ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કુમાર વિશ્વાસે માફી માગ્યા પછી જેટલી કેસ પરત લેવા તૈયાર| DDCA Defamation Case Kumar Vishwas Wrote To Arun Jaitley Tendering Apology

  DDCA માનહાનિ કેસ: કુમારે માફી માગ્યા પછી જેટલી કેસ પરત લેવા તૈયાર

  divyabhaskar.com | Last Modified - May 28, 2018, 03:15 PM IST

  2015માં મુખ્યમંત્રી કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના 5 નેતાઓએ ડીડીસીએમમાં કથિત કૌભાંડનો આરોપ લગાવ્યો હતો
  • DDCA માનહાનિ કેસ: કુમારે માફી માગ્યા પછી જેટલી કેસ પરત લેવા તૈયાર
   DDCA માનહાનિ કેસ: કુમારે માફી માગ્યા પછી જેટલી કેસ પરત લેવા તૈયાર

   નવી દિલ્હીઃ દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) માનહાનિ કેસમાં આપ નેતા કુમાર વિશ્વાસે પણ અરૂણ જેટલીની માફી માંગી લીધી છે. તેઓએ સોમવારે જેટલીના વકીલોને માફીનામું સોંપ્યું. વકીલોના જણાવ્યા મુજબ, નાણા મંત્રીએ તેનો સ્વીકાર કરી લીધો છે. અગાઉની સુનાવણીમાં વિશ્વાસે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે તેઓએ કેજરીવાલ અને પાર્ટી નેતાઓ પાસેથી મળેલી જાણકારીના આધારે જેટલી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2015માં મુખ્યમંત્રી કેજરીવાલ સહિત 5 AAP નેતાઓએ ડીડીસીએમાં કથિત ગોટાળાને લઈને અરૂણ જેટલી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેને લઈને જેટલીએ 10 કરોડના સિવિલ અને અપરાધિક માનહાનિના કેસ દાખલ કર્યા હતા. થોડા દિવસો પહેલા 4 નેતાઓએ માફી માંગતા નાણા મંત્રીએ કેસ પરત લઈ લીધો હતો.

   કુમારે કહ્યું હતું- મામલાને લંબાવવામાં મારો કોઈ રસ નથી


   - 3 મેના રોજ હાઈકોર્ટમાં રજૂ થયેલા વિશ્વાસે કહ્યું હતું કે, અરુણ જેટલીની માફી માગતા પહેલા જાણવા માંગું છું કે શું કેજરીવાલ મને ખોટું બોલ્યા હતા કે તેમની પાસે જેટલીની વિરુદ્ધ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા પુરાવા તરીકે દસ્તાવેજ છે.
   - તેની પર જેટલીના વકીલે કહ્યું હતું કે વિશ્વાસને પણ અન્ય લોકોની જેમ વગર શરતે માફી માગવી જોઈએ. તેની પર જસ્ટિસ આરએસ એંડલોએ વિશ્વાસને પૂછ્યું કે શું તેમને માફી માગવાને લઈને કોઈ પ્રકારની પરેશાની છે.
   - તેની પર કુમાર વિશ્વાસે કહ્યું કે, જેટલીની વિરુદ્ધ આપેલા નિવેદન AAP નેતાઓ તરફથી મળેલી જાણકારીના આધારે હતા. જો તેનાથી જેટલીની છબી ખરાબ થઈ છે તો તેનાથી મને ખેદ છે. પણ મેં તો માત્ર કેજરીની વાતોનું અનુસરણ કર્યું હતું. માનહાનિ કેસના નિરાકરણ માટે મને થોડોક સમય જોઈએ. મામલાને વ્યક્તિગત રીતે આગળ ખેંચવામાં મને કોઈ રસ નથી.

   કેજરીવાલ સહિત 4 AAP નેતાઓએ પહેલા માંગી માફી


   - માનહાનિ કેસમાં કુમાર વિશ્વાસને છોડીને અરવિંદ કેજરીવાલ, રાઘવ ચડ્ઢા, સંજય સિંહ, આશુતોષ અને દીપક વાજપેયીએ 2 એપ્રિલને નાણા મંત્રીની માફી માંગી લીધી હતો. ત્યારબાદ તેમની વિરુદ્ધ કેસ પરત ખેંચી લેવામાં આવ્યો હતો. માત્ર કુમાર વિશ્વાસની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો હતો.

   ડીડીસીએ માનહાનિ મામલો શું છે?


   - 2015માં અરવિંદ કેજરીવાલ સહિત AAPના અનેક નેતાઓએ નાણા મંત્રી જેટલીની વિરુદ્ધ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમનો આરોપ હતો કે જેટલીએ 13 વર્ષ સુધી દિલ્હીના ક્રિકેટ બોડી (ડીડીસીએ) પ્રેસિડન્ટના હોદ્દા પર હતા ત્યારે ગોટાળો કર્યો હતો.
   - અનેક દિવસ સુધી AAP નેતાઓએ જેટલીની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કેમ્પેન ચલાવ્યું હતું. આ દરમિયાન નાણા મંત્રીએ અનેક દિવસો સુધી આરોપોને નકાર્યા હતા. બાદમાં કેજરીવાલ, સંજય સિંહ, આશુતોષ, કુમાર વિશ્વાસ અને રાઘવ ચડ્ઢા પર સિવિલ અને અપરાધિક માનહાનિના અલગ-અલગ બે કેસ ફાઇલ કર્યા અને 10-10 કરોડ વળતરની માંગ કરી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કુમાર વિશ્વાસે માફી માગ્યા પછી જેટલી કેસ પરત લેવા તૈયાર| DDCA Defamation Case Kumar Vishwas Wrote To Arun Jaitley Tendering Apology
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `