Home » National News » Latest News » National » બાળ ગંગાધર તિલકને 'ફાધર ઓફ ટેરરિઝમ' ગણાવતા થયો વિવાદ| Bal Gangadhar Tilak as the father of terrorism

રાજસ્થાન: ધો-8ના પુસ્તકમાં તિલકને 'ફાધર ઓફ ટેરરિઝમ' ગણાવતા વિવાદ

Divyabhaskar.com | Updated - May 12, 2018, 11:19 AM

સ્કૂલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, આ ટ્રાન્સલેટરની ભૂલ છે અને તેને સુધારી દેવામાં આવી છે

 • બાળ ગંગાધર તિલકને 'ફાધર ઓફ ટેરરિઝમ' ગણાવતા થયો વિવાદ| Bal Gangadhar Tilak as the father of terrorism
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  8માં ધોરણના પુસ્તકમાં તિલકને 'ફાધર ઓફ ટેરરિઝમ' ગણાવતા થયો વિવાદ

  જયપુર: રાજસ્થાનમાં આઠમાં ધોરણના પુસ્તરમાં સ્વતંત્રતા સેનાની બાળ ગંગાધર તિલકને 'આતંકવાદના જનેતા' (ફાધર ઓફ ટેરરિઝમ) ગણાવવામાં આવ્યા છે. અહીં રાજસ્થાન માધ્યમિક શિક્ષા બોર્ડથી માન્યતા પ્રાપ્ત અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલોમાં 8માં ધોરણના એક સંદર્ભ પુસ્તકમાં સ્વતંત્રતા સેનાની બાળ ગંઘાધર તિલકને ફાધર ઓફ ટેરરિઝમ ગણાવવામાં આવ્યા છે. આ ઘટના સામે આવ્યા પછી તેને ટ્રાન્સલેટરની ભૂલ ગણાવીને સુધારી લેવાની વાત કરવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ આ પુસ્તકને અભ્યાસક્રમમાંથી હટાવવાની માગણી કરી છે.

  રાજસ્થાનમાં એજ્યુકેશન બોર્ડ દ્વારા પુસ્તકોને હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવે છે. તેથી બોર્ડથી માન્યતા પ્રાપ્ત અંગ્રેજી મીડિયમની સ્કૂલો માટે મથુરાના એક પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુસ્તકના 267માં પેજ પર 22માં ચેપ્ટરમાં તિલક વિશે લખવામાં આવ્યું છે. તેમને રાષ્ટ્રીય આંદોલનના પ્રણેતા કહેવામાં આવ્યા છે. તેથી તેમને ફાધર ઓફ ટેરરિઝન કહેવામાં આવે છે. આ પુસ્તકમાં તિલક વિશે 18મી અને 19મી સદીના રાષ્ટ્રીય આંદોલનના સંદર્ભ વિશે લખવામાં આવ્યું છે. પુસ્તકમાં એવુ પણ લખવામાં આવ્યું છે કે, તિલકનું માનવું હતું કે, બ્રિટિશ અધિકારીઓને પ્રાર્થના કરવાથી કશુ મળતુ નથી. શિવાજી અને ગણપતી મહોત્સવ દ્વારા તિલકે દેશમાં એક અલગ રીતે જાગ્રતતા ફેલાવાનું કામ કર્યું હતું.

  શિક્ષામંત્રીએ કર્યો ખુલાસો


  વિવાદ વધતો જોઈને રાજ્યના શિક્ષા મંત્રી વાસુદેવ દેવનાનીએ નિવેદન આપતા જણાવ્યું કે, આ માત્ર એક સંદર્ભ પુસ્તિકા છે. તેનો હાલના આતંક સાથે કોઈ લેવા દેવા નથી.

  આગળની સ્લાઈડમાં જુઓ પુસ્તકમાં થયેલી ભૂલની તસવીર

 • બાળ ગંગાધર તિલકને 'ફાધર ઓફ ટેરરિઝમ' ગણાવતા થયો વિવાદ| Bal Gangadhar Tilak as the father of terrorism
  પુસ્તકમાં તિલકને ગણાવ્યા ફાધર ઓફ ટેરરિઝ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ