ભારતના આર્થિક વિકાસ અને રોજગાર આપવામાં પીએસયુ ઉદાહરણ : પ્રધાન

દૈનિક ભાસ્કર ઈન્ડિયા પ્રાઈડ એવૉર્ડ્સ 2018

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Mar 30, 2018, 02:32 AM
Dainik Bhaskar India Pride Awards 2018

નવી દિલ્હી: દેશની આર્થિક પ્રગતિ અને રોજગાર સર્જનમાં દેશના જાહેર એકમો (પીએસયુ)એ રાષ્ટ્રીય સ્તર પર ઉદાહરણ રજૂ કર્યા છે. દેશના કોઈ પણ ભાગમાં મુશ્કેલી દરમિયાન પીએસયુ મદદ માટે ખૂલીને આગળ આવી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ, કૌશલ વિકાસ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દૈનિક ભાસ્કર જૂથ દ્વારા આયોજિત 9મા ઈન્ડિયા પ્રાઈડ એવૉર્ડ્સ સમારંભ દરમિયાન જણાવ્યું હતું.


સમારંભમાં સારું પ્રદર્શન કરી રહેલા રાજ્ય અને કેન્દ્રના પીએસયુને સન્માનિત કરાયા. આ દરમિયાન 14 શ્રેણીઓમાં 38 એવૉર્ડ્સ અપાયા. ભાસ્કર જૂથ આઠ વર્ષથી તે એવૉર્ડ્સનું આયોજન કરે છે. બુધવારે સાંજે આયોજિત આ સમારંભમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે પીએસયુએ આર્થિક વિકાસ સાથે સમાજસેવાના નવા સીમાચિહનો સ્થાપિત કર્યા છે. નવરત્ન પીએસયુ પર આખા દેશને ગૌરવ છે. તેમણે આ પ્રસંગે ભાસ્કર જૂથના ભૂતપૂર્વ ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલ દ્વારા મધ્યપ્રદેશમાં પાણી બચાવવા માટે શરૂ કરાયેલા અભિયાનની પણ ચર્ચા કરી.


આ પ્રસંગે દૈનિક ભાસ્કર જૂથના ડિરેક્ટર ગિરીશ અગ્રવાલે કહ્યું કે પીએસયુમાં કામ કરનારાની કાર્યક્ષમતાનો એ બાબત પરથી અંદાજ લગાવી શકાય કે પીએસયુના નિવૃત્ત લોકોને લેવા માટે ખાનગી કંપનીઓ તત્પર રહે છે. કાર્યકારી ડિરેક્ટર ભરત અગ્રવાલે જણાવ્યું કે 2007 સુધી મધ્યપ્રદેશમાં સીએમ શિવરાજ ભૈયાના નામથી ઓળખાતા હતા, પરંતુ ‘કન્યાદાન’ અને ‘લાડલી લક્ષ્મી’ જેવી યોજનાઓ બાદ તે શિવરાજ મામા બની ગયા.

X
Dainik Bhaskar India Pride Awards 2018
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App