ચેસ, લુડો, કૅન્ડીક્રશ ગેમ્સ દ્વારા પણ ડેટાને ચોરી થઈ શકે

તમે 30 વર્ષ પછી કેવા લાગશો પ્રકારની ‘મફત’ એપ્સ પર ક્લિક કરવાથી પણ ડેટા ખતરામાં

Agency

Agency

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 02:12 AM
Data may also be stolen by Chess, Ludo, Candy Games

નવી દિલ્હી: ફેસબુક જેવી એપ્સ સિવાય કૅન્ડીક્રશ, લુડો, ચેસ વગેરે જેવી ગેમ્સ પણ ડેટા હાઈક કરી શકે છે તેમ સાઈબર સિકયોરિટી એક્સપર્ટે જણાવ્યું હતું. ફેસબુકના ડેટા બ્રીચ કાંડ બાદ ડેટા પ્રાઇવસી મુદ્દે થયેલી ડીબેટમાં આ ચેતવણી આપવામાં આવી હતી. એક્સપર્ટે જણાવ્યું હતું કે લોકો મોટા પ્રમાણમાં આ પ્રકારની ગેમ્સ રમતા હોય છે. જેમાં તમારા ડેટા જોવાની પરવાનગી માંગવામાં આવતી હોય છે, એ સિવાય ‘તમે 30 વર્ષ પછી કેવા લાગશો?’, ‘તમે ગયા જન્મમાં શું હતા?’ વગેરે પ્રકારની ‘ફ્રી’ એપ્સ પર ક્લિક કરો ત્યારે યાદ રાખવું જોઈએ કે, કશું પણ મફતમાં મળતું નથી. જો તમે માનતા હોવ કે તે ફ્રી છે તો તમે ખોટા છો, કેમ કે એ એપ તમારો ડેટા માગે છે તેમ સિનિયર સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ જિતેન જૈને જણાવ્યું હતું.

ભારતમાં સૌથી વધુ નેટ યુઝર્સ દિવસમાં સરેરાશ ચાર કલાક આ પ્રકારની એપ્સ પાછળ વિતાવે છે અને 2016ના એક જ વર્ષમાં 60 કરોડ જેટલી એપ્સ ભારતીયોએ ડાઉનલોડ કરી હતી અને તેના કારણે સૌથી વધુ મોબાઈલ પર ટાઈમ વિતાવનારા તરીકે ભારતીયોનું નામ મોખરે છે. તેમાં પણ ખાસ કરીને મોબાઈલ અને ફ્રી એપ્સનું ચલણ વધી રહ્યું છે ત્યારે અજાણતા જ આપી દીધેલી માહિતીનો કોમર્શિયલ ઉપયોગ પણ થઇ શકે છે તેમ જૈને જણાવ્યું હતું.

કેવી રીતે થઇ શકે ડેટા હેક?

1. જ્યારે પણ ફ્રી એપ્સ પર ક્લિક કરો ત્યારે ફેસબુક કે બીજી એપ્લિકેશન્સ તમારા કોન્ટેક્ટ્સ, ફ્રેન્ડલિસ્ટ, મેસેજ વગેરે એક્સેસ કરવાની પરવાનગી આપે છે અને તેના પર એગ્રી કરતા જાતે જ પર્સનલ ડેટા બીજાને આપીએ છીએ. એટલે કે ફ્રી એપ્સ દ્વારા માત્ર આપનો જ નહીં આપણા કોન્ટેકટનો ડેટા પણ લીક કરીએ છીએ. ડેટા હેક થતાં બચાવવા માટે સાવધાની રાખીને કોઈ પણ શરતો પર એગ્રી કરતાં પહેલાં તે વાંચી લેવી જરૂરી છે.

2. પોતાનું લોકેશન ઈન્ટરનેટ પર જાહેર કરતાં પહેલાં પણ સાવચેતી રાખવી જરૂરી છે.

3. વેબ કૂકીઝ સ્વીકારતાં પહેલાં ધ્યાન રાખવું કે તે તમારી ઓનલાઇન એક્ટિવિટી પર નજર રાખી શકે છે.

4. સોશિયલ મીડિયા પર જે કંઈ પોસ્ટ કરો તે પ્રાઇવસી સેટિંગમાં જઈને પોતાના મિત્ર વર્તુળ પૂરતું સીમિત કરી લેવું જોઈએ.

X
Data may also be stolen by Chess, Ludo, Candy Games
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App