• Gujarati News
  • National
  • Mufti Said When The Entire Nation Is Reaching New Heights, Jammu And Kashmir Is Moving In The Opposite Direction

બોર્ડર પર ખૂની ખેલ, કાશ્મીરને યુદ્ધનો અખાડો ના બનાવોઃ પાક. ફાયરિંગ મુદ્દે મહેબૂબા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર થઇ રહેલા ફાયરિંગની વચ્ચે રવિવારે મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, આપણાં બોર્ડર પર લોહીની હોળી રમાઇ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનને અપીલ છે કે, કાશ્મીરને યુદ્ધનો અખાડો ના બનાવો. વળી, ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન વારંવાર ભૂલો કરે છે. દુનિયાને દેખાડી રહ્યું છે કે, અમે દુશ્મનોને બોર્ડરની પેલે પાર પણ મારી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે સવારથી શનિવાર સુધી પાકિસ્તાને LoC પર ફાયરિંગ કર્યુ હતું. જેમાં કુલ 10 લોકોનાં મોત થયા છે. મૃતકોમાંથી 6 લોકો સામાન્ય લોકો સામેલ હતા. બીજી તરફ, પાકિસ્તાન મીડિયાએ આરોપ લગાવ્યો છે કે, ભારતીય સેનાની ફાયરિંગમાં અનેક લોકો માર્યા ગયા અને મોટાંપાયે તબાહી થઇ છે. 


કાશ્મીરને જંગનો અખાડો નહીં, દોસ્તીનો પૂલ બનાવો 
- મહેબૂબા મુફ્તીએ કહ્યું, આપણી બોર્ડર પર આ સમયે એક પ્રકારે લોહીની હોળી રમાઇ રહી છે. દેશ વિકાસના રસ્તે આગળ વધી રહ્યો છે. પરંતુ જેમ પીએમ નરેન્દ્ર મોદી કહે છે, તેનાથી જમ્મુ-કાશ્મીરમાં તદ્દન ઉલટું થઇ રહ્યું છે. હું વડાપ્રધાન અને પાકિસ્તાનને અપીલ કરું છું કે, કાશ્મીરને યુદ્ધનો અખાડો ના બનાવો. અહીં દોસ્તીનો પૂલ બનાવો. 


J&K પોલીસનું કામ સૌથી કઠીન 
- સીએમ મહેબૂબા મુફ્તી રવિવારે બારામૂલામાં પોલીસ કોન્સ્ટેબલ પાસિંગ આઉટ પરેડમાં સામેલ થયા. તેમની સાથે ડીજીપી એસપી વૈદ્ય પણ હાજર હતા. 
- પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં તેઓએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસનું કામ સૌથી કઠીન છે, કારણ કેમ તેમની સામે પોતાના જ લોકો હોય છે. એવામાં સંયમ ગુમાવીને લૉ એન્ડ ઓર્ડર જાળવી રાખવા સૌથી કઠીન પડકાર હોય છે. 


કાશ્મીરમાં એલઓસી પર ભારે ફાયરિંગ 
- પાકિસ્તાન આર્મીએ ગુરૂવારે સવારથી શનિવાર સુધી LoC પર ભારે ફાયરિંગ કર્યુ હતું. 
- ભારતના રહેણાંક વિસ્તાર અને સ્કૂલોને નિશાન બનાવવામાં આવી, જેમાં કુલ 10 લોકોનાં મોત થયા હતા. જેમાંથી 6 સામાન્ય જનતા હતી. અંદાજિત 50 લોકો ઘાયલ પણ થયા છે. 
- ગત રાતથી એલઓસી અને બોર્ડર પર શાંતિ રહી. 
- ભારતે પણ ફાયરિંગનો જવાબ આપ્યો. પાકિસ્તાન મીડિયાએ આરોપ લગાવ્યો છે કે, ભારતની ફાયરિંગમાં કેટલાંક સામાન્ય લોકો પણ મોતને ભેટ્યા અને મોટાં પાયે તબાહી થઇ. 

અન્ય સમાચારો પણ છે...