ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Daughter is in coma since last 11 months parents are so miserable in Jalandhar

  11 મહિનાથી કોમામાં છે દીકરી, અવાજ સાંભળવા માટે તરસ્યા મમ્મી-પપ્પા

  divyabhaskar.com | Last Modified - May 29, 2018, 03:24 PM IST

  11 મહિના પહેલા સ્કૂલથી ટુ વ્હીલર પર પાછી આવી રહેલી 12મા ધોરણની વિદ્યાર્થિની રમનદીપને કોઇએ ગાડીથી ટક્કર મારી દીધી
  • 11 મહિના પહેલા થયો હતો રમનદીપનો એક્સિડેન્ટ. જૂન 2017થી છે બેભાન અવસ્થામાં.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   11 મહિના પહેલા થયો હતો રમનદીપનો એક્સિડેન્ટ. જૂન 2017થી છે બેભાન અવસ્થામાં.

   જલંધર: 11 મહિના પહેલા સ્કૂલથી ટુ વ્હીલર પર પાછી આવી રહેલી 12મા ધોરણની વિદ્યાર્થિની રમનદીપને કોઇએ ગાડીથી ટક્કર મારી દીધી. રમનદીપે હેલમેટ પહેરી ન હતી. તેને માથામાં ઊંડી ઇજા થઇ અને જૂન 2017થી તે કોમાની અવસ્થામાં છે. મમ્મી-પપ્પા અને આખો પરિવાર આજે તેનો અવાજ સાંભળવા માટે તરસી રહ્યો છે. પિતા વારંવાર પોતાની દીકરીને બોલાવે છે અને જ્યારે કોઇ જવાબ નથી આપતી તો રડવા સિવાય તેમની પાસે કોઇ ચારો નથી રહેતો. રાયપુર ગામના રસૂલપુરમાં રહેતી 18 વર્ષીય રમનદીપ કૌરની સાથે લગભગ વર્ષ પહેલા એક ઘટના બની, પરંતુ તેનું દુઃખ આજે સુધી આખો પરિવાર ભોગવી રહ્યો છે. પિતા સુખવિંદર સિંહ જણાવે છે- પલંગ પર બેભાન પડેલી દીકરીને જોઇને ગરરોજ તેમની સાથે-સાથે આખો પરિવાર રડે છે.

   પિતાનું દર્દ

   - દીકરી વિશે વાત કરતા-કરતા પપ્પા સુખવિંદર સિંહ ભાવુક થઇ ગયા. બોલ્યા- 'કાન તરસી ગયા છે. એકવાર મારી રાનીના મોઢેથી પપ્પા સાંભળી લઉ, પરંતુ તે કંઇ બોલતી જ નથી.'

   - તેમણે જણાવ્યું કે, ગયા મહિને રમનદીપે થોડી આંખો ખોલી હતી. આશાનું કિરણ દેખાયું હતું, પરંતુ હવે ફરી તેની હાલત ઘણી નાજુક છે.

   10મા ધોરણમાં 87 ટકા લાવી હતી, દીકરીને એન્જિનિયર બનવવા માંગતા હતા

   - રમનદીપે 10મા ધોરણમાં 87 અને 11મા ધોરણમાં 85 ટકા મેળવ્યા હતા. પિતા ઇચ્છતા હતા કે તેમની દીકરી એન્જિનિયર બને પરંતુ આજે તે કંઇ બોલી પણ શકતી નથી. હવે દીકરીની હાલત જોઇને મમ્મી-પપ્પા દરરોજ રડે છે. પરિવારમાં સૌથી મોટી હોવાને કારણે રમનદીપ ઘરમાં તમામની લાડલી છે. તેના ઉપરાંત પરિવારમાં માતા વિજયકુમારી, નાનો ભાઈ યુવરાજ અને બહેન સુખપ્રીત છે.

   પેરેન્ટ્સ પણ બને સમજદાર, પોલીસ પણ વધારે કડકાઇ

   - અકસ્માત સમયે સૌથી મોટી બેદરકારી એ હતી કે જ્યારે એક્સિડેન્ટ થયો, તે સમયે રમનદીપ અંડરએજ હતી, લાયસન્સ પણ ન હતું અને તેણે હેલમેટ પણ નહોતી પહેરી.

   - ટુ વ્હીલર નવું હતું તો પિકઅપ પણ વધારે રહ્યું. આવા અકસ્માતો અટકાવવા માટે પેરેન્ટ્સે વિચારવું પડશે કે અંડરએજ બાળકોને વેહિકલ આપીને ન મોકલે. ટ્રાફિક પોલીસ પણ છોકરીઓને અટકાવીને ચાલાન આપતી નથી.
   - કડકાઇ ન હોવાને કારણે ફીમેલ ડ્રાઇવર હેલમેટ ન પહેરવા જેવી બેદરકારી કરે છે. હવે તો પોલીસમાં પણ મોટી સંખ્યામાં મહિલા પોલીસ ભરતી થઇ ચૂકી છે તો નિયમોનું ઉલ્લંઘન કરનારી ફીમેલ ડ્રાઇવર્સને જાગૃત કરવી જોઇએ અને તેમના પર સખ્તાઇ કરવી જોઇએ.

  • 10મા ધોરણમાં 87 ટકા આવ્યા હતા, પિતા એન્જિનિયર બનાવવા માંગતા હતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   10મા ધોરણમાં 87 ટકા આવ્યા હતા, પિતા એન્જિનિયર બનાવવા માંગતા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Daughter is in coma since last 11 months parents are so miserable in Jalandhar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `