ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» આયુર્વેદિક પિતાએ દીકરાની સારવારનું આપ્યું રૂ. 16 કરોડનું બિલ| Doctor Clinic Seal In Army Man Son Treatment Fake Bill

  ફૌજી દીકરાનો આયુર્વેદિક ડોક્ટર પિતાએ કર્યો ઈલાજ, સેનાને આપ્યું રૂ. 16 કરોડનું બિલ

  divyabhaskar.com | Last Modified - Jun 08, 2018, 03:13 PM IST

  જ્યારે આ કેસની તપાસ શરૂ થઈ જ્યારે ડોક્ટર્સે ઓફિસર્સને કહ્યું કે, આવું ભૂલથી થઈ ગયું
  • ફૌજી દીકરાનો આયુર્વેદિક ડોક્ટર પિતાએ કર્યો ઈલાજ, સેનાને આપ્યું રૂ. 16 કરોડનું બિલ
   ફૌજી દીકરાનો આયુર્વેદિક ડોક્ટર પિતાએ કર્યો ઈલાજ, સેનાને આપ્યું રૂ. 16 કરોડનું બિલ

   ભિંડ: એક આર્યુવેદિક ડોક્ટરે તેના ફૌજી દીકરાને માથામાં ઈજા થઈ હતી તો તેનો ઈલાજ જાતે જ કર્યો હતો અને રૂ. 16 કરોડનું બિલ સેનાના મુખ્ય કાર્યાલય મોકલ્યું હતું. આટલી મોટી રકમનું બિલ જોઈને સૈન્ય ઓફિસર ચોંકી ગયા હતા. તેમણે ભિંડ કલેક્ટર આશિષ ગુપ્તાને પત્ર લખીને તપાસનો આદેશ આપ્યો હતો. બુધવારે ભિંડના સીએમએચઓએ ડોક્ટરના ક્લીનિકને સીલ કરી દીધું છે. આયુર્વેદ ડોક્ટર કોઈ પણ રજિસ્ટ્રેશન વગર ક્લીનિક ચલાવી રહ્યા હતા. તપાસ ટીમને જોઈને તેમણે કહ્યું હતું કે, મે ભૂલમાંથી આટલી મોટી રકમનું બિલ મોકલી દીધું હતું.

   તપાસ ટીમને કહ્યું- ભૂલમાંથી આટલી મોટી રકમનું બિલ મોકલી દીધું


   જ્યારે રૂ. 16 કરોડનું બિલ મોકલવાની વાતની તપાસ કરવામાં આવી ત્યારે ડૉ. રાજાવતે તપાસ ટીમના અધિકારીઓને કહ્યું કે, આવું ભૂલથી થઈ ગયું છે. રૂ. 60 હજાર-60 હજાર અને 40 હજારના બિલમાં અમૂક શૂન્ય વધારાના લખાઈ ગયા છે. પરંતુ તેમની આ દલીલથી અધિકારીઓને સંતોષ થયો નહતો.

   આ પણ વાંચો: ક્ષણવારમાં તફડાવ્યું રૂપિયા ભરેલું પર્સ, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ચોરી કરતી બાળકી

   માથામાં ઈજા થયા પછી દુખાવો અને ચક્કર આવવાના કારણે પંચકર્મથી કર્યો ઈલાજ


   - ડૉ. આઈએસ રાજાવત (બીએએમએસ) રૌન જિલ્લામાં આયુષ હોસ્પિટલ ચલાવતા હતા. તેમનો દીકરો સૌરભ સિંહ ભારતીય સેનાની 19 મિકેનિકલ ઈંફેટ્રીમાં હતો. થોડા સમય પહેલાં સૌરભને માથામાં ઈજા આવી હતી અને તેના કારણે માથામાં દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદ રહેતી હતી.
   - સૌરભનો ઈલાજ મિલિટ્રી હોસ્પિટલ અને અન્ય મોટી હોસ્પિટલમાં કરાવવાની જગ્યાએ ડૉ. રાજાવતે તેનો ઈલાજ જાતે જ ચાલુ કરી દીધો હતો. ડૉ. રાજાવતે 10 માર્ચ 2014 અને 20 સપ્ટેમ્બર 2014ના રોજ બે બિલ છ-છ કરોડના અને 6 મે 2017ના રોજ એક બિલ ચાર કરોડનું સેના મુખ્યાલયને મોકલ્યું હતું.
   - સાઉથ વેસ્ટર્ન કમાન્ડ 19 મિકેનિકલ ઈંફેંટ્રીના ઓફિસરોએ ભિંડ કલેક્ટર આશીષ કુમાર ગુપ્તાને પત્ર મોકલ્યો હતો. સેનાના પત્ર પછી કલેક્ટરના આદેશથી સીએમએચઓ ભિંડ ડૉ. જેપીએસ કુશાવાહની ટીમે રૌન પહોંચીને ડોક્ટરના ક્લીનિકને સીલ કરી દીધું હતું.

   આયુષ ક્લીનિક પર ચાલતો હતો એલોપેથી ઈલાજ


   ભિંડ સીએમએચઓ ડૉ. જેપીએસ કુશાવાહના જણાવ્યા પ્રમાણે, જિલ્લા સ્તરથી રૌન પહોંચેલી ટીમને રજિસ્ટ્રેશન વગર ચાલતું આયુષ ક્નીલિક મળ્યું હતું. તેમાં તેમણે પાંચ દર્દીઓનો એલોપેથીથી ઈલાજ થતા જોયો હતો. આ વિશે ડૉ. રાજાવત જવાબ આપી શક્યા નહતા. ત્યારપછી ટીમે એલોપેથી દવાઓ જપ્ત કરીને ક્લીનિક સીલ કરી દીધું હતું.

   સેનાથી આવ્યો હતો પત્ર, સીએમએચઓને કાર્યવાહી માટે આપ્યો નિર્દેશ


   ભિંડ કલેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું કે, રૌનના એક ડોક્ટર દ્વારા સૈન્ય અધિકારીઓને મોકલવામાં આવેલા બિલ વિશે સેનાનો પત્ર આવ્યો હતો. તેમાં એક સૈનિકના ઈલાજમાં ખૂબ મોટી રકમ ખર્ચ કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વિશે સીએમએચઓને પ્રાથમિક ઈન્વેસ્ટિગેશન કરીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આયુર્વેદિક પિતાએ દીકરાની સારવારનું આપ્યું રૂ. 16 કરોડનું બિલ| Doctor Clinic Seal In Army Man Son Treatment Fake Bill
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `