Home » National News » Latest News » National » અરબાઝ ખાનના સંબંધ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે જોડાતાં દેખાય રહ્યાં છે | Arbaaz Khan connection with underworld don Dawood Ibrahim?

ખાન બંધુઓનું દાઉદ કનેકશન? D ગેંગ સાથે અરબાઝના પણ સંબંધો ખૂલ્યાં

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 05:44 PM

સલમાન ખાન બાદ તેનો ભાઈ અરબાઝ ખાન વિવાદમાં સપડાયો છે. અરબાઝના સંબંધ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે જોડાયાં છે.

 • અરબાઝ ખાનના સંબંધ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે જોડાતાં દેખાય રહ્યાં છે | Arbaaz Khan connection with underworld don Dawood Ibrahim?
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  એકટર સલમાન ખાન બાદ તેનો ભાઈ અરબાઝ ખાન વિવાદમાં સપડાયો છે (ફાઈલ)

  નેશનલ ડેસ્કઃ એકટર સલમાન ખાન બાદ તેનો ભાઈ અરબાઝ ખાન વિવાદમાં સપડાયો છે. અરબાઝ ખાનના સંબંધ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે જોડાતાં દેખાય રહ્યાં છે. શનિવારે અરબાઝની થાણે ક્રાઈમ બ્રાંચમાં IPLમાં સટ્ટાબાજી અંગે પૂછપરછ કરાઈ હતી, જેમાં તેને છ વર્ષથી સટ્ટો કરતો હોવાનું કબૂલ્યું છે. સટ્ટાખોર સોનૂ જાલાન ઉર્ફે સોનૂ બાટલાની ધરપકડ બાદ એન્ટી એક્સટોર્શન સેલે IPL સટ્ટાબાજીમાં તેની પૂછપરછ કરી હતી. સોનૂના સંબંધ અનેક માફિયાઓ સાથે હોવાનું જણાવાઈ રહ્યું છે જેમાં દાઉદ ઈબ્રાહિમ કાસકસનું નામ પણ સામેલ છે.

  અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે જોડાયેલાં છે તાર


  - સોનૂ જાલાનના તાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલાં છે.
  - સોનૂ જાલાન મેચનો સટ્ટો ખેલવા એક સોફ્ટવેર ચલાવે છે, તે સોફ્ટવેરની મદદથી જ મેચોની સટ્ટાબાજી કરે છે.
  - પોલીસની પકડમાં આવેલા સોનૂએ જણાવ્યું કે તેને IPL મેચમાં સટ્ટાબાજી કરવા માટે શ્રીલંકાના એક ખેલાડીનો સંપર્ક કર્યો હતો અને તેને 10 કરોડ રૂપિયા આપ્યા હતા.

  અરબાઝને બ્લોકમેલ કરી રહ્યો હતો


  - પોલીસના જણાવ્યા મુજબ અરબાઝ સટ્ટામાં મોટી રકમ લગાવતો હતો.
  - પોલીસને સોનૂએ જણાવ્યું કે અરબાઝ ખાન પાસેથી તે પોતાની લેણી નીકળતી રકમ માગી રહ્યો હતો. ત્યારે આ રકમને લઈને અરબાઝ અને સોનૂ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. કેમકે અરબાઝ સોનૂને પૈસા આપતો ન હતો.
  - જે બાદ સોનૂએ અરબાઝને ધમકી આપી હતી કે જો તે તેના પૈસા પરત નહીં કરે તો તેનું નામ પબ્લિક કરી દેશે.
  - જોકે મોટો સવાલ તે થઈ રહ્યો છે કે બોલિવુડની આ મોટી હસ્તીઓના સંબંધ સોનૂ જાલાનની સાથે કઈ રીતે થયા? એક સામાન્ય સટ્ટેબાજ સલમાન ખાનના ભાઈને ધમકી આપવાની હિંમત કઈ રીતે રાખી શકે છે? પરંતુ આ સવાલોના જવાબ પાછળ D ગેંગ છે અને તે દિશામાં જ પોલીસ તપાસ કરી રહી છે.

  આગળ વાંચો દાઉદ અને સલમાનના સંબંધો?

 • અરબાઝ ખાનના સંબંધ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે જોડાતાં દેખાય રહ્યાં છે | Arbaaz Khan connection with underworld don Dawood Ibrahim?
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  સલમાન ખાનનો એક ફોટો પણ ભારે વાયરલ થયો હતો. જો કે આ ફોટો કેટલો સાચો છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ (ફાઈલ)

  દાઉદ અને સલમાનના સંબંધ


  - કહેવાય છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને બે વસ્તુનો શોખ વધારે રહ્યો છે એક છે બોલિવુડ અને બીજું છે ક્રિકેટ.તેમાં પણ દાઉદ ઈબ્રાહિમ અને બોલિવુડ વચ્ચે ઘણાં જૂનાં સંબંધ રહ્યાં છે. 
  - આ સંબંધોની અસરને પગલે ઘણાં બોલિવુડ સ્ટાર્સ ફંસાયા છે. ત્યારે અરબાઝનું નામ દાઉદ ટોળકી સાથે ઉછળે તે કોઈ નવી વાત નથી.
  - અરબાઝ પહેલાં તેના ભાઈ સલમાન ખાનનો એક ફોટો પણ ભારે વાયરલ થયો હતો. જો કે આ ફોટો કેટલો સાચો છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ. 
  - કારણ કે ફોટામાં સલમાન સાથે દેખાતો શખ્સ દાઉદ જ છે કે તેના જેવો દેખાતો કોઈ શખ્સ તે અંગે અવઢવ છે.
  - તો વળી સલમાનની ફિલ્મ ચોરી ચોરી ચુપકે રિલીઝ થઈ તે સમયે પણ સમાચારો આવ્યાં હતા આ ફિલ્મમાં દાઉદના પૈસા લગાડવામાં આવેલા છે. 
  - આ ફિલ્મને લઈને સલમાન અને દાઉદનું કનેકશન ચર્ચામાં રહ્યું હતું. 

   

  આગળ વાંચો સટ્ટાબાજી શરૂ કરવા અંગે અરબાઝે શું કહ્યું?

 • અરબાઝ ખાનના સંબંધ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે જોડાતાં દેખાય રહ્યાં છે | Arbaaz Khan connection with underworld don Dawood Ibrahim?
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  અરબાઝના જણાવ્યા મુજબ તે પારિવારિક તણાવના કારણે સટ્ટાબાજીમાં સામેલ થયો હતો

  તણાવમાં શરૂ કરી સટ્ટાબાજી


  - અભિનેતા અરબાઝને પૂછપરછમાં જણાવ્યું કે તેનો પરિવાર હંમેશા સટ્ટો લગાવવા માટે ના પાડતા હતા. પરિવારના લોકો આ કામને ખોટું ગણતા હતા. પરંતુ શોખના કારણે ક્રિકેટ મેચમાં કરોડો રૂપિયાનો ખેલ ખેલતો હતો.
  - અરબાઝના જણાવ્યા મુજબ તે પારિવારિત તણાવના કારણે સટ્ટાબાજીમાં સામેલ થયો હતો. કેમકે તેના અંગત જીવનમાં ઘણો ઉતાર-ચડાવ હતો અને પત્ની મલાઈકા અરોડા સાથે તલાકનું એક કારણ સટ્ટાબાજી જ માનવામાં આવે છે. કેમકે મલાઈકા હંમેશાથી સટ્ટો કરવાની મનાઈ કરતી હતી. 


  આગળ વાંચો સલમાને અરબાઝને કેમ મારવાનો હતો થપ્પડ?

 • અરબાઝ ખાનના સંબંધ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે જોડાતાં દેખાય રહ્યાં છે | Arbaaz Khan connection with underworld don Dawood Ibrahim?
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સૂત્રોનું માનીએ તો નાના ભાઈ અરબાઝ ખાનની સટ્ટાબાજીની આદતથી સલમાન ખાન પરેશાન થઈ ગયો હતો (ફાઈલ)

  જ્યારે ગુસ્સે થઈ સલમાન અરબાઝને મારવાનો હતો થપ્પડ


  - સૂત્રોનું માનીએ તો નાના ભાઈ અરબાઝ ખાનની સટ્ટાબાજીની આદતથી સલમાન ખાન પરેશાન થઈ ગયો હતો. તેણે ઘણીવાર અરબાઝને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અસફળ રહ્યો. 
  - સટ્ટાના કારણે અરબાઝ પર ઘણી ઉધારી થઈ ગઈ હતી. રકમ નહીં ચૂકાવવાના કારણે સટ્ટોડીયા ફોન કરતા હતા અને અરબાઝ રિપ્લાય નહોતો કરતો. તેથી સટ્ટોડીયા મલાઇકાને ફોન કરીને ઉઘરાણી કરતા હતા. તેના કારણે મલાઇકા હેરાન થઈ ગઈ હતી અને બંને વચ્ચે ઝઘડા વધતા ગયા.
  - આજ પ્રકારની ઘટના ફરી બની તો સલમાન પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યો અને તે અરબાઝને લાફો મારવા ઊભો થયો. પરંતુ પરિવારે વચ્ચે પડી સલમાનને આવું કરતા રોકી દીધો.

   

  આગળ વાંચો મલાઈકા સાથેના સંબંધ કેમ તૂટ્યા?

 • અરબાઝ ખાનના સંબંધ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે જોડાતાં દેખાય રહ્યાં છે | Arbaaz Khan connection with underworld don Dawood Ibrahim?
  અરબાઝ ખાન અને મલાઈકા અરોડાના 20 વર્ષનું લગ્નજીવન તૂટવાના સમાચાર બાદ લોકોમાં આશ્ચર્ય થયું હતું (ફાઈલ)

  સટ્ટાના કારણે જ 20 વર્ષ બાદ તૂટ્યું લગ્નજીવન


  - અરબાઝ ખાન અને મલાઈકા અરોડાના 20 વર્ષનું લગ્નજીવન તૂટવાના સમાચાર બાદ લોકોમાં આશ્ચર્ય થયું હતું કે અંતે કેમ આ પરફેક્ટ જોડીને એકબીજાથી અલગ થવું પડ્યું.
  - ત્યારે તલાકના 2 વર્ષ બાદ આ વાતનો ખુલાસો થયો છે કે મલાઈકા અને અરબાઝને અલગ થવા પાછળ અરબાઝ ખાનની સટ્ટાની કુટેવ હતી. 
  - વર્ષ 2016માં મલાઈકા અને અરબાઝ વચ્ચે છૂટાછેડાં થયા હતા ત્યારે અરબાઝે મલાઈકાને ડિવોર્સ સેટલમેન્ટના 10 કરોડ રૂપિયા આપ્યાં હોવાની માહિતી છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ