Divya Bhaskar

Home » National News » Latest News » National » AIIMS ખાતે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની કિડની ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવી | Union Fiance Minister Arun Jaitley kidney Transplant surgery at Delhi AIIMS

દિલ્હી AIIMSમાં જેટલીની કિડની ટ્રાંસપ્લાન્ટ, પહેલાં પણ થઈ છે બે સર્જરી

Divyabhaskar.com | Updated - May 14, 2018, 01:59 PM

અરૂણ જેટલીએ 6 એપ્રિલે ટ્વીટ કરી કિડની અંગેની બીમારી હોવાની જાણ કરી હતી. જે બાદ એક માસ સુધી તેમનું ડાયાલિસિસ કરાયું

  • AIIMS ખાતે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની કિડની ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવી | Union Fiance Minister Arun Jaitley kidney Transplant surgery at Delhi AIIMS
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ પહેલાં પણ જેટલીની બે સર્જરી થઈ ગઈ છે (ફાઈલ)

    નવી દિલ્હીઃ AIIMS ખાતે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની કિડની ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવી. સ્પેશયાલિસ્ટ ડોકટરોની ટીમે સવારે 8 વાગ્યે ઓપરેશન શરૂ કર્યું. જેટલી શનિવારે જ હોસ્પિટલમાં દાખલ થયા હતા. કિડનીની બીમારી પછી એક મહિના સુધી તેઓનું ડાયાલિસિસ કરવામાં આવ્યું. નાણા મંત્રીએ પોતે જ ટ્વીટ કરી પોતાની બીમારી અંગે જાણકારી આપી હતી.

    ઓપરેશન માટે બોલાવવામાં આવ્યાં હતા સ્પેશિયાલિસ્ટ ડોકટર


    - AIIMSમાં જેટલીની કિડી ટ્રાંસપ્લાન્ટ માટે સ્પેશિયાલિસ્ટ ડોકટરોને બોલાવવામાં આવ્યાં હતા. જેમાં એપોલો હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ ડો. સંદિપ ગુલેરિયા પણ સામલે હતા. તેઓ AIIMSના ડાયરેકટર રણદીપ ગુલેરિયાના ભાઈ અને જેટલીના મિત્ર છે.
    - થોડાંક વર્ષો પહેલાં AIIMSમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પણ કિડની ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવી હતી.

    જેટલીએ ટ્વીટ કરી બીમારી અંગે જાણ કરી

    - અરૂણ જેટલીએ 6 એપ્રિલે ટ્વીટ કરી બીમારી અંગે જાણકારી આપી હતી. આ કારણે તેઓએ 10મી ભારત-બ્રિટન આર્થિક અને નાણાંકિય મુદ્દે થનારી વાતચીત રદ કરી હતી.
    - જેટલીએ ટ્વીટમાં લખ્યું કે, "મને કિડની સંક્રમણ અને અન્ય સમસ્યા છે. જેનો ઈલાજ ચાલી રહ્યો છે. ડોકટરોએ ઘરના નિયંત્રિત વાતાવરણમાંથી કામ કરવાની સલાહ આપી છે."

    પહેલાં પણ થઈ ચુકી છે બે સર્જરી


    - સપ્ટેમ્બર 2014માં વજન વધવાને કારણે જેટલીની મેક્સ હોસ્પિટલમાં બેરિયાટ્રિક સર્જરી થઈ હતી. જે બાદ કેટલીક જટિલતાઓને કારણે તેઓને AIIMSમાં ટ્રાંસફર કરવામાં આવ્યાં. થોડાંક વર્ષો પહેલાં તેમની હાર્ટ સર્જરી પણ કરવામાં આવી હતી.

  • AIIMS ખાતે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની કિડની ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવી | Union Fiance Minister Arun Jaitley kidney Transplant surgery at Delhi AIIMS
    થોડાંક વર્ષો પહેલાં AIIMSમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પણ કિડની ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવી હતી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending