તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Delhi HC Allows Appeal Of Former TV Anchor producer Suhaib Ilyasi And Acquits In Wife Murder Case

દિલ્હી હાઈકોર્ટે પત્નીના મર્ડર કેસમાં 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ' ફેમ સોહેબ ઈલિયાસીને નિર્દોષ જાહેર કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોહેબ ઈલિયાસી (ફાઈલ) - Divya Bhaskar
સોહેબ ઈલિયાસી (ફાઈલ)

નવી દિલ્હી: ટીવી શો ઈન્ડિયા મોસ્ટ વોન્ટેડના એન્કર અને પ્રોડ્યુસર સોહેલ ઈલિયાસીને પત્નીની હત્યાના 17 વર્ષ જૂના કેસમાં દિલ્હી હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરી દીધો છે. નોંધનીય છે કે આ પહેલાં 17 ડિસેમ્બર 2017ના રોજ નીચલી કોર્ટ દ્વારા તેને આરોપી જાહેર કરીને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. 11 જાન્યુઆરી 2000ના રોજ અંજૂ ઈલિયાસીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. શરૂઆતમાં અંજૂના મોતને આત્મહત્યા માનવામાં આવતી હતી પરંતુ થોડા સમય પછી અંજૂની માતા અને બહેને નિવેદન આપ્યું હતું કે, અંજૂને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવી હતી. 

 

જસ્ટિસ એસ મુરલીધર અને વિનોદ ગોયલની એક બેન્ચે ઈલિયાસીની અપીલ પર સુનાવણી કરીને આ નિર્ણય સંભળાવ્યો છે.

 

સોહેબે હાઈકોર્ટના ચૂકાદા સામે પડકાર કર્યો હતો. નીચલી કોર્ચે ઈલિયાસીને પત્નીની હત્યાનો દોષિત માનીને તેને આજીવન કેદની સજા આપી હતી. તે ઉપરાંત રૂ. 10 લાખનો દંડ પણ કરવામાં આવ્યો હતો. 

 

ન્યાયમૂર્તિ એસ મુરલીધરે કહ્યું કે, ઈલિયાસી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. જે દર્શાવે કે સોહેબ ઈલિયાસીએ આ હત્યા કરી છે. 

અન્ય સમાચારો પણ છે...