ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Dawood Ibrahim want to return India if Government accept their conditions said Lawyer Keswani

    ભારત આવીને સરન્ડર કરવા માંંગે છે દાઉદ, આર્થર રોડ જેલમાં રહેવાની ઈચ્છા

    Divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 11:42 AM IST

    એક ક્રિમિનલ લોયરનો દાવો છે કે 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટના આરોપી દાઉદ ઈબ્રાહિમ કાસકર ભારત પરત ફરવા માંગે છે.
    • દાઉદે કહ્યું છે કે જો તે પરત ફરશે તો તેને મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટી ઝોનમાં જ રાખવામાં આવે- વકીલ કેસવાનીનો દાવો (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      દાઉદે કહ્યું છે કે જો તે પરત ફરશે તો તેને મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટી ઝોનમાં જ રાખવામાં આવે- વકીલ કેસવાનીનો દાવો (ફાઈલ)

      ઠાણેઃ એક ક્રિમિનલ લોયરનો દાવો છે કે 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટના આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કાસકર ભારત પરત ફરવા માગે છે. પરંતુ તેને આ માટે કેટલીક શરતો રાખી છે જે સરકારને મંજૂર નથી. આવો દાવો કરનાર વકીલ છે શ્યામ કેસવાની, જેઓ ગેરકાયદેસરની એક વસૂલીના કેસમાં દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો કેસ લડી રહ્યાં છે. તેઓએ ઠાણેની કોર્ટની બહાર મીડિયા સાથે વાતચીતમાં આમ કહ્યું હતું.

      આર્થર સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટીમાં રહેવા માગે છે દાઉદ

      - ન્યૂઝ એજન્સીના સમાચાર મુજબ વકીલ કેસવાનીએ જણાવ્યું કે, "દાઉદે કહ્યું છે કે જો તે પરત ફરશે તો તેને મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં હાઈ સિક્યોરિટી ઝોનમાં જ રાખવામાં આવે."
      - દાઉદે આ પ્રકારની ઈચ્છા જાણીતા વકીલ રામ જેઠલમાનીને પણ થોડાં સમય પહેલાં જણાવી હતી. પરંતુ હકિકત એ છે કે સરકાર દાઉદની કોઈજ શરત માનશે નહીં.
      - જણાવી દઈએ કે આર્થર રોડ સેન્ટ્રલ જેલ તે જેલ છે જ્યાં મુંબઈ હુમલા દરમિયાન પકડાયેલાં પાકિસ્તાની આતંકી અજમલ કસાબને લગભગ સાડા ચાર વર્ષ સુધી રાખવામાં આવ્યો હતો. જે બાદ તેને ફાંસી અપાઈ હતી.

      આર્થર રોડ જેલમાં કેમ રહેવા માગે છે ડોન ?

      - અહીં જાણ કરવાની કે આર્થર રોડ જેલ દુનિયાની સુરક્ષિત જેલોમાંથી એક છે. આ જેલમાં આતંકી કસાબને પણ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત અનેક નામી-અનામી ગુનેગારો પણ આ જેલમાં જ છે.
      - આર્થર રોડ જેલમાં જિમ અને લાયબ્રેરીની સુવિધા છે. આ ઉપરાંત અંડર ટ્રાયલ કેદીઓ માટે ટૂંક સમયમાં હાઈ ટેકનોલોજીવાળું જિમ શરૂ થવાનું છે.
      - અહીં વર્કઆઉટ કરવા માટે સારી ટેકનોલોજી લગાવામાં આવી છે. આ જેલનું જિમ અન્ય જેલથી ઘણું જ અલગ છે. આ ઉપરાંત જિમમાં બે પ્રોફેશનલ ટ્રેનર્સ પણ તૈનાત કરવામાં આવશે.
      - સુરક્ષા એજન્સી અને ગુનાની દુનિયાના જાણકાર વકીલોનું કહેવું છે કે સંભવત દાઉદ આર્થર જેલની શરત સુરક્ષા અને સુવિધાને કારણે જ રાખી હોય શકે છે.

      રાજ ઠાકરેએ પણ કર્યો હતો આવો જ દાવો

      - ગત સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેએ પોતાના ફેસબુક પેજના લોન્ચિંગ દરમિયાન દાવો કર્યો હતો કે, " દાઉદ ભારત આવવા માગે છે. ભાજપના લોકો તેના કોન્ટેક્ટમાં છે. જો દાઉદ પરત ફરે છે તો ભાજપ તેનો ઉપયોગ વોટ માટે કરી શકે છે."

      બેગર્સ હેવ નો ચોઈસ- ઉજ્જવલ નિકમ

      - દાઉદના પરત આવવાની વાતોનું ખંડન કરતાં વકીલ ઉજ્જવલ નિકમે જણાવ્યું કે, "દાઉદના વકીલને કોણે જણાવ્યું કે તે આત્મસમર્પણ કરવા માગે છે. જો દાઉદે પોતાના વકીલનો સંપર્ક કર્યો તો આપણી તપાસ એજન્સીઓએ તે અંગેની તપાસ કરવી જોઈએ."
      - ઉજ્જવલ નિકમે દાઉદના સરન્ડરની વાત અફવા ગણાવી છે સાથે જ કહ્યું કે, "જો આ વાત સાચી માનીએ તો પણ ડોન કાયદાની નજરે આરોપી છે. તેના માટે ઈન્ડિયામાં બેગર્સ હેવ નો ચોઈસ જેવી સ્થિતિ છે."

      પાકિસ્તાનમાં છે દાઉદ

      - દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છે અને અલગ અલગ શહેરોમાં તેના ચાર-પાંચ ઘર છે. આ ખુલાસો દાઉદના ભાઈ ઈકબાલ કાસકરે ગત વર્ષે પોલીસને આપેલાં એક નિવદેન દરમિયાન કર્યો હતો.
      - કાસકરે પોલીસને તેમ પણ જણાવ્યું હતું કે દાઉદ ઈબ્રાહિમની પત્ની મેહઝબીન 2016માં પોતાના પિતાને મળવા મુંબઈ આવી હતી.
      - કાસકરે પૂછપરછમાં જણાવ્યું હતું કે દાઉદ પાકિસ્તાનમાં પોતાના ઠેકાણાંઓ બદલતો રહે છે. ફોન ટેપિંગના ડરથી દાઉદ ઈન્ડિયામાં પોતાના સંબંધીઓ સાથે વાત કરવાનું પણ ટાળે છે.

      આગળની સ્લાઈડ જોવા માટે ક્લીક કરો

    • વકીલ શ્યામ કેસવાની, જેઓ ગેરકાયદેસરની એક વસૂલીના કેસમાં દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો કેસ લડી રહ્યાં છે (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      વકીલ શ્યામ કેસવાની, જેઓ ગેરકાયદેસરની એક વસૂલીના કેસમાં દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો કેસ લડી રહ્યાં છે (ફાઈલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Dawood Ibrahim want to return India if Government accept their conditions said Lawyer Keswani
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `