દિવાળીના 24 કલાક પછી પણ દિલ્હીમાં છવાયેલો રહ્યો ધુમાડો, ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ

past 26 hours, the situation of pollution in Delhi and adjoining areas continues to be   critical

દિલ્હી અને તેના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 26 કલાકમાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ ગંભીર છે. જોકે અડધી રાત પછી સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો. આ સુધારો એટલા માટે આવ્યો હતો કારણે શહેરમાં ટ્રકોની એન્ટ્રીપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

divyabhaskar.com

Nov 09, 2018, 11:01 AM IST

દિલ્હી: દિલ્હી અને તેના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 26 કલાકમાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ ગંભીર છે. જોકે અડધી રાત પછી સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો. આ સુધારો એટલા માટે આવ્યો હતો કારણે શહેરમાં ટ્રકોની એન્ટ્રીપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે સવારે ધુમાડો છવાયેલો રહ્યો હતો અને સવારે પ્રદૂષણના કારણે કંઈ જ સ્પષ્ટ જોઈ શકાતું નહતું.

ટ્રકો પર પ્રતિબંધથી સામાન્ય રાહત

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ગુરુવારે રાતે સિંધુ બોર્ડર પર ભારે અને મધ્યમ શ્રેણીના વાહનોની તપાસ કરવામાં આવી છે અને આવી ગાડીઓને દિલ્હીની સીમા પર જ રોકી લેવામાં આવી છે અથવા તેને પરત કરી દેવામાં આવી છે. સબ ઈન્સપેક્ટર રમેશે જણાવ્યું કે, ભારે અને મધ્યમ શ્રેણીના તે વાહનોને જ દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે જેમાં ફળ, શાકભાજી, અનાજ અને જરૂરિયાતની વસ્તુઓ લઈને આવી રહી હતી. તેમણે જણાવ્યું કે, 8 નવેમ્બર રાતે 11 વાગ્યાથી 11 નવેમ્બર રાતે 11 વાગ્યા સુધી ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

દિલ્હીની હવા જોખમી

દિલ્હીના આનંદ વિહારમાં શુક્રવારે સવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 585, અમેરિકી દૂતાવાસની આસપાસના વિસ્તારોમાં 467 અને આરકે પુરમમાં 343 નોંધવામા આવ્યો હતો. આ દરેક વિસ્તારમાં એ ક્વોલિટી ઈન્ડેક્સ જોખમી શ્રેણીમાં છે. રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રે પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણે ડીઝલથી ચાલતી ગાડીઓના માલિકોને અનુરોધ કર્યો છે કે, ત્રણ દિવસ સુધી તેઓ તેમની ગાડીઓનો ઉપયોગ ન કરે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હીમાં ફટાકડાં પર લગાવવામાં આવેલા પ્રતિબંધનું દિલ્હી અને એનસીઆરમાં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. લોકોએ મોડી રાત સુધી ફટાકડાં ફોડ્યા હતા. જેના કારણે ગુરુવારે સવારથી જ મોટાભાગના વિસ્તારોમાં ધુમાડો થવાઈ ગયો હતો અને હવાની ગુણવત્તા એટલી ખરાબ થઈ ગઈ હતી કે લોકોનું શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થયું હતું. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હવાની ગુણવત્તા સામાન્ય કરતાં છ ગણી વધારે ખરાબ થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, તેઓ ફટાકડાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરશે.

X
past 26 hours, the situation of pollution in Delhi and adjoining areas continues to be   critical
past 26 hours, the situation of pollution in Delhi and adjoining areas continues to be   critical
past 26 hours, the situation of pollution in Delhi and adjoining areas continues to be   critical
past 26 hours, the situation of pollution in Delhi and adjoining areas continues to be   critical
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી