Divya Bhaskar

Home » National News » Latest News » National » Delhi Vidhan Sabha accepts the resolution on full statehood to Delhi

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તો તમામ વોટ BJPને: કેજરીવાલ

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 06:41 PM

કેજરીવાલે કહ્યું, જો 2019ની લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી ગયો, તો અમારા તમામ વોટ્સ BJPને

  • Delhi Vidhan Sabha accepts the resolution on full statehood to Delhi
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કેજરીવાલે કહ્યું, 2019ની લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી ગયો તો અમે તમામ વોટ્સ બીજેપીને આપીશું.

    નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો ઠરાવ સ્વીકારી લીધો છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "મારે બીજેપીને એ વાત જણાવવી છે કે જો 2019ની લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી ગયો, તો અમે એ સુનિશ્ચિત કરીશું કે દિલ્હીનો એકે-એક વોટ તમારી તરફેણમાં પડે. અમે તમારા માટે કેમ્પેઇન કરીશું. જો તમે તેવું ન કર્યું તો દિલ્હીના રહેવાસીઓ એવા બોર્ડ લગાવશે જેના પર લખ્યું હશે, 'બીજેપી દિલ્હી છોડો.'"

    પૂર્ણ રાજ્ય ન હોવાને કારણે દિલ્હીનો નથી થતો વિકાસ- કેજરીવાલ

    - દિલ્હી સરકારના સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય મંત્રીઓ સતત એ વાત પર આક્રોશ દર્શાવતા રહ્યા છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ન મળવાના કારણે તેઓ યોગ્ય રીતે કામ કરી શકતા નથી અને આ બાધને કારણે દિલ્હીનો વિકાસ પણ નથી થઇ રહ્યો.

    - એટલા માટે તેઓ ઇચ્છે છે કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. પોતાની આ જ ઇચ્છાને અમલમાં લાવવા માટે સરકારે દિલ્હી વિધાનસભાનું 3 દિવસનું સત્ર બોલાવ્યું હતું.

    પહેલા પણ કેન્દ્રની મંજૂરી માટે મોકલવામાં આવ્યા છે આવા ઠરાવ

    - દિલ્હી સરકારે દેશની રાજધાનીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાને લઇને 6 જૂનથી વિધાનસભાનું સ્પેશિયલ સેશન બોલાવ્યું હતું. 3 દિવસીય એ સેશનમાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અંગે ચર્ચા થઇ અને ઠરાવ પસાર કરીને તેને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો.

    - જોકે દિલ્હી વિધાનસભામાં આ પ્રકારનો ઠરાવ પહેલા પણ પસાર થઇ ચૂક્યા છે અને દિલ્હીની બીજેપી તેમજ કોંગ્રેસ સરકારો આ ઠરાવને પસાર કરવા માટે કેન્દ્ર સુધી પહોંચાડતી રહી છે પરંતુ તેના પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નથી.

    6 મહિનામાં એક થઇ જશે વિપક્ષ: રાહુલ

    - કોંગ્રેસના ઓબીસી સેલને સંબોધિત કરતા રાહુલે કહ્યું, દેશમાં બીજેપી-આરએસએસના કાર્યકર્તાઓની સંખ્યા વધુ છે. પરંતુ વર્ષ દરમિયાન આખો વિપક્ષ એક થઇ જશે. ત્યારે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મોહન ભાગવતને ખબર પડશે કે દેશ ફક્ત ત્રણ લોકોના ભરોસે નથી ચાલતો.

    - રાહુલે આરોપ લગાવ્યો કે બીજેપીમાં સાંસદોની સાથે-સાથે દરેક વ્યક્તિ બોલવાથી ડરે છે. તેમને તેની પરવાનગી નથી. ફક્ત આરએસએસની વાત સાંભળવામાં આવે છે.

  • Delhi Vidhan Sabha accepts the resolution on full statehood to Delhi
    દિલ્હી વિધાનસભા (ફાઇલ ફોટો)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending