ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» IndiGo canceled 47 flights, DGCA told the airlines 8 plane engine was bad

  ઈન્ડિગોએ રદ કરી 47 ફ્લાઈટ્સ, DGCAએ 8 પ્લેન ગણાવ્યા'તા ખરાબ

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 12:22 PM IST

  ડીજીસીએએ ખરાબ એન્જિન વાળા જે 11 પ્લેન પર પ્રતિબંધ લગાવ્યો હતો તેમાંથી 8 ઈન્ડિગોના અને 3 ગોએર એરલાઈન્સના છે
  • ઈન્ડિગોએ રદ કરી 47 ફ્લાઈટ્સ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈન્ડિગોએ રદ કરી 47 ફ્લાઈટ્સ

   નવી દિલ્હી: ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ એરબેઝના એ-320 પ્લેનના તે એન્જિન પર પ્રતિબંધ લગાવી દીધા છે જેમાં ટેકઓફ પહેલાં અથવા હવામાં ઉડાન દરમિયાન પ્લેનનું એન્જિન આપોઆપ બંધ થઈ જવાની ફરિયાદ આવી રહી છે. સોમવારે જ અમદાવાદથી લખનઉ જઈ રહેલી ઈન્ડિગોના એક પ્લેનનું એન્જિન હવામાં બંધ થઈ ગયું હતું. દેશમાં આ સમયે ઈન્ડિગો અને ગોએર પાસે એ-320 નિયો સીરિઝના એન્જિનવાળા 11 પ્લેન છે. આ એરલાઈન્સને કહેવામાં આવ્યું છે કે, આ પ્લેનમાં નવા એન્જિનનો ઉપયોગ કરવો. આ વાતને ધ્યાનમાં રાખીને ઈન્ડિગોએ તેની 47 ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરી દીધી છે.

   કઈ એરલાઈન્સ પાસે કેટલા પ્લેન?

   - 11 પ્લેનમાંથી 8 ઈન્ડિગો અને 3 ગો એર પાસે છે. તેમાં ખરાબ પ્રેંટ અને વ્હિટની એન્જિન લગાવવામાં આવ્યા છે. ડિજીસીએએ તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે.

   એન્જિનનું નથી કરવામાં આવ્યું સમારકામ

   - ડિજીસીએનું કહેવું છે કે, ઈન્ડિગો અને ગોએરએ તેમના આ એન્જિનમાં કોઈ સમારકામ કરાવ્યું નથી. સિવિલ એવિયેશન સેક્રેટરી આરએન ચૌબેએ આ વિશે પહેલાં પણ સંકેત આપ્યા હતા.
   - ડિજીસીએના જણાવ્યા પ્રમાણે, યાત્રીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં. ડિજીસીએએ 13 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે તેઓ પ્લેનની ખામીઓને તપાસી રહ્યા છે.

   અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ પછી લેવાયો નિર્ણય

   - ડીજીસીએ ઈન્ડિગો એરબેધ એ-320નું અમદાવામા ઈમરજન્સી લેન્ડિંગના અમુક કલાકો પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈન્ડિગોના એક પ્લેને સોમવારે ઉડાન ભર્યા પછી અમુક મિનિટોમાં જ તેનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. વિમાનમાં 186 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
   - ડિજીસીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. ડિજીસીએ તાત્કાલીક અસરથી પીડબ્લ્યૂ 1100 એન્જિન વાળા એ-320 નિયો સિવાય ઈએસએન 450ને પણ હટાવવાનો આદેશ આપ્યો છે.

   ઈન્ડિગોએ શું કર્યો ખુલાસો?

   - ઈન્ડિગોએ કહ્યું છે કે, ડિજીસીએ જે નંબર નક્કી કર્યા છે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. જરૂરી ફેરફાર પછી પ્રભાવિત એન્જિનવાળા કોઈ પણ પ્લેનનું ઓપરેશન નહીં કરવામાં આવે. પેસેન્જર્સને જે મુશ્કેલી થઈ તેના માટે અમે દુખી છીએ. અમને ડિજીસીએ તરફથી હજી સુધી કોઈ આદેશ નથી મળ્યા. અમે ડિજીસીએના આદેશોનું કડક રીતે પાલન કરીએ છીએ.

  • સુરેશ પ્રભુને સોમવારે જ એવિયેશન મિનિસ્ટ્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુરેશ પ્રભુને સોમવારે જ એવિયેશન મિનિસ્ટ્રીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: IndiGo canceled 47 flights, DGCA told the airlines 8 plane engine was bad
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top