ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» સસરાએ વહુને મારી દીધી ગોળી, ઘટના સ્થળે જ મોત| Daughter-In-Law Shot Our Father In Law

    સસરાએ વહુને મારી દીધી ગોળી, મોતના 5 મિનિટ પહેલાં કહ્યુ'તુ- પપ્પા મને જલદી અહીંથી લઈ જાઓ

    divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 03:13 PM IST

    દોઢ વર્ષ પહેલાં થયા હતા લગ્ન, સસરા પર દહેજ માટે પરેશાન કરવાનો આરોપ, પતિ હતો ઈટલી
    • મૃતકા અનીતા
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મૃતકા અનીતા

      હોશિયારપુર: મંગળવારે એક સસરાએ તેની વહુને ગોળી મારીને હત્યા કરી દીધી છે. મૃતકા અનીતાના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા. તેનો પતિ કલમ ઈટલીમાં રહે છે. મૃતકાના પિતા અને ભાઈએ આરોપ લગાવ્યો છે કે, લગ્નના થોડા દિવસ પછી જ અનીતાના સાસરિયાઓ તેને દહેજ માટે પરેશાન કરવા લાગ્યા હતા.

      - બે વાર પોલીસ સુધી પણ આ કેસ પહોંચ્યો હતો, અને બે વાર સમજૂતી કરાવી દેવામાં આવી હતી. મંગળવારે આરોપી સસરો રતન સિંહ કોઈ વાતથી નારાજ થઈ ગયો હતો અને તે અનીતાને અપશબ્દો બોલવા લાગ્યો હતો.
      - રાતે 10 વાગે અચાનક તેણે અનીતાના રૂમમાં ઘુસીને ગોળી ચલાવી દીધી હતી. અનીતાને એક ગોળી ચહેરા પર અને એક ગોળી છાતીમાં વાગી હતી. અનીતાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટના સમયે અનીતાના ઘરમાં તેની સાસુ પણ હાજર હતી.
      - પોલીસે મૃતકના ભાઈ અને પિતાના નિવેદનના આધારે અનીતાના સસરા અને સાસુ સામે ફરિયાદ નોંધી લીધી છે.
      - એસએચઓ અજય કુમારે રતન સિંહની ધરપકડ પણ કરી લીધી છે.

      ભાઈએ કાર લીધી તે પછી પતિ પણ કરતો હતો કારની ડિમાન્ડ

      - અનીતાના ભાઈ સંદીપે જણાવ્યું કે, લગ્ન પહેલાથી જ બહેનના સાસરીવાળાઓએ તેને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.
      - અંદાજે એક વર્ષ પહેલાં સંદીપે સ્પેનથી કાર લીધી હતી. ત્યારે અનીતાનો પતિ પણ કાર માટે જીદ કરવા લાગ્યો હતો. આ વાતથી બહેનને તેના પતિ સાથે ઝઘડો પણ થયો હતો.
      - ત્યારપછી જ્યારે પોલીસ પાસે ફરિયાદ પહોંચી ત્યારે તેમણે સમજૂતી કરી લીધી અને ત્યારપછી અનીતાનો પતિ કમલ વિદેશ જતો રહ્યો હતો. 4 મહિના સુધી શાંતિ હતી પરંતુ ત્યારપછી બહેનના સાસરીવાળા તેને ફરી પરેશાન કરવા લાગ્યા હતા.

      અનીતાએ પિતાને ફોન પર બચાવવાની કરી હતી વાત

      - અનીતાએ ઘટનાના પાંચ મિનિટ પહેલાં જ પિતાને ફોન કરીને કહ્યું હતું કે, જલ્દી આવીને મને લઈ જાઓ, આ લોકો મને મારી નાખશે, સસરા બંદૂક લઈને ફરે છે, પપ્પા તમે જલદી કોઈકને મોકલો.
      - સંદીપે જણાવ્યું હતું કે, રાતે અંદાજે 9.45 વાગે આ ફોન આવ્યો હતો અને થોડી જ વારમાં અમે અમારા એક ઓળખીતાને બહેનના ઘરે મોકલ્યા હતા. ત્યાં સુધી તો અનીતાની હત્યા કરી દેવામાં આવી હતી.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

    • સાસરિયા કરતા હતા દહેજનું પ્રેશર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સાસરિયા કરતા હતા દહેજનું પ્રેશર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સસરાએ વહુને મારી દીધી ગોળી, ઘટના સ્થળે જ મોત| Daughter-In-Law Shot Our Father In Law
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `