કર્નલના ડ્રેસમાં ધોનીએ મેળવ્યું પદ્મભૂષણનું સન્માન, 7 વર્ષ પહેલાં આ જ દિવસે જીતાડ્યો હતો વર્લ્ડ કપ

મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે રાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મભૂષણનું સન્માન આપ્યું હતુ

divyabhaskar.com | Updated - Apr 03, 2018, 12:01 PM
કર્નલના ડ્રેસમાં ધોનીએ મેળવ્યું પદ્મભૂષણનું સન્માન
કર્નલના ડ્રેસમાં ધોનીએ મેળવ્યું પદ્મભૂષણનું સન્માન

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે રાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મભૂષણનું સન્માન આપ્યું હતું. આ દરમિયાન સૌથી ખાસ વાત એ છે કે, 2 એપ્રિલ 2011ના રોજ એટલે કે સાત વર્ષ પહેલાં ધોનીએ જ ટીમ ઈન્ડિયાને 28 વર્ષ પછી વર્લ્ડકપ જીતી આપ્યો હતો.

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સોમવારે રાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મભૂષણનું સન્માન આપ્યું હતું. આ દરમિયાન સૌથી ખાસ વાત એ છે કે, 2 એપ્રિલ 2011ના રોજ એટલે કે સાત વર્ષ પહેલાં ધોનીએ જ ટીમ ઈન્ડિયાને 28 વર્ષ પછી વર્લ્ડકપ જીતી આપ્યો હતો. જોકે આ એક સંયોગ જ છે. ધોનીએ આર્મી કર્નલના યૂનિફોર્મમાં આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.

સેનાની માનદ પદવી છે ધોની પાસે


- ધોનીએ ભારતીય સેનામાં માનદ પદવી મેળવેલી છે. તે અમુક સમયે આર્મીની ટ્રેનિંગમાંથી પણ પસાર થઈ ચૂક્યો છે. તેણે એર જંપિગ પણ કર્યું છે. ઘણી વખત તે દૂર આવેલા આર્મી પોસ્ટ્સ ઉપર પણ જઈ આવ્યો છે.
- 2 એપ્રિલ 2018માં ધોનીને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યો છે. તેના બરોબર સાત વર્ષ પહેલાં 2 એપ્રિલ 2011માં ધોનીએ શ્રીલંકાસામે ફાઈનલમાં એક સિક્સ લગાવીને ભારતને વિશ્વ કપનો બીજો ખીતાબ જીતાડી આપ્યો હતો. ધોનીએ આ જીત માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુંલકરના નામે કરી હતી. સચિનનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો.

પાકિસ્તાનમાં લોકોએ શું કર્યું?


- ધોનીનો આર્મી યૂનિફોર્મમાં પદ્મ ભૂષણ લેતો ફોટો સોશિયલ મીડિયામં વાયરલ થયો છે. આ તસવીર જોઈને ધોનીના પાકિસ્તાન ફેન્સે પણ તેને અભિનંદન આપ્યા છે.
- ધોનીના એક ફેન રુમેલ સિદ્દીકીએ ટ્વિટ કરતા કહ્યું છે કે, તમને અભિનંદન, તમે તમારા દેશનું માથું ઉચું કર્યું છે. તમે ખરેખર લોકો માટે પ્રેરણા સ્ત્રોત છો. પાકિસ્તાન તરફથી પણ તમને અભિનંદન.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

ધોની પાસે સેનાની માનદ પદવી પણ છે
ધોની પાસે સેનાની માનદ પદવી પણ છે
પદ્મ ભૂષણ કાર્યક્રમમાં સાક્ષી ધોની પણ રહી હતી હાજર
પદ્મ ભૂષણ કાર્યક્રમમાં સાક્ષી ધોની પણ રહી હતી હાજર
ધોનીને મળ્યો પદ્મભૂષણ
ધોનીને મળ્યો પદ્મભૂષણ
વડાપ્રધાન મોદી સાથે ધોની અને તેમની પત્ની સાક્ષી
વડાપ્રધાન મોદી સાથે ધોની અને તેમની પત્ની સાક્ષી
રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ધોની મળ્યું પદ્મ ભૂષણ
રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ધોની મળ્યું પદ્મ ભૂષણ
X
કર્નલના ડ્રેસમાં ધોનીએ મેળવ્યું પદ્મભૂષણનું સન્માનકર્નલના ડ્રેસમાં ધોનીએ મેળવ્યું પદ્મભૂષણનું સન્માન
ધોની પાસે સેનાની માનદ પદવી પણ છેધોની પાસે સેનાની માનદ પદવી પણ છે
પદ્મ ભૂષણ કાર્યક્રમમાં સાક્ષી ધોની પણ રહી હતી હાજરપદ્મ ભૂષણ કાર્યક્રમમાં સાક્ષી ધોની પણ રહી હતી હાજર
ધોનીને મળ્યો પદ્મભૂષણધોનીને મળ્યો પદ્મભૂષણ
વડાપ્રધાન મોદી સાથે ધોની અને તેમની પત્ની સાક્ષીવડાપ્રધાન મોદી સાથે ધોની અને તેમની પત્ની સાક્ષી
રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ધોની મળ્યું પદ્મ ભૂષણરાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ધોની મળ્યું પદ્મ ભૂષણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App