દીકરીના દુ:ખે દુખી થઈ પિતાએ કરી લીધી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું- દીકરીને જાનવરોની જેમ રાખતાં

દીકરીએ કહ્યું- આર્મી કેપ્ટન પતિ રજામાં ઘરે આવતાં જ કરતો માર-ઝૂડ

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 04:02 PM
father commit suicide because daughter was mentally and physically disturbed by in-laws

સાસરી પક્ષે કોઈ પણ વાત માનવા અને સાંભળવાની ના પાડી દીધી હતી. તેના કારણે ટેન્શનમાં આવેલા રેલવે ડીએમડબ્લ્યુમાં ગ્રેડ-1 ટેક્નીશિયલ જગરુપ સિંહે રવિવારે બપોરે બાથરુમમાં આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસ શરૂ

પટિયાલા: સાસરીમાં દીકરીનું માનસિક અને શારીરિક રીતે શોષણ કરવામાં આવતું હતું. તેની સુનાવણી શુક્રવારે મહિલા પોલીસ સેલમાં થઈ હતી. સાસરી પક્ષે કોઈ પણ વાત માનવા અને સાંભળવાની ના પાડી દીધી હતી. તેના કારણે ટેન્શનમાં આવેલા રેલવે ડીએમડબ્લ્યુમાં ગ્રેડ-1 ટેક્નીશિયલ જગરુપ સિંહે રવિવારે બપોરે બાથરુમમાં આત્મહત્યા કરી લીધી હતી. અર્બન એસ્ટેટ ફેઝ-2માં રહેતા 52 વર્ષના જગરુપે એક પેજમાં આત્મહત્યાનું કારણ પણ લખ્યું છે. પોલીસે તેમની દીકરી નીકિતાના નિવેદનના આધારે ફરિયાદ નોંધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાસરી પક્ષે નીકિતા પર આરોપ લગાવવાની શરૂઆત કરી દીધી હતી. ફરિયાદનો ઉકેલ આવતો ન દેખાતા તેમણે વુમન સેલમાં તેની ફરિયાદ કરી હતી.

સુસાઈડ નોટ... રેલવેના ગ્રેડ-1 ટેક્નિશિયને 2 વર્ષ પહેલાં કર્યાં હતા લગ્ન


- રવિવારે બપોરે 12 વાગે જગરુપના ઘરેથી કામવાળી કામ કરીને નીકળી હતી. અંદાજે 12.30 લાગે તેણે દીકરી અને પત્નીને અમુક સામાન બજારમાંથી લઈ આવવા કહ્યું હતું. બંને સામાન લેવા જતી રહી. ત્યારપછી જગરુપે ગેટ બંધ કર્યો અને પડોશીને હલો પણ કહ્યું હતું. અંદાજે 2 વાગે મા-દીકરી પાછા આવ્યા ત્યારે ગેટ ખોલવા માટે તેમણે ઘણી બેલ વગાડી. ઘણી વાર સુધી બેલ વગાડ્યા પછી તેમને એવું લાગ્યું કે જગરુપ સુઈ ગયા હશે. તેથી ત્યારપછી તેમણે ગેટ કુદીને ઘરનો દરવાજો ખોલ્યો હતો.
- મા-દીકરીએ ઘરમાં એન્ટ્રી લઈને જગરુપના બેડરૂમમાં જઈને જોયું તો તેઓ ત્યાં દેખાયા જ નહીં. ઘરમાં શોધ્યાને ક્યાંય ન દેખાય પછી તેમણે બાથરૂમમાં જોયું તો ત્યાં જગરુપ ફાંસીના ફંદા પર લટકતાં જોવા મળ્યાં હતા. ત્યારપછી તેમણે બુમો પાડીને અડોશ-પડોશના લોકોને ભેગા કર્યા હતા. ત્યારપછી પોલીસને જાણ કરવામાં આવી હતી.
- જગરુપે સુસાઈડ નોટમાં લખ્યું ચે કે, મારી આત્મહત્યાનું કારણ મારી દીકરીના સાસરી પક્ષના ચાર લોકો છે. તેમણે મારા પરિવારને પરેશાન કરી દીધો છે. મારી દીકરીને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. તેમાં તેનો પતિ નીરજ યાદવ, સાસુ સ્નેહ લતા, સસરા હરપાલ સિંહ યાદવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચારેય લોકો તેમની દીકરી સાથે ખૂબ ખરાબ વર્તન કરે છે.

પતિ રજા લઈને આવતો ત્યારે નશામાં માર-ઝૂડ કરતો


નિકિતાએ જણાવ્યું કે, ગુરુગ્રામમાં રહેતો નીરજ સેનામાં કેપ્ટન છે. નવેમ્બર 2016માં તેમના લગ્ન થયા હતા. હાલ તેનો પતિ આસામમાં તહેનાત હતો. પતિની ગેરહાજરીમાં સાસુ-સસરા અને દિયર વાતે-વાતે પરેશાન કરતા હતા. જ્યારે પતિ રજા લઈને ઘરે આવતો ત્યારે તે પરિવારની વાતો સાંભળીને દારૂના નશામાં તેની સાથે મારઝૂડ કરતો હતો. નીકિતાએ જ્યારે પિતાને આ વાત કરી ત્યારથી તેઓ પરેશાન રહેવા લાગ્યા હતા. તેમણે સાસરી પક્ષને સમજાવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો.

X
father commit suicide because daughter was mentally and physically disturbed by in-laws
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App