ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» AAP MLAs have alleged, they met with CS in meeting held on Kejriwals house

    CS મારપીટ: CMના બંગલામાં લાગેલા CCTVમાં થયા છે ચેડાં- દિલ્હી પોલીસ

    divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 03:59 PM IST

    આપના ધારાસભ્યો પર આરોપ છે કે તેમણે 19 ફેબ્રુઆરીએ કેજરીવાલના ઘરે થયેલી મીટિંગમાં CS સાથે મારામારી કરી હતી
    • દિલ્હીના સીએસ અંશુ પ્રકાશે આપના ધારાસભ્યો પર મીટિંગમાં મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      દિલ્હીના સીએસ અંશુ પ્રકાશે આપના ધારાસભ્યો પર મીટિંગમાં મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે

      નવી દિલ્હી: ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે મારપીટના મામલે આરોપી ધારાસભ્યોની જામીન અરજી મામલે દિલ્હીની એક કોર્ટમાં સુનાવણી કરી હતી. સોમવારે પોલીસે જણાવ્યું કે, તપાસ દરમિયાન અરવિંદ કેજરીવાલના બંગલાના સીસીટીવી ફૂટેજ જપ્ત કરવામાં આવ્યા છે. તેમાં ચેડા કરવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજ ફોરેન્સિક લેબ મોકલવામાં આવ્યા છે. બીજી બાજુ કોર્ટે બંને પક્ષની દલીલો સાંબલ્યા પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો છે. નોંધનીય છે કે, આમ, આદમી પાર્ટીના ધારાસભ્યો પર આરોપ છે કે, 19 તારીખે કેજરીવાલના બંગલા પર થયેલી મીટિંગમાં સીએસ સાથે મારપીટ કરવામાં આવી હતી. હાલ આરોપી એમએલએ જ્યૂડીશિયલ કસ્ટડીમાં છે.

      સીએમ હાઉસના ડ્રોઈંગ રૂમમાં થઈ હતી મીટિંગ

      - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે એડિશનલ ડીસીપી હરેન્દ્ર સિંહે કોર્ટમાં કહ્યું છે કે, જે મીટિંગમાં ચીફ સેક્રેટરી સાથે મારઝૂડ કરવામાં આવી છે તે બંગલાના કેમ્પ ઓફિસમાં નહીં પરંતુ ડ્રોઈંગ રૂમમાં થઈ હતી. તપાસ દરમિયાન સીએમ હાઉસથી જપ્ત કરવામાં આવેલા સીસીટીવી સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેના ટાઈમિંગ અલગ હતા.

      કેજરીવાલના ઘરેથી જપ્ત કરાયા 21 કેમેરા

      - થોડા દિવસ પહેલાં દિલ્હી પોલીસની એક ટીમે કેજરીવાલના બંગલામાં એક કલાક સુધી તપાસ અને પૂછપરછ કરી હતી.
      - પોલીસના જણાવ્યા પ્રમાણે સીએમ હાઉસમાં 21 કેમેરા લગાવવામાં આવેલા હતા. તેમાંથી 14 કામ કરી રહ્યા હતા અને 7નું રેકોર્જિંગ બંધ હતું. ચીફ સેક્રેટરી સાથે જે જગ્યાએ મારઝૂડ કરવામાં આવી હતી ત્યાં કોઈ કેમેરા લગાવવામાં આવ્યો નહતો. 14 સીસીટીવી કેમરાનું રેકોર્ડિંગ અને હાર્ડ ડિસ્ક જપ્ત કરી લેવામાં આવી છે. દરેક કેમેરાના ટાઈમર 40 મિનિટ પાછળ છે.

      મારઝૂડ કેસમાં બે ધારાસભ્યોની ધરપકડ

      - આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને પ્રકાશ જાખાલ પર ચીફ સેક્રેટરી સાથે મારઝૂડ કરવાનો આરોપ છે. પોલીસે બંનેની ધરપકડ કરીને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. ધારાસભ્યોએ જામીન માટે અરજી દાખલ કરી છે.

    • કોર્ટે આરોપીઓના જામીનનો નિર્ણય સુરક્ષીત રાખ્યો છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોર્ટે આરોપીઓના જામીનનો નિર્ણય સુરક્ષીત રાખ્યો છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: AAP MLAs have alleged, they met with CS in meeting held on Kejriwals house
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `