Home » National News » Desh » દીકરાને આપ્યું દર્દનાક મોત, પ્રેગ્નેન્ટ વહુને પણ લઈ ગયા| Discussed Himanshu Massacre In Bhagalpur, Bihar

'દીકરાને આપ્યું દર્દનાક મોત, પ્રેગ્નેન્ટ વહુને પણ લઈ ગયા': માએ કહ્યું-જજ સાહેબ ઈન્સાફ કરો

Divyabhaskar.com | Updated - Jun 16, 2018, 02:33 PM

હિમાંશુએ પડોશમાં રહેતી સોની સાથે પ્રેમ કરવાના ગુનામાં આરોપીઓએ દોડાવી-દોડાવીને માર્યો

 • દીકરાને આપ્યું દર્દનાક મોત, પ્રેગ્નેન્ટ વહુને પણ લઈ ગયા| Discussed Himanshu Massacre In Bhagalpur, Bihar
  મૃતક હિમાંશુ તેની પત્ની સાથે (ફાઈલ)

  ભાગલપુર (બિહાર). ચર્ચિત હિમાંશુ હત્યાકાંડમાં બુધવારે હિમાંશુની માતા અને પ્રત્યક્ષદર્શી જૈલસ દેવીની સાક્ષી શરૂ થઈ. આ દરમિયાન એડીજે-5 દીપાંકર પાંડેયની કોર્ટમાં 42 સવાલોના જવાબ આપ્યા. જૈલસે કોર્ટને ઘટનાના દિવસ એટલે કે 5 જૂન 2017ની સાંજની સમગ્ર ઘટના વર્ણવી. તેણે જણાવ્યું કે, કેવી રીતે તેના દીકરા હિમાંશુને પડોશી સોની સાથે પ્રેમ વિવાહ કરવાની વેરવૃત્તિમાં આરોપીઓએ દોડાવી-દોડાવીને માર્યો હતો. વિટનેસ બોક્સમાં ઊભેલી જૈલસ વાત કરતાં-કરતાં જજની સામે જ રડી પડી અને કહ્યું કે, ન્યાય જોઈએ, મારા દીકરાને આ લોકોએ ક્રૂરતાપૂર્વક મોત આપ્યું હતું.

  - તેણે જણાવ્યું કે, આરોપી બદમાશ છે, સાક્ષી પૂરવા આવવાની ના પાડતા હતા. મને હત્યા કરવાની પણ ધમકી આપી છે. તેણે કોર્ટમાં ઉપસ્થિત 18 આરોપીઓની ઓળખ કરી. હત્યામાં કયા આરોપીની શું ભૂમિકા હતી, તેને પણ વિગત આપી. એક આરોપી અજબલાલ યાદવ હાજર ન રહેતા તેણે સવાલ કર્યો કે અજબલાલ કેમ નથી દેખાતો.
  - તેની પર તેને જણાવવામાં આવ્યું કે તેને સમન્સ પાઠવાયા છે. તે કોઈ કામથી બહાર છે. તેણે તમામ આરોપીના નામ, સરનામા અને મુખ્ય હત્યારા સાથેના સંબંધ પણ જણાવ્યા.

  જૈલસે કહ્યું- ગર્ભવતી પુત્રવધૂને આરોપી લઈ ગયા, જે પરત નથી આવી


  - મહિલાએ જણાવ્યું કે, હિમાંશુને પહેલી ગોળી અરુણ યાદવે મારી હતી. પછી બીજા આરોપી પક્કોએ રાઇફલથી ગોળી મારી.
  - પક્કોએ તો હિમાંશુની પીઠમાં ચાકૂ મારી દીધું હતું. દીકરાને બચાવવા આવી તો મારી પર ગોકુલે ગોળી ચલાવી દીધી, જે તેના હાથને સ્પર્શીને પસાર થઈ ગઈ. તેણે હાથ પર ઈજાનું નિશાન પણ બતાવ્યું.
  - ગોળી વાગ્યા બાદ હિમાંશુ ભાગીને રામા યાદવની હાર્ડવેરની દુકાનમાં ઘૂસી ગયો પરંતુ આરોપીઓએ તેને ખેંચીને બહાર કાઢ્યો અને રસ્તા પર ગોળી મારી અને ચાકૂ માર્યું. આરોપીઓની સાથે વિવેક, પ્રતાપ અને રાજાએ પિસ્તલથી ગોળી મારી હતી. દરેકે દીકરાને ગોળી મારી.
  - જૈલસે કહ્યું કે, તેમની ગર્ભવતી પુત્રવધૂને પરમાનંદ યાદવ તથા બીજા ઉઠાવીને લઈ ગયા, જે આજ સુધી પરત નથી આવી.
  - ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટના આદેશ પર મામલાની સ્પીડી ટ્રાયલ ચલાવવામાં આવી રહ્યો છે. મામલામાં 6 મહિનાની અંદર ચુકાદો આપવાનો છે. 30 મેના રોજ મૃતકના કાકા શાલીગ્રામ અને 4 જૂને પિતા મીતારામે સાક્ષી આપી હતી. તે પહેલા 25 મેના રોજ સાક્ષી માટે ત્રણેયને કોર્ટે બોલાવ્યા હતા. પરંતુ આરોપીઓના ડરથી કોઈ કોર્ટ નહોતું આવ્યું. ત્યારબાદ કોર્ટે એસએસપીની કડક સુરક્ષામાં આરોપીઓને કોર્ટ લાવવા કહ્યું હતું.

  આ પણ વાંચો: કોલેજમાં રેગિંગથી હતો પરેશાન, આખરે MBBSના આ વિદ્યાર્થીએ લીધું અંતિમ પગલું

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ