મૂળ ગુજરાતના નીરવ મોદીએ બનાવ્યો રૂ. 105 કરોડનો મોગક રૂબી સેટ

બે મહિના પહેલાં જ ડિઝાઈન નક્કી કરીને તેમની મુંબઈમાં આવેલી ફેક્ટરીમાં મોગક રૂબી સેટ તૈયાર કરવામાં આવ્યો છે

divyabhaskar.com | Updated - Jan 30, 2021, 04:53 PM
Nirav Modi made one of the costliest ever made in India

મુંબઈ: જાણીતા અને પ્રખ્યાત ડાઈમંડ જ્વેલરી ડિઝાઈનર નીરવ મોદીએ એક મોગક રૂબીનો સેટ ડિઝાઈન કર્યો છે જેની કિંમત રૂ. 105 કરોડ છે. આ સેટમાં જે રૂબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ખાસ મ્યાનમારમાં આવેલી મોગક માઈન્સના છે. જ્યારે અન્ય કટ ડાઈમન્ડ્સ સમગ્ર દુનિયામાંથી ભેગા કરવામાં આવ્યા છે. આ સેટને અત્યાર સુધીનો ભારતનો સૌથી મોંઘો સેટ માનવામાં આવે છે.

જોકે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા કોઈ એક માત્ર જ્વેલરીના ભાવની નોંધ રાખવામાં આવતી નથી તેથી તેમણે આ વિશે કોઈ પણ નિવેદન આપ્યું નથી.

મોગોક રૂબી મેળવતા લાગ્યા પાંચ વર્ષ


મળેલી માહિતી પ્રમાણે નીરવ મોદીને આ સેટ બનાવવા માટે જે ડાયમંડ્સની જરૂર હતી તે મેળવવામાં પાંચ વર્ષનો સમય લાગ્યો છે. મોગોક રૂબીના સેટમાં એક નેકલેસ, ઝુમખા અને એક બ્રેસલેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા માટે જે મોગોક રૂબીની જરૂર હતી તે મેળવવામાં પાંચ વર્ષનો સમય લાગ્યો છે. નીરવ મોદી બ્રાન્ડ દ્વારા આ સેટ તેમની મુંબઈના કુર્લામાં આવેલી ફેકટરીમાં બનાવવામાં આવ્યો છે. આ સેટ બનાવવામાં કંપનીને બે વર્ષનો સમય લાગ્યો છે.

બે મહિના પહેલાં પૂરો થયો સેટ


- નીરવ મોદી ફાઉન્ડર અને ક્રિએટીવના ડિરેક્ટર નીરવ મોદીએ જણાવ્યું છે કે, બે મહિના પહેલાં જ આ સેટ પરનું કામ પુરૂ થયું છે. આ સેટ સંપૂર્ણપણે ભારતીય છે. તે અમારી મુંબઈમાં આવેલી ફેક્ટરીમાં જ બનાવવામાં આવ્યો છે.
- જ્યારે નીરવ મોદીને પૂછવામાં આવ્યું કે, તેમણે આ સેટ કોઈ ઓર્ડરથી બનાવ્યો છે ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે, આ સેટ મે ઘણો સમય લઈને મારી કલ્પનાના આધારે બનાવ્યો છે. મને આશા છે કે, આ સેટ માટે મને કોઈ ખરીદનાર મળી જ જશે. આ સેટમાં 27 મોગોક રૂબી છે, જેનું વજન 71.11 કેરેટ્સ છે. તે ઉપરાંત આ સેટમાં D,E,F કલરના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનું વજન 128.56 કેરેટ છે.
- જોકે નીરવ મોદી પ્રથમ એવા ભારતીય જ્વેલરી ડિઝાઈનર છે કે, જેમની જ્વેલરીની ક્રિસ્ટી એક્ઝિબિશનમાં વેચાઈ હતી.

કોણ છે નીરવ મોદી અને કેવી રીતે મળી તેમને પ્રસિદ્ધિ તે જાણવા કરો આગળની સ્લાઈડ ક્લિક

Nirav Modi made one of the costliest ever made in India
X
Nirav Modi made one of the costliest ever made in India
Nirav Modi made one of the costliest ever made in India
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App