ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» મોદી સરકારમા ક્રૂડ સસ્તુ થયું પણ પેટ્રોલ નહીં| Despite Crude Goes Low, Petrol-Diesel Prices Hiked During Modi Government Tenure

  મોદી સરકારના 4 વર્ષમાં ક્રૂડ 31 ડોલર સસ્તું, પણ પેટ્રોલ થયું રૂ. 6 મોંઘું

  divyabhaskar.com | Last Modified - May 26, 2018, 11:20 AM IST

  પટ્રોલ ઉપર જીએસટી લગાવવામાં આવે તો ભાવમાં રૂ. 25 સુધીનો ઘટાડો આવી શકે છે
  • મોદી સરકારના 4 વર્ષમાં ક્રૂડ 31 ડોલર સસ્તું, પણ પેટ્રોલ થયું રૂ. 6 મોંઘું
   મોદી સરકારના 4 વર્ષમાં ક્રૂડ 31 ડોલર સસ્તું, પણ પેટ્રોલ થયું રૂ. 6 મોંઘું

   નવી દિલ્હી: મે 2014માં જ્યારે મોદી સરકારે સત્તા સંભાળી ત્યારે બ્રેન્ટ ક્રૂડ 111 ડોલર પ્રતિ બેરલ હતું જે હવે 80 ડોલર થઈ ગયું છે. ક્રૂડની આ સ્થિતિ ત્યારે છે જ્યારે તાજેતરના મહિનાઓમાં પેટ્રોલ મોંઘુ થયું છે. તેમ છતાં ક્રૂડ ઓઈલ 2014માં 111 ડોલર પ્રતિ બેરલ હતું જેની કિંમતમાં 28 ટકાનો ઘટાડો થયો છે. 2014માં પેટ્રોલ 71 રૂપિયે લિટર હતું જે આજે રૂ. 77ની સપાટીએ પહોંચી ગયું છું. આમ પેટ્રોલ 2014ની સરખામણીએ 8 ટકા મોંઘુ થઈ ગયું છે. જો સરકાર વિપક્ષની માગ અને નીતિ આયોગના સૂચન પર અમલ કરે તો પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવીને પેટ્રોલની કિંમતમાં રૂ. 25 સુધીનો ઘટાડો લાવી શકાય છે.

   હકીકત: 2014 પછી બે વર્ષમાં ક્રૂડ 59% સસ્તુ થયું તો પેટ્રોલ માત્ર 17 ટકા નીચે આવ્યું


   - મે 2014 પછી એક સમય એવો આવ્યો જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં ખૂબ ઝડપથી ઘટાડો થયો હતો. 7 મહિનામાં જાન્યુઆરી 2015 સુધીમાં ક્રૂડ ઓઈલનો ભાવ 111 ડોલરથી ઘટીને 46 ડોલર થઈ ગયો હતો. આટલું જ નહીં, જાન્યુઆરી 2016 સુધીમાં તો ક્રૂડનો ભાલ 29 ડોલર સુધી થઈ ગયો હતો. આ દરમિયાન ક્રૂડની કિંમતમાં કુલ 80 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે તે સમયે પેટ્રોલના ભાવમાં માત્ર 17 ટકા સસ્તુ થયું હતું.

   પેટ્રોલ-ડીઝલ મોંઘુ હોવાના કારણો: એક્સાઈઝ ડ્યૂટી, કંપનીઓની કમાણી અને 46 ટકા ટેક્સ


   1) 9 વાર એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો થયો
   - ક્રૂડ સસ્તુ થવાનો જેટલો ફાયદો જનતાને મળવો જોઈએ તેનો ચોથો બાગ પણ જનતાને મળ્યો નથી. એવુ એટલા માટે કારણકે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 દરમિયાન સરકારે 9 વખત એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો હતો.
   - એક્સાઈઝ ડ્યૂટીથી સરકારની કમાણી 2013-14માં રૂ. 88,600 કરોડ થઈ હતી. 2016-17માં તે વધીને 2.42 લાખ કરોડ થઈ ગઈ હતી.

   સરકારની રૂ. 100ની આવકમાંથી રૂ. 19 પેટ્રોલ-ડીઝલમાંથી આવે છે
   - 2016-17માં કેન્દ્રને પેટ્રોલિયમ પદાર્થમાંથી રૂ. 2.73 કરોડનો ટેક્સ મળ્યો છે. આ સરકારને ટેક્સથી થયેલી કુલ આવક (19.46 લાખ કરોડ)ના 14% છે. કેન્દ્રએ કુલ એક્સાઈઝ રેવન્યૂમાં 85 ટકા ભાગ અને કુલ ટેક્સ રેવન્યુમાં 19 ટકા પેટ્રોલ-ડિઝલનો છે.

   2) 4 વર્ષમાં તેલ કંપનીઓની આવકમાં થયો વધારો


   - 2017-18માં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ચોખ્ખો નફો રૂ. 21,346 કરોડ થયો છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. આ દરમિયાન 5.06 લાખ કરોડનું ટર્નઓવર રહ્યું છે. 2014-15ની સરખામણીએ આઈઓસીનો નફો ચાર ગણો વધી ગયો છે. 2018ના માર્ચ ત્રિમાસીક ગાળામાં નફો 40 ટકા વધ્યો છે. રિફાયનિંગ માર્જિન અને ઈન્વેન્ટ્રી એટલે કે જૂના સ્ટોકથી કંપનીને ફાયદો થયો છે. ચોખ્ખો નફો રૂ. 5,218 કરોડ થયો છે. ગયા વર્ષે આ ત્રિમાસીક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 3,720.62 કરોડ થયો હતો.
   - 2018માં માર્ચ ત્રિમાસીક ગાળામાં એચપીસીએલનો નફો 4 ટકા ઘટ્યો છે પરંતુ સમગ્ર નાણાકિય વર્ષમાં ચોખ્ખો નફો રૂ. 6,357 કરોડ થયો છે. આ અત્યાર સુધીનો સૌથી વધારે નફો છે. 2014-15ની સરખામણીએ 2017-18માં કંપનીને બમણા કરતા વધારે નફો થયો છે.

   3) રૂ. 77.38 લિટર પેટ્રોલમાં 46 ટકા ટેક્સ સામેલ


   - તેલ કંપનીઓએ એક બેરલ ક્રૂડ ઓઈલ રૂ. 5903.31માં ખરીદ્યું. એટલે કે લિટર દીઠ કિંમત રૂ. 37.12 થઈ.
   - રિફાઈનિંગ પછી ડિલરને વેચવામાં આવેલા પેટ્રોલની કિંમત રૂ. 38.17 થાય છે.
   એક્સાઈઝ ડ્યૂટી- 19.48 રૂપિયા
   વેટ- 16.55 રૂપિયા
   ડિલર કમિશન: 3.63 રૂપિયા
   સામાન્ય લોકોને મળતું પેટ્રોલનો ભાવ- 77.83 રૂપિયા

   શોર્ટ ટર્મ સોલ્યુશન


   1) એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે અથવા સરકાર રાજ્યને તેમના ટેક્સમાં ઘટાડો કરવાનું કહે. નીતિ આયોગના મત પ્રમાણે રાજ્ય 15 ટકા સુધી વેટમાં ઘટાડો કરી શકે છે. જ્યારે વિપક્ષ કેન્દ્ર સરકાર પાસે એવી માગણી કરે છે કે તેઓ એક્સાઈઝ ટેક્સમાં ઘટાડો કરે.
   2) સરકાર તેલ કંપનીઓને થોડો સમય નુકસાન સહન કરવાનું કહે અને પછી તેની ભરપાઈ કરે.

   લોંગ ટર્મ સોલ્યુશન


   અત્યારે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂ. 77.82 છે, જેએસટી લાદવામાં આવે તો રૂ. 52.48 પ્રતિ લિટર થઈ જાય
   - રિફાઈનિંગ પછી ડિલરને વેચવામાં આવતા પેટ્રોલની કિંમત રૂ. 38.17 પ્રતિ લિટર થાય છે.
   28 ટકા મહત્તમ જીએસટી લગાવવામાં આવે તો રૂ. 10.68
   ડિલર કમિશન- 3.63 રૂ.
   આમ, સામાન્ય જનતાને પેટ્રોલ રૂ. 52.48ના ભાવે મળી શકે છે.
   એટલે કે હાલની કિંમત રૂ. 77.82થી 25 રૂપિયા ઓછા ભાવે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મોદી સરકારમા ક્રૂડ સસ્તુ થયું પણ પેટ્રોલ નહીં| Despite Crude Goes Low, Petrol-Diesel Prices Hiked During Modi Government Tenure
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `