ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં આપ કોંગ્રેસ ગઠબંધન કરે તેવી શક્યતા | Due to 2019 General Election AAP Congress will be joint hands in Delhi

  2019ની લોકસભા ચૂંટણી પૂર્વે આપ-કોંગ્રેસમાં ગઠબંધનની અટકળો તેજ

  Divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 03:41 PM IST

  2019 લોકસભા ચૂંટણી માટે આમઆદમી પાર્ટી અને કોંગ્રેસમાં ગઠબંધનની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.
  • 2019ની લોકસભા ચૂંટણી પૂર્વે આપ-કોંગ્રેસમાં ગઠબંધનની અટકળો તેજ
   2019ની લોકસભા ચૂંટણી પૂર્વે આપ-કોંગ્રેસમાં ગઠબંધનની અટકળો તેજ

   નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણી માટે આમઆદમી પાર્ટી અને કોંગ્રેસમાં ગઠબંધનની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના અહેવાલથી જણાવ્યું કે આપે કોંગ્રેસની સામે બેઠકની ફાળવણી અંગેની રજૂઆત પણ કરી દીધી છે. જો કે એક દિવસ પહેલાં જ કોંગ્રેસના નેતા અજય માકને આ તમામ અટકળોને ફગાવી દીધી હતી. બાદમાં આપના નેતા અલકા લાંબાએ ઈશારો આપી કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત માની છે.

   કોંગ્રેસ ઈચ્છે છે ત્રણ બેઠક


   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ 24મી મેનાં રોજ કોંગ્રેસ અને આપ નેતાઓ વચ્ચે અનૌપચારિક વાતચીત થઈ હતી. આપ-કોંગ્રેસ વચ્ચે દિલ્હીની લોકસભા બેઠક મુદ્દે ચર્ચા થઈ હતી. દિલ્હીની સાત સીટમાંથી કોંગ્રેસ ત્રણ સીટ ઈચ્છે છે. તે મુદ્દે જ વાટ અટકી છે.
   - મીડિયા રિપોટ્સ મુજબ કોંગ્રેસ નવી દિલ્હી સીટથી શર્મિષ્ઠા મુખર્જી, ચાંદની ચોકથી અજય માકન અને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી રાજકુમાર ચૌહાણને ઉતારવા માગે છે.

   માકને ફગાવ્યો દાવો


   - કોંગ્રેસ નેતા અજય માકને શુક્રવારે આપની સાથે ગઠબંધનના દાવાને ફગાવ્યો હતો. તેમનું કહેવું હતું કે જનતાએ આપને નકાર્યું છે. એવામાં અમે તેમની સાથે કેમ આવીએ.

   કેજરીવાલે કરી હતી મનમોહનની પ્રશંસા


   - હાલમાં જ અરવિંદ કેજરીવાલે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને સોશિયલ મીડિયા પર યાદ કરતાં તેમની પ્રશંસામાં એક પોસ્ટ કરી હતી. જેથી કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની વાતને મહત્વ મળ્યું હતું. જો કે કેજરીવાલે 2013માં ભ્રષ્ટાચારના મામલે મનમોહનસિંહની ભારે નિંદા કરી હતી.

   દિલ્હીમાં આપે નિયુક્ત કર્યા 5 પ્રભારી


   - આપે દિલ્હીની સાત લોકસભા સીટમાંથી પાંચ પર પ્રભારી નિયુક્ત કરી દીધાં છે. માનવામાં આવે છે કે બાદમાં તેઓને જ આ સીટ પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે. નવી દિલ્હી અને પશ્ચિમી દિલ્હી લોકસભા સીટ પર પ્રભારી નિયુક્ત કરવાને લઈને પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં આપ કોંગ્રેસ ગઠબંધન કરે તેવી શક્યતા | Due to 2019 General Election AAP Congress will be joint hands in Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `