Home » National News » Latest News » National » Dalai Lama says Gandhiji was give Prime Ministership to Jinnah but Pandit Nehru refused

ગાંધીજી ઈચ્છતા હતા ઝીણા દેશના વડાપ્રધાન બને, નહેરુ ન માન્યા- દલાઈ લામા

Divyabhaskar.com | Updated - Aug 08, 2018, 09:56 PM

તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ કહ્યું છે કે મહાત્મા ગાંધી ઈચ્છતા હતા કે મોહમ્મદ અલી ઝીણા દેશના વડાપ્રધાન બને

  • મહાત્મા ગાંધીએ ઝીણાને પહેલા વડાપ્રધાન બનાવવાની ઈચ્છાને અમલમાં મૂકી હોત તો ભારતના ભાગલા ન થાત- દલાઈ લામા

    પણજીઃ તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ કહ્યું છે કે મહાત્મા ગાંધી ઈચ્છતા હતા કે મોહમ્મદ અલી ઝીણા દેશના વડાપ્રધાન બને પરંતુ પહેલા વડાપ્રધાન બનવા માટે જવાહરલાલ નહેરુએ 'આત્મ કેન્દ્રિત વલણ' અપનાવ્યું. દલાઈ લામાએ દાવો કર્યો કે જો મહાત્મા ગાંધીએ ઝીણાને પહેલા વડાપ્રધાન બનાવવાની ઈચ્છાને અમલમાં મૂકી હોત તો ભારતના ભાગલા ન થાત. પણજીથી 40 કિમી દૂર ગોવા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના એક કાર્યક્રમને સંબોધિત કરતા 83 વર્ષીય દલાઈ લામાએ આ વાત કહી.

    સાચો નિર્ણય લેવા અંગે એક સ્ટુડન્ટે પૂછેલા સવાલનો જવાબ આપતા દલાઈ લામાએ કહ્યું કે, મારું માનવું છે કે સામંત વ્યવસ્થાને બદલે પ્રજાતાંત્રિક વ્યવસ્થા ઘણી સારી હોય છે. સામંત વ્યવસ્થામાં કેટલાક લોકોના હાથમાં નિર્ણય લેવાની શક્તિ હોય છે, જે ખૂબ જ ખતરનાક હોય છે. તેઓએ વધુમાં કહ્યું કે, હવે ભારત તરફ જુઓ. મને લાગે છે કે મહાત્મા ગાંધી ઝીણાને વડાપ્રધાન પદ સોંપવા ખૂબ જ ઈચ્છુક હતા. પરંતુ પંડિત નહેરુએ તેનો સ્વીકાર ન કર્યો.

    દલાઈ લામાએ કહ્યું કે, મને લાગે છે કે પોતાની જાતને વડાપ્રધાન તરીકે જોવા તે પંડિત નહેરુનું આત્મ કેન્દ્રિત વલણ હતું. જો મહાત્મા ગાંધીના વિચારને સ્વીકારવામાં આવ્યો હોત તો ભારત અને પાકિસ્તાન એક હોત. હું પંડિત નહેરુને ખૂબ સારી રીતે ઓળખું છું, તે ખૂબ જ અનુભવી અને બુદ્ધિમાન વ્યક્તિ હતા, પરંતુ ક્યારેક ભૂલો થઈ જાય છે.

    જિંદગીમાં સૌથી મોટા ભયનો સામનો કરવાના સવાલ પર આધ્યાત્મિક ગુરુએ તે દિવસને યાદ કર્યો જ્યારે તેઓએ પોતાના સમર્થકોની સાથે તિબેટથી હાંકી કાઢવામાં આવ્યા હતા. દલાઈ લામાએ યાદ કર્યું કે કેવી રીતે તિબેટ અને ચીનની વચ્ચે સમસ્યા વણસી રહી હતી. ચીનના અધિકારીઓનું વલણ દિવસે દિવસે વધુ આક્રમક થઈ રહ્યું હતું. તેઓએ યાદ કર્યું કે સ્થિતિને શાંત કરવાના તેમના તમામ પ્રયાસો છતાંય 17 માર્ચ 1959ની રાત્રે તેઓએ નિર્ણય લીધો કે તેઓ અહીં નહીં રહે અને ત્યાંથી ભારત આવી ગયા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ