ખાવાનો ટેસ્ટ ખરાબ કહ્યો તો ઢાબા વાળાએ કરી આશ્ચર્યજનક હરકત, યુવકનું મોત

બહેનને ત્યાં દીકરી આવી હતી, તેની જ પાર્ટી માટે તેમના ઘરે જવાનો હતો

divyabhaskar.com | Updated - Mar 14, 2018, 12:08 AM
ખાવાનો ટેસ્ટ ખરાબ કહ્યો તો ઢાબા વાળાએ માર મારીને કરી દીધી યુવકની હત્યા
ખાવાનો ટેસ્ટ ખરાબ કહ્યો તો ઢાબા વાળાએ માર મારીને કરી દીધી યુવકની હત્યા

પ્રીત વિહાર વિસ્તારમાં ડીડીએ માર્કેટમાં આવેલા કમલ ઢાબે પર કર્મચારીઓને ખાવાની ગુણવત્તા ખરાબ હોવાનું જણાવતા બે યુવકોને માર મારી મારીને તેમને અધમુઆ કરી દેવામાં આવ્યા હતા. બંને યુવકોએ ઢાબા પરથી ભાગીને તેમનો જીવ બચાવ્યો હતો.

નવી દિલ્હી: પ્રીત વિહાર વિસ્તારમાં ડીડીએ માર્કેટમાં આવેલા કમલ ઢાબે પર કર્મચારીઓને ખાવાની ગુણવત્તા ખરાબ હોવાનું જણાવતા બે યુવકોને માર મારી મારીને તેમને અધમુઆ કરી દેવામાં આવ્યા હતા. બંને યુવકોએ ઢાબા પરથી ભાગીને તેમનો જીવ બચાવ્યો હતો. વધારે લોહી વહી જવાના કારણે ભાગતા ભાગતા એક યુવક રોડ ઉપર જ પડી ગયો હતો. બીજો યુવક મદદ માટે બુમો પાડતો રહ્યો હતો પરંતુ લોકોની મદદ કરવાની જગ્યાએ તેમનો વીડિયો બનાવી રહ્યા હતા. ત્યારપછી એખ ઘાયલ યુવકે જાતે જ રીક્ષા રોકીને અન્ય ઘાયલ યુવકને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતો ત્યાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે મિત્રના નિવેદનના આધારે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી સચીન, ગોવિંદ અને કરણની ધરપકડ કરી લીધી છે.

મિત્રના ઢાબા પર તેના નાના ભાઈએ પવનને માર્યો


- પોલીસના જણાવ્યા પ્રમાણે 33 વર્ષનો પવન ગુપ્તા તેના પરિવાર સાથે મંડાવલી વિસ્તારમાં રહેતો હતો અને પિત્ઝાની દુકાન ચલાવતો હતો.
- જે ઢાબા પર પવનની હત્યા કરવામાં આવી તે પણ તેના મિત્રનો જ હતો.
- ઢાબાનો માલિક આરોપીનો મોટો ભાઈ છે. જે પિત્ઝા સેન્ટર ચલાવનાર પવનને પહેલેથી જ જાણતો હતો અને તેનો મિત્ર પણ હતો. તે વાત આરોપીઓને નહતી ખબર. આ સંજોગોમાં વિવાદ થતા તેમણે પવન અને દીપક સાથે મારઝૂડ કરી હતી.
- પવનના પરિવારના જણાવ્યા પ્રમાણે, ગયા મહિને તેની બહેનના ત્યાં દીકરી આવી હતી અને રવિવારે તેની નામકરણ વિધિ રાખવામાં આવી હતી.
- એટલે રવિવારે પવન તેની બહેનના ઘરે પાર્ટીમાં જવાનો હતો. તેના કારણે ઘરે જમવાનું પણ નહતું બનાવ્યું. આમ તે દીપકની સાથે ઘરની બાજુમાં જ આવેલા કમલ ઢાબા પર જમવા માટે પહોંચ્યો હતો. ત્યાં વિવાદ થયો હોવાના કારણે તેનું મોત થઈ ગયું હતું.

ભીડ જોઈને પણ પોલીસ ઘટના સ્થળે ન આવી


- ઘાયલ પવન પડી ગયા પછી દીપકે રોડ પર ભેગી થયેલી ભીડને તેને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરવાનું કહ્યું હતું. પરંતુ કોઈએ તેની મદદ કરી નહતી.
- એટલું જ નહીં, ઘટના સ્થળે ભેગા થયેલા લોકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા. ઘાયલ જ્યાં રોડ પર લોકોની મદદ માગી રહ્યો હતો ત્યાંથી થોડે દૂર જ પોલીસ સ્ટેશન પણ આવેલુ છે.
- ત્યાં પોલીસકર્મી પણ હાજર હતા, પરંતુ ભીડ જોઈને પોલીસ પણ ત્યાં આવી નહીં અને દીપક જાતે જ રીક્ષામાં પવનને હોસ્પિટલ લઈ ગયો હતો.
- પવનની સ્થિતિ ગંભીર જોઈને તેને મેક્સ હોસ્પિટલ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. મેક્સમાં પવનનું મોત થઈ ગયું હતું.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

મૃતક પવન
મૃતક પવન
પોલીસે ઘટના સ્થળે તપાસ શરૂ કરી 3 આરોપીની ધરપકડ કરી
પોલીસે ઘટના સ્થળે તપાસ શરૂ કરી 3 આરોપીની ધરપકડ કરી
X
ખાવાનો ટેસ્ટ ખરાબ કહ્યો તો ઢાબા વાળાએ માર મારીને કરી દીધી યુવકની હત્યાખાવાનો ટેસ્ટ ખરાબ કહ્યો તો ઢાબા વાળાએ માર મારીને કરી દીધી યુવકની હત્યા
મૃતક પવનમૃતક પવન
પોલીસે ઘટના સ્થળે તપાસ શરૂ કરી 3 આરોપીની ધરપકડ કરીપોલીસે ઘટના સ્થળે તપાસ શરૂ કરી 3 આરોપીની ધરપકડ કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App