Home » National News » Desh » છ મહિના સુધી એમ્સમાં નકલી ડોક્ટર બનીવે ફરતો રહ્યો બિહારનો અદનાન| Delhi man pretends to be doctor in AIIMS

એમ્સમાંથી પકડાયો મુન્નાભાઈ MBBS, નકલી ડોક્ટર બની કરતો દર્દીઓનો ઈલાજ

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 12:57 PM

આરોપીએ એમ્સના ડોક્ટર્સ સાથે પણ મિત્રતા કેળવી લીધી હતી અને ઘણાં લોકોનો ઈલાજ પણ કર્યો

  • છ મહિના સુધી એમ્સમાં નકલી ડોક્ટર બનીવે ફરતો રહ્યો બિહારનો અદનાન| Delhi man pretends to be doctor in AIIMS
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અદનાન એમ્સમાં નકલી ડોક્ટર બનીને ફરતો હતો

    નવી દિલ્હી: દિલ્હી પોલીસે એક નકલી ડોક્ટરની ધરપકડ કરી છે જે પોતાની જાતને એમ્સનો ડોક્ટર કહેતો હતો. તેનું નામ અદનાના ખુર્રમ છે પરંતુ તે પોતાની ઓળખાણ ખુર્શીદ તરીકે આપે છે. અદનાન મૂળ બિહારનો છે. આશ્વર્યની વાત એ છે કે, તે છેલ્લા છ મહિનાથી એમ્સમાં આવે જાય છે પરંતુ આજ સુધી કોઈની પકડમાં આવ્યો નથી. તે એમ્સના ડોક્ટર્સની ડાયરી લઈને ફરતો હતો. તેણે એમ્સના ઘણાં ડોક્ટર્સ સાથે પણ મિત્રતા કેળવી લીધી હતી અને આરોપીએ નકલી ડોક્ટર બનીને ઘણાં લોકોના ઈલાજ પણ કર્યા હતા. પ્રશાસનને ઘટનાની જાણ થતાં જ તેમણે પોલીસને આ વિશે જાણ કરી હતી.

    શંકા ન પડે તે માટે કરી દેતો નવુ ડ્રેસઅપ


    અદનાના એમ્સના ડોક્ટર્સની ડાયરી લીને ફરતો હતો અને પોતાનું ડ્રેસિંગ પણ એવુ રાખતો હતો. જેથી લોકોને તેને ડોક્ટર સમજતા હતા. આરોપીએ નકલી ડોક્ટર બનીને ઘણાંના ઈલાજ પણ કર્યા હતા. તે મોઢા ઉપર માસ્ક અને ડોક્ટર કોટ પહેરીને ફરતો હતો.

    બહેનને સારી સારવાર મળે તે માટે બન્યો નકલી ડોક્ટર


    - આરોપીની 19 વર્ષની બહેન પણ એમ્સમાં દાખલ છે અને તેનો બ્લડ કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો છે. બહેનને સારી સારવાર મળે તે માટે તેને નકલી ડોક્ટર બનવાનો આઈડિયા આવ્યો હતો. મળેલી માહિતી પ્રમાણે તે બિહારના પૂર્વી ચંપારણમાં રહે છે અને હાલ દિલ્હીના બટલા હાઉસ વિસ્તારમાં રહે છે.

    એમ્સનો ડોક્ટર બનીને નેતાઓ સાથે ફોટા પણ પડાવતો


    અદનાન પોતાની જાતને એમ્સનો ડોક્ટર ગણાવીને નેતાઓ સાથે ફોટા પણ પડાવતો હતો અને તેને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ કરતો હતો. અદનાને સોશિયલ મીડિયા ઉપર રાહુલ ગાંધી, કપિલ સિબબ્લ અને રાજ બબ્બર સાથેની તેની તસવીર પોસ્ટ કરી છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • છ મહિના સુધી એમ્સમાં નકલી ડોક્ટર બનીવે ફરતો રહ્યો બિહારનો અદનાન| Delhi man pretends to be doctor in AIIMS
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    તેણે ઘણાં લોકોના ઇલાજ પણ કર્યા હતા
  • છ મહિના સુધી એમ્સમાં નકલી ડોક્ટર બનીવે ફરતો રહ્યો બિહારનો અદનાન| Delhi man pretends to be doctor in AIIMS
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ