Home » National News » Desh » Death of coaching class student in road accident in Kota Rajasthan

50 લોકોની ભીડ વચ્ચે તરફડતો રહ્યો યુવક, 3 બહેનોના એકમાત્ર ભાઇનું મોત

Divyabhaskar.com | Updated - May 05, 2018, 01:19 PM

ઝાલાવાડ રોડ પર મિનિબસે એક કોચિંગ ક્લાસ સ્ટુડન્ટને ટક્કર મારી દીધી

 • Death of coaching class student in road accident in Kota Rajasthan
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ત્રણ બહેનોએ ગુમાવ્યો તેમનો એકમાત્ર ભાઈ.

  કોટા (રાજસ્થાન): ઝાલાવાડ રોડ પર મિનિબસે એક કોચિંગ ક્લાસ સ્ટુડન્ટને ટક્કર મારી દીધી. અકસ્માત પછી લોહીથી લથબથ સ્ટુડન્ટ તરફડતો રહ્યો. આશરે 50 લોકોની ભીડ ત્યાં જામી હતી. બાજુમાંથી વાહનો પસાર થતા રહ્યા, પરંતુ તેને ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડવો તો દૂર, તેને અડવાની પણ કોઇએ જહેમત ન ઉઠાવી. કોઇને એમ્બ્યુલન્સની રાહ હતી તો કોઇ કપડા ગંદા થવાના ડરથી અંતર બનાવીને ઊભું હતું.

  આ હતો આખો મામલો

  લગભગ 20 મિનિટ સુધી છોકરો ત્યાં જ તરફડિયા મારતો રહ્યો. ત્યારબાદ ત્યાંથી પસાર થઇ રહેલા એક વ્યક્તિએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. મરનાર છોકરો કોટાના તલવંડી વિસ્તારમાં રહેતો રાઘવ ગૌતમ છે. તે કોચિંગ ક્લાસથી છૂટીને ઘરે પાછો ફરી રહ્યો હતો. રાઘવના પિતા સચ્ચિદાનંદનું 4 વર્ષ પહેલા બીમારીના કારણે મોત થઇ ચૂક્યું છે. તેનાથી મોટી ત્રણ બહેનો રાનૂ, અંશુ અને લવલી છે. તે ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. પિતાનું મોત થયા પછી માતાનો એકમાત્ર આશરો હતો. ત્યાંથી પસાર થઇ રહેલા રાહુલ સેઠીએ રાઘવને હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ તેનો જીવ ન બચ્યો.

  બે દિવસ પહેલા જ બદલાવ્યો હતો ક્લાસનો સમય

  રાઘવે ક્લાસનો સમય બે દિવસ પહેલા જ બદલાવ્યો હતો. આ પહેલા તેના ક્લાસનો ટાઇમ સાંજનો હતો. તેની ત્રણ બહેનો હજુ આઘાતમાં છે. બે મોટી બહેનોના લગ્ન થઇ ચૂક્યા છે, જ્યારે સૌથી નાની બહેન લવલી હજુ અપરિણીત છે. તે આખો સમય લેપટોપ પર જૂના ફોટા જોઇને તેને યાદ કરતી રહી. પરિવારજનોએ જણાવ્યું કે તે મેડિકલ એન્ટ્રન્સનું કોચિંગ કરી રહ્યો હતો. રાઘવના માતા ગાયત્રી દેવી તો વાત કરવાની સ્થિતિમાં જ નથી.

  માથામાં ગંભીર ઇજા બની મોતનું કારણ

  અકસ્માત દરમિયાન ત્યાં હાજર કોઇ વ્યક્તિ દ્વારા નોટ કરવામાં આવેલા નંબરના આધારે એક પીળા રંગની મિનિબસના ડ્રાઇવર વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસનું એમ પણ કહેવું છે કે રાઘવની સ્કૂટીને સામાન્ય નુકસાન થયું છે, પરંતુ તે નીચે પડ્યો તો ટાયરની નીચે આવી ગયો. તેના કારણે તેના માથામાં ગંભીર ઇજા થઇ અને એ જ તેના મોતનું કારણ બની. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, તેનું આખું બ્રેઇન ડેમેજ થઇ ચૂક્યું હતું અને તેનાથી તેનો બ્લડ લોસ ઘણો વધી ગયો હતો.

  બોલાવવા છતાંપણ મદદ માટે આગળ ન આવ્યા લોકો

  - રાઘવને હોસ્પિટલ પહોંચાડનાર રાહુલ સેઠીએ જણાવ્યું કે, "હું અને મારો દોસ્ત અર્પિત બાઇકથી સિટી મોલ તરફથી આવી રહ્યા હતા. આઇએલ ફ્લાઇઓવર આગળ લોકોની ભીડ જામેલી હતી. મેં બાઇક રોકી તો એક છોકરો લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. બાઇક પરથી ઉતરીને મેં રાડ પાડી કે બધા લોકો ઊભા કેમ છો? ત્યારે ત્યાં એક કોચિંગ ફેકલ્ટી પણ મળી ગયા. તેઓ આગળ આવ્યા. છોકરાને ઊંચકવા માટે અમે મદદ માંગી, ત્યારે પણ કોઇ આગળ ન આવ્યું. પછી હું ખૂબ ગુસ્સે થયો, પરંતુ જાત પર કંટ્રોલ કરીને મેં અને કોચિંગ ટીચરે મળીને તેમની જ ગાડીમાં છોકરાને મૈત્રી હોસ્પિટલ સુધી પહોંચાડ્યો. તે હોસ્પિટલ સૌથી નજીકમાં હતી."

  - "રસ્તામાં તેની નાડી ચેક કરી તો તે ચાલુ હતી. અમને બંનેને લાગ્યું કે તેને બચાવી લઇશું. પરંતુ, હોસ્પિટલમાં ડોક્ટરોએ ચેક કર્યું તો તેમણે જવાબ આપી દીધો. તેના બેગમાંથી મળેલા નામના આધારે મારી સાથે હાજર ટીચરે કોચિંગનો સંપર્ક કર્યો અને તેના ઘરવાળાઓને જાણ કરી. હું અંદર સુધી હલી ગયો હતો. હજુ સુધી રડવું આવી રહ્યું છે કે તેને બચાવી ન શકાયો. એ વાત પર સૌથી વધુ ગુસ્સો આવી રહ્યો છે કે લોકો લગભગ 20 મિનિટ સુધી ત્યાં ઊભા રહીને જોતા રહ્યા, પરંતુ કોઇએ તેને 500 મીટર દૂર આવેલી હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન ન કર્યો. આ એવો રોડ છે, જ્યાંથી હજારો વાહનો પસાર થાય છે, પરંતુ તેમાંથી કોઇએ પણ પોતાનું વાહન રોકીને તેને હોસ્પિટલ પહોંચાડવાનું ન વિચાર્યું. ખબર નથી પડતી કેવા બનતા જઇએ છે આપણે. શરમ આવે છે મને."

  ઘાયલની મદદ પર પોલીસ નથી કરતી પૂછપરછ

  - અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને લોકો એ ડરથી હોસ્પિટલ નથી પહોંચાડતા કે પોલીસ પૂછપરછ કરશે. આ દરમિયાન ઘાયલના શરીરમાંથી લોહી વહી જાય છે અને તેને બચાવવો મુશ્કેલ થઇ જાય છે. સામાન્ય જનતાને અનુરોધ છે કે દુર્ઘટનામાં કોઇ ઘાયલ થાય તો કોઇપણ જાતના ખચકાટ વગર તેને નજીકની હોસ્પિટલમાં પહોંચાડો. મદદ કરનારને કોઇ નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવશે નહીં.

  - અંશુમન ભૌમિયા, એસપી સિટી

 • Death of coaching class student in road accident in Kota Rajasthan
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આખા રસ્તે ભાઈની હથેળી પકડીને મસળતી રહી બહેનો.
 • Death of coaching class student in road accident in Kota Rajasthan
  રાઘવને હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિ રાઘવ સેઠી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ