ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Delhi HC grants interim relief to Karti Chidambaram from EDs arrest

    INX કેસઃ કાર્તિને દિલ્હી HCથી રાહત, 20 માર્ચ સુધી ધરપકડ પર રોક

    Divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 03:30 PM IST

    CBIએ કાર્તિને 28 ફેબ્રુ.એ ચેન્નાઈ એરપોર્ટથી પકડયો હતો. જે બાદ ટ્રાયલ કોર્ટે તેને CBI કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
    • કાર્તિએ હાઈકોર્ટમાં પિટીશનમાં કહ્યું હતું કે 9 માર્ચે CBI રિમાન્ડ ખતમ થયાં પછી ED તેની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી શકે છે (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કાર્તિએ હાઈકોર્ટમાં પિટીશનમાં કહ્યું હતું કે 9 માર્ચે CBI રિમાન્ડ ખતમ થયાં પછી ED તેની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી શકે છે (ફાઈલ)

      નવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં આરોપી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટથી શુક્રવારે રાહત મળી છે. કાર્તિએ હાઈકોર્ટમાં પિટીશનમાં કહ્યું હતું કે 9 માર્ચે CBI રિમાન્ડ ખતમ થયાં પછી ED તેની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી શકે છે. આ અંગે સુનાવણી કરતાં કોર્ટે 20 તારીખ સુધી તેમની ધરપકડ પર અંતરિમ રોક લગાવી દીધી છે. CBIએ કાર્તિને 28 ફેબ્રુઆરીની સવારે ચેન્નાઈ એરપોર્ટથી પકડવામાં આવ્યો હતો. જે બાદ ટ્રાયલ કોર્ટે તેને CBI કસ્ટડીમાં મોકલી દીધો હતો. કાર્તિ પર INX મીડિયામાં FIPB કલીયરન્સ માટે લગભગ 6.5 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે.

      કોર્ટે EDના સમન પર જવાબ માંગ્યો

      - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, હાઈકોર્ટે કહ્યું કે જો CBI કેસમાં ટ્રાયલ કોર્ટ કાર્તિને જામીન આપે છે તો ED તેની આગામી સુનાવણી સુધી ધરપકડ નહીં કરે. આ મામલે કોર્ટમાં હવે 20 માર્ચે સુનાવણ થશે. કોર્ટે કાર્તિની અરજી પર કેન્દ્ર સરકાર અને ED પાસેથી જવાબ માંગ્યો છે.

      EDના સમનને રદ કરાવવા કોર્ટ પહોંચ્યો હતો કાર્તિ

      - કાર્તિ ચિદમ્બરમે EDના સમન મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. ત્યારે કોર્ટે EDની કાર્યવાહી પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ કાર્તિએ દિલ્હી હાઈકોર્ટમાં સમન રદ કરાવવા માટે પિટીશન કરી હતી.
      - એડિશનલ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં પિટીશનનો વિરોધ કરતાં કહ્યું હતું કે કોર્ટની સામે હાલ આવી જ 50 અરજીઓ પેન્ડિંગ છે. જે બાદ કાર્તિનો કેસ લડી રહેલા અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલે તેને પરત લઈ લીધી હતી.
      - સુપ્રીમ કોર્ટમાં દાખલ પિટીશનમાં કાર્તિએ કહ્યું હતું કે, FIRમાં જે મામલાનો ઉલ્લેખ છે, તે ઉપરાંત પણ અન્ય મામલાઓની તપાસ ચાલી ર હી છે. EDને એવાં મામલાઓની તપાસ કરવાનો કોઈ જ અધિકાર નથી.

      શું છે INX મામલો, કાર્તિ પર શું છે આરોપ?

      - મની લોન્ડ્રિંગનો આ મામલો INX મીડિયા કંપની સાથે જોડાયેલો છે. જેના ડાયરેક્ટર શીના બોરા હત્યાકાંડની આરોપી ઈન્દ્રાણી મુખરજી હતી.
      - કાર્તિ પર આરોપ છે કે તેને INX મીડિયા માટે ખોટી રીતે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડની મંજૂરી લીધી હતી. જે બાદ INXને 305 કરોડનું ફંડ મળ્યું હતું. જેના બદલામાં કાર્તિને 10 લાખ ડોલરની લાંચ મળી હતી.
      - જે બાદ INX મીડિયા અને કાર્તિ સાથે જોડાયેલી કંપની વચ્ચે ડીલ અંતર્ગત 3.5 કરોડની લેવડદેવડ થઈ હતી.
      - કાર્તિ પર તેવો પણ આરોપ છે કે તેને ઈન્દ્રાણીની કંપની વિરૂદ્ધ ટેક્સના એક મામલાને ખતમ કરવા માટે પોતાના પિતાની પોઝિશનનો ઉપયોગ કર્યો હતો

    • દિલ્હી હાઈકોર્ટે કાર્તિની અરજી પર કેન્દ્ર સરકાર અને ED પાસેથી જવાબ માંગ્યો છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      દિલ્હી હાઈકોર્ટે કાર્તિની અરજી પર કેન્દ્ર સરકાર અને ED પાસેથી જવાબ માંગ્યો છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Delhi HC grants interim relief to Karti Chidambaram from EDs arrest
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `