ગંદી કોમેન્ટ કરવાથી DUની વિદ્યાર્થીનીએ કરી યુવકોની ધોલાઈ, જાહેરમાં કરાવ્યું આ કામ

સાંજે અંદાજે ચાર વાગે તે રિક્શામાં જતી હતી ત્યારે યુવકોએ કરી હતી ગંદી કોમેન્ટ્સ

divyabhaskar.com | Updated - Feb 28, 2018, 12:47 PM
ગંદી કોમેન્ટ કરવાના કારણએ DUની વિદ્યાર્થીનીએ કરી યુવકોની ધોલાઈ
ગંદી કોમેન્ટ કરવાના કારણએ DUની વિદ્યાર્થીનીએ કરી યુવકોની ધોલાઈ

દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યૂએશન કરી રહેલી એક વિદ્યાર્થીની શોપિંગ માટે કરોલબાગ ગઈ હતી. તે દરમિયાન સાંજે ચારવાગે રિક્શામાં જતા અમુક યુવકો દ્વારા ગંદી કોમેન્ટ્સ કરવામા આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી લીધી છે

નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યૂએશન કરી રહેલી એક વિદ્યાર્થીની શોપિંગ માટે કરોલબાગ ગઈ હતી. તે દરમિયાન સાંજે ચારવાગે રિક્શામાં જતા અમુક યુવકો દ્વારા ગંદી કોમેન્ટ્સ કરવામા આવી હતી. આ સાંભળીને છોકરી રિક્શામાંથી તે યુવકને ઉતારીને તેની ખૂબ પીટાઈ કરી દીધી હતી. આ ઉપરાંત તેણે યુવક સાથે જાહેરમાં માફી પણ મંગાવી હતી. છોકરી આ યુવકોને મારી રહી હોવાથી ત્યાં ઘણાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. પરંતુ ત્યાં હાજર લોકો માત્ર આ ઘટનાનો વીડિયો જ બનાવતી હતી. વીડિયોમાં અમુક લોકો એવુ કહેતા પણ સંભળાઈ રહ્યા હતા કે, હવે છોડી દે એને નહીં તો એ મરી જશે.

ક્યારની છે આ ઘટના?


- ડીયુથી ગ્રેજ્યુએશન કરી રહેલી વિદ્યાર્થી અંબિકા ચૌધરી 25 ફેબ્રુઆરીએ શોપિંગ માટે કરોલબાગ ગઈ હતી. સાંજે અંદાજે ચાર વાગે તે ગફ્ફાર માર્કેટથી રિક્શામાં જઈ રહી હતી. ત્યારે ત્યાંથી પસાર થતી એક રિક્શામાંથી યુવકે તેના વિશે ગંદી કોમેન્ટ કરી હતી. તે સાંભળીને તે રિક્શામાંથી ઉતરી અને તેણે યુવકની પીટાઈ કરી દીધી હતી.
- વિદ્યાર્થીનીએ યુવકને થપ્પડ મારવાની સાથે સાથે તેની જાહેરમાં માપી પણ મંગાવી હતી. અંતે એવી સ્થિતિ આવી ગઈ કે તે કગરવા લાગ્યો હતો. યુવકને માર ખાતા જોઈને ત્યાં ઘણી ભીડ ભેગી થઈ ગઈ હતી. પરંતુ ભીડ તે છોકરીને હેલ્પ કરવાની જગ્યાએ માત્ર વીડિયો બનાવતી રહી હતી.
- જોકે ત્યાં હાજર લોકો કહી રહ્યા હતા કે, હવે છોડી દે નહીં તો એ મરી જશે. પરંતુ ત્યારપછી વિદ્યાર્થીનીએ તુરંત પોલીસને ફોન કરી દીધો હતો. આરોપી મનિષને કરોલબાગ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યારપછી બીજા આરોપી અભિષેકને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પીડિતાએ આરોપીની ઓળખ કરી લીધી છે.

વીડિયોમાં લોકો કહી રહ્યા છે: મારો નહીં, મરી જશે


- બંને આરોપી હરિયાણાના છે. વિદ્યાર્થીની ફરિયાદના આધાર પર કરોલબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે છોકરી બુરાડી વિસ્તારની રહેવાસી છે. બંને આરોપી દાદરી હરિયાણાના રહેવાસી છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
બંને આરોપી હરિયાણાના છે
બંને આરોપી હરિયાણાના છે
X
ગંદી કોમેન્ટ કરવાના કારણએ DUની વિદ્યાર્થીનીએ કરી યુવકોની ધોલાઈગંદી કોમેન્ટ કરવાના કારણએ DUની વિદ્યાર્થીનીએ કરી યુવકોની ધોલાઈ
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
બંને આરોપી હરિયાણાના છેબંને આરોપી હરિયાણાના છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App