Home » National News » Desh » બહેનને કાર સિવાય બધી વસ્તુ લગ્નમાં આપી હતી|Daughter In Law Killed for car in Jalandhar

લગ્નમાં 22 લાખનો કર્યો ખર્ચ- આપ્યો આખા ઘરનો સામાન, એક ગાડી માટે સસરાએ વહુની કરી હત્યા

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 10:20 AM

પંજાબમાં એક સસરાએ એક વહુને ગોળી મારીને મારી નાખી, લાલચી સાસુ-સસરાની ધરપકડ કરાઈ

 • બહેનને કાર સિવાય બધી વસ્તુ લગ્નમાં આપી હતી|Daughter In Law Killed for car in Jalandhar
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  મૃતકા અનીતા

  હોશિયારપુર: પંજાબના બલાચૌરમાં મંગળવારે એક સસરા રતન સિંહે વહુ અનીતાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. મૃતકાના અંદાજે દોઢ વર્ષ પહેલાં જ કમલ સાથે લગ્ન થયા હતા. કલમ ઈટલીમાં રહે છે. આરોપ છે કે, લગ્નના બીજા જ દિવસે સાસરીવાળાઓએ અનિતાને દહેજ માટે ટોર્ચર કરવાનું શરૂ કરી દીધુ હતું. આરોપી સસરાની ધરપકડ કરી લેવામાં આવી છે. મૃતકાના ભાઈ સંદીપે ભાસ્કર.કોમ સાથે વાત કરીને જણાવ્યું છે કે, આ દોઢ વર્ષ દરમિયાન તેની બહેનને કેવી રીતે ટોર્ચર કરવામાં આવી હતી.

  - સંદીપે જણાવ્યું કે, 25 ઓક્ટોબર 2016ના રોજ અનીતાના લગ્ન થયા હતા. જાનૈયાઓના સ્વાગતમાં કોઈ કમી રાખવામાં નહતી આવી. લગ્ન મંગળવાળે રાખવામાં આવ્યા હતા. અમે આ દિવસે નોનવેજ નથી ખાતા. પરંતુ લગ્નના બે દિવસ પહેલાં છોકરાવાળાઓએ નોનવેજ રાખવાની વાત કરી. પછી અમારે મજબુરીમાં ત્યારે નોનવેજ અને ડ્રિન્કની વ્યવસ્થા પણ કરવી પડી હતી.
  - લગ્ન કરીને જ્યારે અનીતા ત્યારે તેના સાસરીવાળા દાગીના વિશે તેને ખરુ ખોટું સંભળાવવા લાગ્યા હતા. તેઓ કહેતા હતા કે, તારી વીંટી તો કેટલી નાની છે, દાગીનાનું તો વજન પણ નથી. આમ, બીજા જ દિવસથી અનીતાના સાસરીવાળા તેને ટોર્ચર કરવા લાગ્યા હતા.
  - થોડા દિવસ સુધી તો અનીતા કઈ ન બોલી પરંતુ ટોર્ચરિંગ વધતા તેણે ઘરે અમને વાત કરી હતી. છોકરા વાળા તેને ફોર વ્હીલર ન આપી હોવાનું ટોર્ચર કરતા હતા. જ્યારે અમે કારને બાદ કરતા બહેનને ફ્રિજ, એસી, એલઈડી, બેડ અને દાગીના સહિત ઘણી લક્ઝુરિયસ વસ્તુઓ આપી હતી. અમે બહેનના લગ્નમાં અંદાજે 22 લાખનો ખર્ચ કર્યો હતો.

  દગો આપીને કર્યા લગ્ન, પછી કાર માટે શરૂ કર્યો ઝઘડો


  - પહેલાં અમને કહેવામાં આવ્યું હતું કે અનીતાનો પતિ કમલે ઈલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમા કર્યું છે અને ઈટલીમાં કોઈ એસી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરે છે. પરતુ હકીકત એવી હતી કે તે ઈટલીમાં પણ બેકાર જ હતો. તે કોઈ નોકરી-ધંધો નહતો કરતો.
  - હું પણ સ્પેન રહુ છું. લગ્નના 9 મહિના પછી હું ઘરે પાછો આવ્યો હતો અને મે સ્વિફ્ટ કાર લીધી હતી. મારી બહેને મને ફોન કરીને શુભેચ્છા પાઠવી પણ કમલે મારી સાથે વાત નહતી કરી. ત્યાર પછી રાતે 10 વાગે તેણે મને વીડિયો કોલ કરીને મારી બહેનને મારવા લાગ્યો. મારી બહેનને લીલા નિશાન પણ થઈ ગયા હતા. મારી બહેને કમલને કહ્યું કે, તેણે જાતે કમાઈને ગાડી લીધી છે. તમે પણ વિદેશમાં રહો છો તો ખરીદી લો ગાડી.
  - દહેજ માટે બે વાર પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો પરંતુ ત્યારે તેમણે રાજીપો કરીને બહેનને ફરી હેરાન ન કરવાની વાત કરી હતી. તે ઉપરાંત તેમણે અનિતાનો પાસપોર્ટ બનાવડાવીને તેને પણ કમલ સાથે ઈટલી મોકલવાની વાત કરી હતી.

  પછી જે થયું તેની અનિતાના પરિવારને કલ્પના જ નહતી


  - મંગળવારે આરોપી સસરો રતન સિંહ કોઈ વાતથી નારાજ થઈ ગયો હતો અને તે અનીતાને અપશબ્દો બોલવા લાગ્યો હતો.
  - સંદીપે જણાવ્યું હતું કે, રાતે અંદાજે 9.45 વાગે આ ફોન આવ્યો હતો અને થોડી જ વારમાં અમે અમારા એક ઓળખીતાને બહેનના ઘરે મોકલ્યા હતા. ત્યાં સુધી તો અનીતાની હત્યા કરી દેવામાં આવી હતી.
  - અનીતાને એક ગોળી ચહેરા પર અને એક ગોળી છાતીમાં વાગી હતી. અનીતાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટના સમયે અનીતાના ઘરમાં તેની સાસુ પણ હાજર હતી.
  - પોલીસે મૃતકના ભાઈ અને પિતાના નિવેદનના આધારે અનીતાના સસરા અને સાસુ સામે ફરિયાદ નોંધી લીધી છે.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • બહેનને કાર સિવાય બધી વસ્તુ લગ્નમાં આપી હતી|Daughter In Law Killed for car in Jalandhar
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મોઢા ઉપર અને છાતીમા મારી ગોળી
 • બહેનને કાર સિવાય બધી વસ્તુ લગ્નમાં આપી હતી|Daughter In Law Killed for car in Jalandhar
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  લગ્નમાં 22 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો
 • બહેનને કાર સિવાય બધી વસ્તુ લગ્નમાં આપી હતી|Daughter In Law Killed for car in Jalandhar
  રોતા કકળતા પરિવારજનો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ