તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૈનિક દીકરાના મોત પર પિતાનો સવાલ- આગળ ચાલી રહેલા 15 ગાર્ડ્સમાંથી સૌથી પાછળ ચાલી રહેલાને ગોળી કેવી રીતે વાગી ગઈ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ્બ્યુલન્સથી દૂર હટવા કહ્યું તો ફાડી નાખી સૂબેદારની વર્દી - Divya Bhaskar
એમ્બ્યુલન્સથી દૂર હટવા કહ્યું તો ફાડી નાખી સૂબેદારની વર્દી

ભિંડ (મધ્યપ્રદેશ) : "મારા દીકરા (શ્યામસિંહ)નો ઘટનાના એક દિવસ પહેલા (મંગળવારની સાંજે) ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું- સિનિયર જેસીઓ શ્યામલાલ તેને પરેશાન કરે છે. પાંચ દિવસથી સતત દિવસ અને રાત ડ્યૂટી લગાવવામાં આવી. તેને બિલકુલ સૂવા ન દીધો. તેણે રજિસ્ટર ફાડી નાખ્યા છે." સૈનિકના પિતા રમેશસિંહે કહ્યું- "અમને જાણ થઈ ગઈ. તેણે જ મોકલ્યો હતો. જ્યારે 15 ગાર્ડ આગળ જઈ રહ્યા છે અને પાછળ ચાલી રહેલા એકનો ગોળી વાગે છે. કોઇએ ગોળીનો અવાજ ન સાંભળ્યો. એ કેવી રીતે બની શકે છે. હવે કોઇ કશું જણાવી નથી રહ્યું. જો આતંકવાદીઓએ ગોળી મારી છે તો કોણે મારી છે. અમને જણાવી નથી શકતા, હવે આત્મહત્યાનું કહી રહ્યા છે. દીકરાના મોતના સમાચાર સાંભળ્યા પછી મેં કહ્યું હતું કે હું આવી રહ્યો છું તો કંઇ બોલ્યા, ના, અમે જ તેને રાષ્ટ્રીય સન્માન સાથે મોકલી રહ્યા છીએ. શહીદનો દરજ્જો આપીશું. પરંતુ, હવે કોઇ કાગળ લઈને નથી આવ્યા." તેમની સાથે ભિંડ ધારાસભ્ય નરેન્દ્રસિંહ કુશવાહ અને પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ સંજીવસિંહ કુશવાહ સહિત ઘણા લોકો લહાર રોડ ચાર રસ્તા પર ટ્રાફિક જામ કરીને બેઠા હતા. સાથે જ સૈનિકનો પાર્થિવ દેહ લઈને આવેલી એમ્બ્યુલન્સ પણ અહીંયા જ ઊભી રહી હતી. ઉલ્લેખનીય છે કે મંગળવારે ગોળી વાગવાથી શ્યામસિંહનું મોત થઈ ગયું હતું. 

 

ધારાસભ્યના કહેવા પર પરિવારજનોએ ટ્રાફિક જામ ખોલ્યો

 

સૈનિક શ્યામસિંહને શહીદનો દરજ્જો આપવાની માંગને લઇને તેમના પરિવારજનો અને મહોલ્લાના લોકોએ શુક્રવારે સવારે 8 વાગે લહાર રોડ પર પેટ્રોલ પંપની પાસે ટ્રાફિક જામ કરી દીધો. તેના લગભગ એક કલાક પછી તેઓ લહાર રોડ ચાર રસ્તા પર પહોંચી ગયા. જ્યાં તેમણે ચારેબાજુથી રોડને બંધ કરી દીધો. ભિંડના ધારાસભ્ય કુશવાહ સહિત સેંકડો લોકોએ ટ્રાફિક જામ કર્યો હોવાના સમાચાર જાણીને કલેક્ટર આશિષકુમાર ગુપ્તા અને એસપી રૂડોલ્ફ અલ્વારેસ તેમની સાથે વાત કરવા સ્થળ પર પહોંચ્યા. પરંતુ ધારાસભ્ય સહિત સૈનિકના પરિવારજનો શહીદનો દરજ્જો ન મળે ત્યાં સુધી ટ્રાફિક જામ ખોલવા માટે તૈયાર ન થયા. ઘણી મહેનત પછી બપોરે પોણા બે વાગે ધારાસભ્યના કહેવા પર પરિવારજનોએ ટ્રાફિક જામ ખોલ્યો. સાંજે પાંચ વાગે સૈનિકના ગામમાં સન્માન સાથે તેમનો અંતિમસંસ્કાર થયો. નાનાભાઈ દીપકસિંહે સૈનિકને મુખાગ્નિ આપ્યો.

 

કલેક્ટરે ગૃહવિભાગના પીએસને લખ્યો પત્ર 

 

ઉપદ્રવ વધતો જોઇને કલેક્ટર ગુપ્તાએ સૈનિકનો પાર્થિવ દેહ લઈને આવેલા સૂબેદાર પ્રીતમસિંહ અને નાયબ સૂબેદાર વિક્રમસિંહને લેખિતમાં એક આવેદન કર્યું. ત્યારબાદ તેમણે આ સંબંધે રાજ્યના ગૃહવિભાગના પ્રમુખ સચિવને એક પત્ર લખ્યો. જ્યારે એસપી અલ્વારેસે આર્મી સ્ટેશન હેડક્વાર્ટર ગ્વાલિયરના સીઓ સાથે આ સંબંધે ચર્ચા કરી. ત્યારબાદ તેમણે સિનિયર ઓફિસરો સાતે ચર્ચા કરવાની વાત કરી.  

 

ચક્કાજામ કરવા દરમિયાન એમ્બ્યુલન્સથી દૂર હટવા કહ્યું તો ફાડી નાખી સૂબેદારની વર્દી

 

ચક્કાજામ દરમિયાન આક્રોશિત ભીડે સૈનિકનો પાર્થિવ દેહ લઈને આવેલી એમ્બ્યુલન્સને પણ ચારેબાજુથી ઘેરી લીધી. સેનાના જવાનોએ જ્યારે તેમને હટાવવાનો પ્રયત્ન કર્યો તો આક્રોશિત ભીડે તેમની સાથે પણ મારામારી કરી લીધી. આ દરમિયાન સૂબેદાર પ્રીતમસિંહની વર્દી ફાટી ગઈ. સાથે જ તેમનું આઇડી પણ પડી ગયું. જોકે પછીથી તે મળી ગયું. આ વાતની ફરિયાદ તેમણે એસપીને પણ કરી. 

 

સેનાએ કરી 74 હજાર રૂપિયા રોકડાની મદદ, ધારાસભ્યએ કરી એક લાખ રૂપિયાની ઘોષણા

 

- આ દરમિયાન એસપીએ સૈનિકને શહીદનો દરજ્જો આપવા માટે સેનાના સીઓ સાથે ફોન પર ચર્ચા કરી. સીઓએ જણાવ્યું કે જવાનનું મોત ગોલી વાગવાથી થયું છે. તેનો હજુ ડિટેઇલ્ડ પીએમ રિપોર્ટ આવ્યો નથી એટલે ગોળી વાગવાનું કારણ સ્પષ્ટ નથી. 

- જ્યારે સેનામાં આ બાબતે કોર્ટ ઇન્ક્વાયરી ચાલી રહી છે. તે પૂરી થયા પછી જ સૈનિકને શહીદનો દરજ્જો આપી શકાશે. 
- સૂબેદાર પ્રીતમસિંહે જણાવ્યું કે સૈનિક શ્યામસિંહના બાકીના કાગળો જે નિયમાનુસાર આવે છે તે તમામ તેઓ લઈને આવ્યા છે. ત્યારે એસપીએ તેમના પરિવારજનોને આ કાગળો બતાવ્યા. 
- ત્યાર પછી તેમનો ગુસ્સો શાંત થયો. સેનાના અધિકારીઓએ સેના તરફથી સૈનિક પરિવારને તાત્કાલિક સહાયતા તરીકે 74 હજાર રૂપિયા રોકડા આપ્યા. ત્યારબાદ ભિંડના ધારાસભ્ય કુશવાહે સૈનિકના પરિવારને એક લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી. જ્યારે કલેક્ટરે બીજા 30 હજાર રૂપિયા આપ્યા. સાથે જ ધારાસભ્યની માંગ પર કકહારા ગામમાં એક કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થઇ રહેલી હાઈસ્કૂલનું નામ સૈનિકના નામ પર રાખવાનો પ્રસ્તાવ મૂકવાની વાત કરી.