DMK પ્રમુખ કરુણાનિધિની તબિયત લથડી, હોસ્પિટલની બહાર સમર્થકોને મળ્યા કનિમોઝી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચેન્નાઈ: DMK પ્રમુખ અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધિ (94)નું મંગળવારે સાંજે નિધન થઈ ગયું. તેઓ 11 દિવસથી કાવેરી હોસ્પિટલમાં દાખલ હતા. કાવેરી હોસ્પિટલે કહ્યું- તમામ પ્રયાસો છતાં અમે તેઓને બચાવી ન શક્યા. કરૂણાનિધિએ સાંજે 6-10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. કરૂણાનિધિના પાર્થિવ દેહને કાવેરી હોસ્પિટલથી ગોપાલપુરમ આવાસ લઈ જવામાં આવશે અને બુધવારે સવારે રાજાજી હોલમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

 

 

વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ

 

- વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કરૂણાનિધિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. PM મોદીએ કહ્યું કે, "કરૂણાનિધિને દેશ હંમેશા યાદ રાખશે. આ દુઃખના અવસરે મારી સંવેદના કરૂણાનિધિના અનેક સમર્થકો અને પરિવાર સાથે છે. ભારત અને ખાસ કરીને તામિલનાડુ તેમને હંમેશા યાદ રાખશે તેમની આત્માને શાંતિ મળે."

My thoughts are with the family and the countless supporters of Karunanidhi Ji in this hour of grief. India and particularly Tamil Nadu will miss him immensely. May his soul rest in peace. pic.twitter.com/7ZZQi9VEkm

— Narendra Modi (@narendramodi) August 7, 2018

 

બુધવારે અનેક નેતાઓ પહોંચશે તામિલનાડુ


- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ચેન્નાઈ જવા રવાના થશે. 
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ બુધવારે સવારે ચેનન્નાઈ જવા રવાના થશે. 

 

5 વખત મુખ્યમંત્રી રહ્યાં કરૂણાનિધિ


- કરૂણાનિધિ 5 વખત તામિલનાડુના મુખ્યમંત્રી રહ્યાં છે. તેઓ પહેલી વખત મુખ્યમંત્રી 10 ફેબ્રુઆરી, 1969થી 4 જાન્યુઆરી, 1971 સુધી રહ્યાં.
- બીજી વખત 15 માર્ચ, 1971થી 31 જાન્યુઆરી 1976 સુધી મુખ્યમંત્રી રહ્યાં. 
- ત્રીજી વખત મુખ્યમંત્રી 27 જાન્યુઆરી, 1989થી 30 જાન્યુઆરી, 1991 સુધી રહ્યાં.
- ચોથી વખત 13 મે, 1996થી 13 મે, 2001 સુધી CM રહ્યાં. 
- પાંચમી વખત 13 મે, 2006થી 15 મે, 2011 સુધી મુખ્યમંત્રી રહ્યાં. 
- કરૂણાનિધિ ઓક્ટોબર 2017માં અંતિમ વખત સાર્વજનિક રીતે નજરે પડ્યા હતા. 

 

નાટકકાર અને પટકથાકાર પણ હતા કરૂણાનિધિ


- મુથુવેલ કરૂણાનિધિનો જન્મ 3 જૂનવ, 1924નાં રોજ તિરૂવરૂર જિલ્લાના તિરૂકુવાલાઇ ગામમાં થયો હતો. તેઓએ ત્રણ લગ્ન કર્યા હતા. પહેલી પત્નીનું નામ પદ્માવતી, બીજી પત્નીનું નામ દયાળુ અને ત્રીજી પત્નીનું નામ રજતિ છે. પદ્માવતીનું નિધન થઈ ગયું છે. તેમના 4 પુત્ર એમકે મુથુ, એમકે અલાગિરી, એમકે સ્ટાલિન, એમકે તમિલારાસુ અને બે પુત્રી એમકે સેલ્વી અને કનિમોઝી છે. તેઓ તમિલ ફિલ્મોમાં નાટકકાર અને પટકથા લેખક પણ હતા. 

 

27 જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કર્યાં હતા

 

- કરૂણાનિધિ 11 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. યૂરિન ઈન્ફેક્શન અને લો બ્લ્ડ પ્રેશરની ફરિયાદ પછી તેમને 27 જુલાઈએ ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિએમકે નેતા અને તેમની દીકરી કનિમોઝીએ હોસ્પિટલમાં બહાર ભેગા થયેલા સમર્થકો સાથે મુલાકાત કરીને તેમને શાંતિ જાળવવાની અપીલ કરી છે. 

- હોસ્પિટલે સોમવારે જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં કહ્યું હતું કે, કરુણાનિધિની તબિયત વધારે ખરાબ થઈ છે. તેમના શરીરના મહત્વના અંગોને કામ કરતા રાખવા મુશ્કેલ થઈ રહ્યું છે. આગામી 24 કલાકમાં તેમની સ્થિતિમાં ફેરફાર આવ્યા પછી જ આગળનો ઈલાજ શક્ય બનશે.

 

મોદીએ ફોન પર પૂછ્યાં હતા ખબરઅંતર, રાહુલ મળવા પહોંચ્યા હતા


- કરૂણાનિધિની તબિયત 26 જુલાઈએ બગડી હતી. જે બાદ 27 જુલાઈએ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફોન પર તેમના સ્વાસ્થ્યના સમાચાર પૂછ્યાં હતા. મોદી તે સમયે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સંમેલનમાં હતા. 
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, NCP પ્રમુખ શરદ પવાર, રજનીકાંત, કમલ હાસન સહિત તમામ નેતા તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. 

 

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...