સુસાઈડ / રાત્રે લગભગ 3 વાગ્યે વોઇસ મેસેજ જોઈને ઉડી ગઈ ઊંઘ, સ્વિચ ઓફ બતાવતો હતો મોટો ભાઈનો ફોન તો તેમણે પરિવારજનોને અને ડાયલ 100ને જણાવ્યું, પરંતુ 2 જિંદગી ખતમ થઈ ગયા બાદ બધા પહોંચ્યાં

Divyabhaskar.com

Mar 17, 2019, 07:49 PM IST
Dewas Madhya Pradesh News in Hindi: girlfriends boyfriend committed suicide

દેવાસ (મધ્યપ્રદેશ) કન્નૌદ વિસ્તારમાં ગુરુવાર રાતે યુવક-યુવતીએ પ્રેમ સંબંધને કારણે ઝેર ખાઈને જીવન ટૂંકાવ્યુ હતુ. પોલીસના કહ્યાપ્રમાણે, બહિરાવદ ગામની 19 વર્ષીય રાધિકા અને 21 વર્ષીય શુભમે ખેતરમાં જ ઝેરી પી લીધું હતું.

પોલીસસ્ટેશનના પ્રભારી જયરામ ચૌહાણે જણાવ્યું કે, રાધા અને શુભમ વચ્ચે પ્રેમસંબંધો હતા. બન્નેના ગામ વચ્ચે 4 થી 5 કિમીનું જ અંતર હતુ. મૃતક શુભમે ઘટના પહેલા તેના મોટા ભાઈ રજતને ગુરુવાર રાતે આશરે 3 કલાકે વોઈસ મેસેજ મોકલ્યો હતો. જેમા શુભમે કહ્યું હતુ કે, મે અને રાધાએ ઝેર ખાઈ લીધુ છે. રજતે જ્યારે આ મેસેજ જોયો તો તેની ઊંઘ ઉડી ગઈ અને તેને સીધો શુભમને ફોન લગાવ્યો પરંતુ શુભમનો ફોન સ્વીચઓફ થઈ ગયો હતો. રજતે પરવિારજનોને આ અંગેની જાણ કરી અને ડાયલ 100ને સૂચના આપી દીધી હતી. જ્યાં સુધી આ લોકો પહોંચ્યા ત્યા સુધી બન્ને સુસાઈડ કરી ચુક્યા હતા.

પીએમ કર્યા બાદ બન્નેના મૃતદેહોને પરિવારજનોને સોંપી દેવાયા
-પીએમ કરનાર ડો. વિવેક અહિરવાર તથા ડો. લક્ષ્મી નાગદેવનાં કહ્યા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં બન્નેનાં મોત ઝેરી પદાર્થ ખાવાથી થયા છે. જો કે આ અંગેની વધુ માહિતી ફોરેંસિક તપાસનાં રિપોર્ટ બાદ જાણવા મળશે.

X
Dewas Madhya Pradesh News in Hindi: girlfriends boyfriend committed suicide
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી