ડોક્ટર દંપતી 44 દેશોની યાત્રા ઉપર નીકળ્યા છે. અત્યાર સુધીમાં તેઓ 19 દેશમાંથી પસાર થઈને 37,000 કિમીનું અંતર કાપી ચૂક્યા છે. આ મુસાફરી માટે તેમણે ખાસ તૈયારીઓ કરી છે.
  - ડો. દર્શનાએ જણાવ્યું કે, આ કાર બનવામાં અઢી વર્ષનો સમય થયો છે. તેમાં રૂ. 60 લાખનો ખર્ચ થયો છે. દરેક ઓફરોડ વાહનની જેમ આ કારને પાણીમાં પણ ચલાવી શકાય છે. તેમાં બે સાયલેન્સર પણ છે.
  - ગાડી ડૂબી પણ જાય પરંતુ જ્યાં સુધી સાયલેન્સર ઉપર હશે ત્યાં સુધી કાર બંધ નહીં કરી શકાય. અમે 28 માર્ચથી અમેરિકાથી અમારા પ્રવાસની શરૂઆત કરી છે.
  - આ દરમિયાન અમે ચાઈના, પેરિસ, રશિયા, અમેરિકા, કજાકિસ્તાન, મંગોલિયા, નેપાળ અને ભારત સહિત 19 દેશ ફરી ચૂક્યા છીએ.

  આ પણ વાંચો: ચૂંટણી જીતવા સુધી કુંવારા રહેવાના ખાધા હતા સોગંદ, ધારાસભ્ય બન્યાં પછી એક વર્ષે થયાં લગ્ન; યોજ્યું ગ્રાન્ડ રિસેપ્શન

  મારા દેશની બોર્ડ જોઈ તો આંખ છલકાઈ ગઈ


  ડૉ. રાજેશે જણાવ્યું કે, અલગ અલગ દેશોના ટ્રાફિકના નિયમ અલગ અલગ હોય છે. ક્યાંક રાઈટ હેન્ડ ડ્રાઈવિંગ હોય છે તો ક્યાંક લેફ્ટ હેન્ડ ટ્રાઈવિંગ. એટલે મુશ્કેલી તો આવે છે.
  - મૂળ ભારતીય રાજેશે કહ્યું કે, વર્ષો પછી જ્યારે ભારતની બોર્ડર પર આવ્યા ત્યારે બોર્ડ પર લખેલુ દેખાયું- 'ભારતમાં તમારુ સ્વાગત છે'. ત્યારે અચાનક આંખમાં પાણી આવી ગયા હતા.
  - અમે અમારા વતનમાં પણ ગયા હતા. ત્યાં અમે હોસ્પિટલ અને અન્ય સુવિધાઓ માટે દાનની એક મોટી રકમ આપીને આવ્યા છીએ, જે અમારું કર્તવ્ય છે. હજી અમારી યાત્રા બહુ લાંબી છે. જેને પુરી થવામાં ત્રણ મહિના બાકી છે.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

 • ડોક્ટર દંપતિ 44 દેશોની યાત્રાએ નીકળ્યા| Doctor Husband Wife Traveled 44 Countries Turned Out
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આ યાત્રા માટે કપલે બનાવડાવી રૂ. 60 લાખની મોડિફાય કાર
 • ડોક્ટર દંપતિ 44 દેશોની યાત્રાએ નીકળ્યા| Doctor Husband Wife Traveled 44 Countries Turned Out
  કપલ મૂળ ભારતીય છે અને અમેરિકામાં રહે છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ