ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Deadline for Adhaar linking can be extended said Centre to Supreme Court

  આધાર લિંક કરાવવાની 31 માર્ચની ડેડલાઇન વધી શકે છે: સરકાર

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 10:10 AM IST

  આધાર સાથે જોડાયેલા મામલા પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સુનાવણી કરી રહી છે
  • સુપ્રીમ કોર્ટમાં આધારની માન્યતાને લઇને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચ સુનાવણી કરી રહી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટમાં આધારની માન્યતાને લઇને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચ સુનાવણી કરી રહી છે.

   નવી દિલ્હી: સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેઓ અલગ-અલગ સર્વિસિઝ અને વેલફેર સ્કીમ્સને આધાર સાથે લિંક કરવાની 31 માર્ચની ડેડલાઇન આગળ વધારી શકે છે. કેન્દ્રએ કહ્યું કે આધાર સાથે જોડાયેલા મામલાની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી ખતમ થવામાં હજુ સમય છે, એટલે સરકાર આ ડેડલાઇન વધારી શકે છે.

   કઇ બેન્ચ કરી રહી છે સુનાવણી?

   - આધાર સાથે જોડાયેલા મામલા પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સુનાવણી કરી રહી છે. બેન્ચની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા કરી રહ્યા છે. બેન્ચમાં જસ્ટિસ એ.કે. સીકરી, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણ છે.

   સુપ્રીમ કોર્ટમાં કેમ ચાલી રહ્યો છે મામલો?

   - આધારને અનિવાર્ય કરવાની વાતને પડકારતી ઘણી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ છે. આ અરજીઓમાં આધાર ઍક્ટની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી છે.

   અરજદારોના વકીલે શું કહ્યું?

   - આધારને પડકારતી પિટિશન્સ દાખલ કરનારા વકીલ શ્યામ દીવાને મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને કહ્યું કે 31 માર્ચની ડેડલાઇનને વધારવી જોઇએ કારણકે ત્યાં સુધી અરજીઓ પર સુનાવણી પૂરી થવાની સંભાવના નથી. સાથે જ, જો 31 માર્ચની ડેડલાઇન કાયમ રહે તો તેની અસર દેશભરમાં પડશે. ઘણા સંસ્થાનોએ પોતાને આ ડેડલાઇનના હિસાબથી એડજસ્ટ થવું પડશે.

   જજે પણ કહ્યું- બેન્કોને સમય નહીં મળે

   - આધારની ડેડલાઇન વધારવાની દલીલો પર જસ્ટિસ ચંદ્રચૂડે પણ કહ્યું કે જો આ કોર્ટ 20 માર્ચ સુધી ફેંસલો આપી દે છે, તોપણ બેન્કો અને અન્ય સંસ્થાનો પાસે 10 જ દિવસ રહેશે. પરિણામે તેમના માટે મુશ્કેલીઓ ઊભી થશે.

   - ત્યારબાદ બેન્ચે એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલને આ મુદ્દે મદદ માટે બોલાવ્યા.

   સરકાર તરફથી શું કહેવામાં આવ્યું?

   - વેણુગોપાલે કહ્યું કે અમે પહેલા પણ ડેડલાઇન વધારી છે અને અમે તેને એકવાર ફરી વધારી શકીએ છીએ. અમે આ મહિનાના અંતમાં ડેડલાઇન વધારી શકીએ છીએ જેથી પિટિશનર્સ પોતાની દલીલ રજૂ કરી શકે.

   - ડેડલાઇન વધારવાની એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલની દલીલ પર સુપ્રીમ કોર્ટે પણ સહમતિ દર્શાવી. બંધારણીય બેન્ચે કહ્યું કે એટોર્ની જનરલે આ બહુ વાજબી પગલું ઉઠાવ્યું છે.

   - ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 15 ડિસેમ્બરના રોજ આધાર લિંક કરાવવાની ડેડલાઇન 31 માર્ચ સુધી વધારી દીધી હતી.

  • એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું સરકાર પહેલા પણ આધારની ડેડલાઇન વધારી ચૂકી છે અને તેને ફરીથી વધારવામાં સરકારને કોઇ વાંધો નથી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું સરકાર પહેલા પણ આધારની ડેડલાઇન વધારી ચૂકી છે અને તેને ફરીથી વધારવામાં સરકારને કોઇ વાંધો નથી.

   નવી દિલ્હી: સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેઓ અલગ-અલગ સર્વિસિઝ અને વેલફેર સ્કીમ્સને આધાર સાથે લિંક કરવાની 31 માર્ચની ડેડલાઇન આગળ વધારી શકે છે. કેન્દ્રએ કહ્યું કે આધાર સાથે જોડાયેલા મામલાની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી ખતમ થવામાં હજુ સમય છે, એટલે સરકાર આ ડેડલાઇન વધારી શકે છે.

   કઇ બેન્ચ કરી રહી છે સુનાવણી?

   - આધાર સાથે જોડાયેલા મામલા પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સુનાવણી કરી રહી છે. બેન્ચની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા કરી રહ્યા છે. બેન્ચમાં જસ્ટિસ એ.કે. સીકરી, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણ છે.

   સુપ્રીમ કોર્ટમાં કેમ ચાલી રહ્યો છે મામલો?

   - આધારને અનિવાર્ય કરવાની વાતને પડકારતી ઘણી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ છે. આ અરજીઓમાં આધાર ઍક્ટની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી છે.

   અરજદારોના વકીલે શું કહ્યું?

   - આધારને પડકારતી પિટિશન્સ દાખલ કરનારા વકીલ શ્યામ દીવાને મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને કહ્યું કે 31 માર્ચની ડેડલાઇનને વધારવી જોઇએ કારણકે ત્યાં સુધી અરજીઓ પર સુનાવણી પૂરી થવાની સંભાવના નથી. સાથે જ, જો 31 માર્ચની ડેડલાઇન કાયમ રહે તો તેની અસર દેશભરમાં પડશે. ઘણા સંસ્થાનોએ પોતાને આ ડેડલાઇનના હિસાબથી એડજસ્ટ થવું પડશે.

   જજે પણ કહ્યું- બેન્કોને સમય નહીં મળે

   - આધારની ડેડલાઇન વધારવાની દલીલો પર જસ્ટિસ ચંદ્રચૂડે પણ કહ્યું કે જો આ કોર્ટ 20 માર્ચ સુધી ફેંસલો આપી દે છે, તોપણ બેન્કો અને અન્ય સંસ્થાનો પાસે 10 જ દિવસ રહેશે. પરિણામે તેમના માટે મુશ્કેલીઓ ઊભી થશે.

   - ત્યારબાદ બેન્ચે એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલને આ મુદ્દે મદદ માટે બોલાવ્યા.

   સરકાર તરફથી શું કહેવામાં આવ્યું?

   - વેણુગોપાલે કહ્યું કે અમે પહેલા પણ ડેડલાઇન વધારી છે અને અમે તેને એકવાર ફરી વધારી શકીએ છીએ. અમે આ મહિનાના અંતમાં ડેડલાઇન વધારી શકીએ છીએ જેથી પિટિશનર્સ પોતાની દલીલ રજૂ કરી શકે.

   - ડેડલાઇન વધારવાની એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલની દલીલ પર સુપ્રીમ કોર્ટે પણ સહમતિ દર્શાવી. બંધારણીય બેન્ચે કહ્યું કે એટોર્ની જનરલે આ બહુ વાજબી પગલું ઉઠાવ્યું છે.

   - ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 15 ડિસેમ્બરના રોજ આધાર લિંક કરાવવાની ડેડલાઇન 31 માર્ચ સુધી વધારી દીધી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Deadline for Adhaar linking can be extended said Centre to Supreme Court
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `