સત્તાની સાઠમારી / અધિકારોને લઇને જંગ, અરવિંદ કેજરીવાલે કહ્યું- સુપ્રીમ કોર્ટનો ચુકાદો સંવિધાનની વિરૂધ્ધનો છે

Divyabhaskar | Updated - Feb 14, 2019, 03:31 PM
Delhi CM Arvind Kejriwal disagree with SC's order on power sharing with LG and center

  • સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને દિલ્હી સરકારે ચુકાદાની ટીકા કરી
  • સુપ્રીમે હજુ ટ્રાન્સફર-નિમણૂંક અંગે ચુકાદો સંભળાવ્યો નથી
  • ટ્રાન્સફર-નિમણૂંક અંગે નિર્ણય કરવા માટેનો ચુકાદો સુપ્રીમની મોટી બેંચ આપશે

નવી દિલ્હી: દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે કેટલાક અગત્યના મુદ્દે જે ગજગ્રાહ ચાલી રહ્યો હતો તે મામલે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચુકાદો આપ્યો હતો. દિલ્હીમાં કામ કરતા સરકારી અધિકારીઓની ટ્રાન્સફર તેમજ તેમની નિમણૂંકના નિર્ણયનો અધિકાર છોડીને બાકીના 5 મુ્દ્દાઓ પર સુપ્રીમે તેનો ચુકાદો સાફ આપી દીધો છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ કે કોર્ટનો આ પ્રકારનો ચુકાદો બંધારણની વિરૂદ્ધનો છે.

સીએમ કેજરીવાલ પોતાનો આક્રોશ પ્રગટ કર્યો: કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે આપણે ધરણા કરીને દિલ્હીના અધિકારોની લડાઇ લડવી પડે છે. ન્યાય માટે આપણે ભાજપ પાસે જવું પડે છે. વધુમાં કેજરીવાલે જણાવ્યું કે આપણી કેબિનેટે ઉપરાજ્યપાલના ઘરમાં 10 દિવસ બેસીને ધરણા કર્યા હતા, તો પણ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નહિ. કેજરીવાલે કહ્યુ કે અમે દિલ્હીની જનતાને અપીલ કરીએ છીએ કે આગામી લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની બધી 7 બેઠકો પર AAP પાર્ટીને જીતાડવામાં આવે. જો અમે દિલ્હીથી સંસદમાં પહોંચીશુ તો સંસદમા દબાણ ઉભુ કરી કરીને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા પૂરી લડાઇ લડીશુ. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અમે કોર્ટની ઇજ્જત કરીએ છીએ પણ આ ચુકાદો દિલ્હીના લોકો સાથેનો અન્યાય છે. અમે છેલ્લા ચાર વર્ષોથી અન્યાય સહન કરીએ છીએ.

X
Delhi CM Arvind Kejriwal disagree with SC's order on power sharing with LG and center
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App