Home » National News » Desh » Deadbody of grandson of former councilor found from disposal well in Jalandhar

દાદાએ કહ્યું- હોય ન હોય મારો પૌત્ર આ જ કૂવામાં છે, તપાસ કરતા નીકળી 9 વર્ષના માસૂમની લાશ

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 11:35 AM

પૂર્વ કાઉન્સેલર કસ્તૂરીલાલના 9 વર્ષના પૌત્રની લાશ ઘરથી 100 મીટર દૂર 20 ફૂટ ઊંડા ડિસ્પોઝલ માંથી મળી છે

 • Deadbody of grandson of former councilor found from disposal well in Jalandhar
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  દીકરાની લાશ જોઇને મા બેભાન થઇ ગઇ હતી.

  જલંધર: શહીદ ભગતસિંહ કોલોનીમાં રહેતા પૂર્વ કાઉન્સેલર કસ્તૂરીલાલના 9 વર્ષના પૌત્ર રાહુલ ઉર્ફ આશુની લાશ ઘરથી 100 મીટર દૂર સુએજના 20 ફૂટ ઊંડા ડિસ્પોઝલ (ગંદું પાણી ભેગું થવાનું સ્થાન) માંથી મળી છે, જેમાં આશરે 12 ફૂટ પાણી હતું. આશુની સાયકલ કૂવાની પાસે જ ઊભેલી મળી હતી. પોસ્ટમોર્ટમથી ક્લિયર થયું છે કે રાહુલનું મોત ડૂબી જવાને કારણે થયું છે. તેના શરીરમાંથી ગંદું પાણી નીકળ્યું છે. શરીર પર ઇજાના કોઇ નિશાન ન હતા. પોલીસ કમિશ્નર પી.કે. સિંહાએ પણ કહ્યું- રાહુલનું મોત ડૂબવાથી થયું છે.

  કૂવા પાસેથી મળી હતી સાયકલ

  - પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે રાહુલ પોતે આ અકસ્માતનો શિકાર થયો કે પછી કોઇએ તેને ધક્કો માર્યો છે. રાહુલ છેલ્લીવાર બપોરે 2 વાગીને 20 મિનિટે સીસીટીવીમાં જોવામાં આવ્યો હતો.

  - ત્રણ વાગે તેની સાયકલ દાદીને કૂવાની પાસેથી મળી હતી. ઉલ્લેખનીય છે કે કાઉન્સેલરનો 9 વર્ષનો પૌત્ર બુધવારે બપોરે 2 વાગે ઘરે આવ્યો હતો.
  - કપડા બદલ્યા વગર તે નવી સાયકલ લઇને ફરવા નીકળી ગયો પરંતુ પાછો ફર્યો નહીં. પોલીસે અપહરણનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
  - આશુની લાશનું પોસ્ટમોર્ટમ ડૉ. રાકેશ ચોપડા, ડૉ. તરસેમ લાલ અને ડૉ. ભૂપિંદર કૌરના ત્રણ મેમ્બરના બોર્ડે કર્યું.
  - શરીર પર ઇજાના કોઇ નિશાન ન હતા. રાહુલ સ્કૂલમાં લંચ કર્યું અન તેના શરીરમાંથી અડધો પચેલો ખોરાક મળ્યો છે.

  દાદા કહેતા રહ્યા- હોય ન હોય મારો પૌત્ર અહીંયા જ છે

  - આશુને ગાયબ થયે 23 કલાક પસાર થઇ ચૂક્યા હતા. કોઇ કડી મળી નહીં. દાદા બોલ્યા- પૌત્ર રેલવે લાઇન સુધી ન જઇ શકે. હોય ન હોય મારો પૌત્ર અહીંયા જ છે. એકવાર ફરી કૂવો ચેક કરાવો.

  - ધારાસભ્યએ નિગમની એક નહેરની પાસે આવેલા કૂવામાં તપાસ શરૂ કરી પરંતુ રાહુલ ન મળ્યો. દાદા શાંતિથી બધું જોઇ રહ્યા હતા અને અહીંયાથી જ સાયકલ મળી હતી.
  - આખરે તે જ ડિસ્પોઝલ કૂવાની અંદર બે કર્મચારીઓને ઉતારવામાં આવ્યા. બંનેએ શોધ શરૂ કરી તો એક કર્મચારીનો પગ રાહુલના હાથ સાથે અથડાયો અને શબ ઉપર આવી ગયું. 15 મિનિટમાં દોરડું બાંધીને લાશને બહાર કાઢવામાં આવી. પછી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી.

  આગળની સ્લાઇડમાં વાંચો, કૂવાની પાસે સૌથી પહેલા દાદીએ જોઇ હતી સાયકલ

 • Deadbody of grandson of former councilor found from disposal well in Jalandhar
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  દીકરાની સલામતી માટે રામાયણ પાઠ કરતી મા.

  કૂવાની પાસે સૌથી પહેલા દાદીએ જોઇ હતી સાયકલ

   

  - દાદીએ જણાવ્યું કે બુધવારે બપોરે તે કિચનમાં હતી ત્યારે રાહુલ સ્કૂલેથી આવતા જ બેગ ફેંકીને સાયકલ લઇને જતો રહ્યો. તેમણે બૂમ પાડી પણ તે દરમિયાન તેની મમ્મી આવી ગઇ. 

  - થોડીવાર પછી રાહુલ જ્યારે પાછો ન ફર્યો તો તેની શોધ શરૂ થઇ. દાદીએ સૌથી પહેલા કૂવા પાસે સાયકલ જોઇ હતી. 

   

  આગળની સ્લાઇડમાં વાંચો, સીસીટીવીમાં બુધવારે છેલ્લીવાર જોવા મળ્યો રાહુલ

   

   

 • Deadbody of grandson of former councilor found from disposal well in Jalandhar
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  આશુનું શબ જોઇને રડતા પિતા અને દાદા.

  સીસીટીવીમાં બુધવારે છેલ્લીવાર જોવા મળ્યો રાહુલ

   

  - પિતા બોલ્યા- રાહુલ સ્કૂલેથી આવતાની સાથે જ જૂની સાયકલ ચલાવતો હતો અને 15 મિનિટમાં પાછો ફરતો હતો. એક દિવસ દાદાને કહ્યું મને નવી સાયકલ જોઇએ છે.

  - દાદાએ કહ્યું- પહેલા 80 ટકા માર્ક્સ લઇ આવ. 27 માર્ચના રોજ રિઝલ્ટ આવ્યું તો રાહુલે દાદાને કહ્યું- ચાલો નવી સાયકલ અપાવો. 
  - દાદા અને પિતા મકસૂદાં ચોક પાસે આવેલા શૉરૂમમાં ગયા. રાહુલે બ્લૂ રંગની સાયકલ પસંદ કરી. જૂની સાયકલ કોઇને આપી દીધી. બુધવાર સુધી દીકરાએ નવી સાયકલ ચલાવી. 

  ડ્યૂટી પહેલા ચાલ્યો હયો હતો

  - ડિસ્પોઝલ પાસે કામ કરતો નિગમનો કર્મચારીએ જણાવ્યું કે તેની ડ્યૂટી સવારે 9થી સાંજ સુધી હોય છે, પરંતુ તે દિવસે તેને કામ હોવાને કારણે તે બપોરે એક વાગે જ નીકળી ગયો હતો. 

   

  આગળની સ્લાઇડમાં વાંચો, પરિવારને હત્યાની શંકા

   

   

 • Deadbody of grandson of former councilor found from disposal well in Jalandhar
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  રાહુલ ઉર્ફ આશુ

  પરિવારને હત્યાની શંકા

   

  - પિતાએ કહ્યું- પિતા નરિંદર શર્માએ કહ્યું કે તેમના દીકરાની એક કાવતરા હેઠળ હત્યા થઇ છે. તેમણે કોઇના પર સીધી શંકા જાહેર નથી કરી. પરંતુ બોલ્યા- પોલીસ હત્યારાને શોધી રહી છે જેથી કોઇ અન્યના દીકરા સાથે આવું ન થાય.     

  - શર્મા બોલ્યા, દીકરો ક્યારેય તે કૂવા પાસે નહોતો જતો. કૂવો જોઇને જ તેને ડર લાગે છે. હું પોતે ત્યાં ઘણા વખત પછી ગયો. દીકરો ત્યાં કેવી રીતે જઇ શકે છે? શર્માએ આશંકા દર્શાવી કે દીકરાને કૂવામાં ફેંકવામાં આવ્યો છે.   

  - શર્માએ કહ્યું કે તે કેન્દ્રીય વિદ્યાલય-4માં સ્પોર્ટ્સ ટીચર છે અને પત્ની ઉપાસના પણ ટીચર છે. - તેમણે કહ્યું-  અમને લાગતું હતું કે દીકરાનું અપહરણ થયું છે એટલે ઘરના તમામ આઠ મોબાઇલ ફોન ચાર્જિંગ પર લગાવી દીધા હતા જેથી કિડનેપરનો કોલ આવે તો તેને અટેન્ડ કરી શકાય. દીકરાને બધા નંબર યાદ હતા. આખી રાત નીકળી ગઇ પણ કોઇ કોલ આવ્યો નહીં.

   

  આગળની સ્લાઇડમાં વાંચો, કાકા બોલ્યા- અજાણ્યા નંબરથી બે ફોન આવ્યા

   

   

 • Deadbody of grandson of former councilor found from disposal well in Jalandhar
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  સીસીટીવીમાં બુધવારે બપોરે છેલ્લીવાર જોવા મળ્યો હતો.

  કાકા બોલ્યા- અજાણ્યા નંબરથી બે ફોન આવ્યા

   

  - કાકા જોગિંદરપાલે કહ્યું કે બુધવારે રાતે લગભગ સવા આઠ વાગે પરિવારના ફોન પર અજાણ્યા નંબરથી બે વાર કોલ આવ્યા. ડિસ્પોઝલથી મોડી રાતે પાણી કાઢવામાં આવ્યું, પરંતુ બોડી મળ્યું નહીં. 

  - રાતે બે વાગ્યા પછી બધા ચાલ્યા ગયા હતા. બની શકે છે કે ઓળખાઇ જવા પર હત્યારાઓએ બે વાગ્યા પછી બાળકને કૂવામાં ફેંક્યું હોય.

   

  આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

 • Deadbody of grandson of former councilor found from disposal well in Jalandhar
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આ રીતે લાશને કાઢી કૂવામાંથી બહાર.
 • Deadbody of grandson of former councilor found from disposal well in Jalandhar
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  એક કર્મચારીનો પગ રાહુલના હાથ સાથે અથડાયો અને શબ ઉપર આવી ગયું. 15 મિનિટમાં દોરડું બાંધીને લાશને બહાર કાઢવામાં આવી.
 • Deadbody of grandson of former councilor found from disposal well in Jalandhar
  દીકરાનું શબ જોઇને રડીરડીને બેહાલ થઇ માતા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ