ટાટા સન્સ વિરૂદ્ધ મિસ્ત્રીની અરજી ટ્રિબ્યૂનલે ફગાવી, કહ્યું- બોર્ડ મેમ્બર્સનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા હતા સાયરસ

નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT)એ ટાટા સન્સ વિરૂદ્ધ સાયરસ મિસ્ત્રીની અરજી સોમવારે ફગાવી દીધી છે.

Divyabhaskar.com | Updated - Jul 09, 2018, 02:56 PM
મિસ્ત્રીએ બે વર્ષ પહેલાં તેઓને ટાટાના ચેરમેન પદેથી હટાવવાના મુદ્દે કેટલાંક સવાલ ઉઠાવતા એક અરજી કરી હતી (ફાઈલ)
મિસ્ત્રીએ બે વર્ષ પહેલાં તેઓને ટાટાના ચેરમેન પદેથી હટાવવાના મુદ્દે કેટલાંક સવાલ ઉઠાવતા એક અરજી કરી હતી (ફાઈલ)

નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT)એ ટાટા સન્સ વિરૂદ્ધ સાયરસ મિસ્ત્રીની અરજી સોમવારે ફગાવી દીધી છે. મિસ્ત્રીએ બે વર્ષ પહેલાં તેઓને ટાટાના ચેરમેન પદેથી હટાવવાના મુદ્દે કેટલાંક સવાલ ઉઠાવતા એક અરજી કરી હતી.

મુંબઈઃ નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT)એ ટાટા સન્સ વિરૂદ્ધ સાયરસ મિસ્ત્રીની અરજી સોમવારે ફગાવી દીધી છે. મિસ્ત્રીએ બે વર્ષ પહેલાં તેઓને ટાટાના ચેરમેન પદેથી હટાવવાના મુદ્દે કેટલાંક સવાલ ઉઠાવતા એક અરજી કરી હતી. ટ્રિબ્યૂનલે કહ્યું કે, "ટાટા સન્સના બોર્ડના નિર્ણયમાં કોઈ જ ગડબડી ન હતી. સાયરસને 24 ઓક્ટોબર, 2016નાં રોજ ચેરમેન પદેથી એટલા માટે હટાવવામાં આવ્યા કેમકે તેઓ બોર્ડ મેમ્બર્સનો વિશ્વાસ ગુમાવી ચુક્યા હતા." મિસ્ત્રી આ ચુકાદાને નેશનલ કંપની લો અપીલીય ટ્રિબ્યૂનલ (NCLAT)માં પડકારશે. મિસ્ત્રીના કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, "અમે ટાટા સન્સના પ્રબંધનમાં સુધાર અને શેર ધારકોના હિત માટે લડતા રહીશું. આગળ TTSL, એર એશિયા, નુકસાનમાં ચાલતી ટાટા નેનો અને ટાટા સ્ટીલ યુરોપ સહિત બીજા ગંભીર મામલાઓ ઉઠાવતા રહીશું."

ટ્રિબ્યૂનલની મુંબઈ સ્થિત મુખ્ય બેંચે ચુકાદો આપતાં કહ્યું કે, "મિસ્ત્રીના આ દાવાનો કોઈ આધાર નથી કે તેને ટાટા સન્સ બોર્ડના ખોટા પ્રબંધન અને અલ્પસંખ્યક શેરધારકોની અવગણીને તેને હટાવવામાં આવ્યા. મિસ્ત્રીને હટાવવામા આવ્યા કેમકે તેઓને કંપની સાથે જોડાયેલી મહત્વની સૂચનાઓ આવકવેરા વિભાગને મોકલી દીધી. તેઓએ મીડિયામાં જાણકારી લીક કરી અને કંપનીના શેરધારકો તેમજ બોર્ડ વિરૂદ્ધ ખુલીને સામે આવ્યાં હતા. ટાટા સન્સ બોર્ડના મોટા ભાગના સભ્યોએ તેમના પરનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા હતા."

મિસ્ત્રીએ રતન ટાટા દરમિયાનગીરી કરતાં હોવાનો આરોપ લગાવ્યાં


- મિસ્ત્રીએ ડિસેમ્બર 2016માં ટ્રિબ્યૂનલમાં અરજી કરી હતી. તેઓએ આરોપ લગાવ્યો હતો કે ટાટા ટ્રસ્ટના પ્રમુખ રતન ટાટાની દરમિયાનગીરીના કારણે ગ્રુપમાં ખોટા નિર્ણયો લેવામાં આવ્યા. અલ્પસંખ્યક શેરધારકોના હિતોને અવગણવામાં આવ્યા. મિસ્ત્રીએ પોતે નીકળી ગયા બદા નિયમોમાં બદલાવ થયાં હોવાના આરોપો લગાવ્યાં અને કહ્યું કે બદલાવના કારણે તેઓ પોતાના શેર્સ ન વેચી શક્યા.

શાપૂરજી ગ્રુપના MD હતા મિસ્ત્રી


- સાયરસ, પોલોનજી મિસ્ત્રીના પુત્ર છે. શાપૂરજી પાલોનજી ગ્રુપના MD સાયરસ જ હતા. આ સાથે જ 2006થી ટાટાના બોર્ડમાં ડાયરેક્ટર હતા. ત્રણ વર્ષની શોધ બાદ 28 ડિસેમ્બર, 2012નાં રોજ સાયરસને રતન ટાટાની જગ્યાએ ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન બનાવવામાં આવ્યા હતા. 2014-15માં ટાટા ગ્રુપનું ટર્નઓવર 108 અબજ ડોલર હતું, જે 2015-16માં ઘટીને 103 અબજ ડોલર થઈ ગયું. જેને પણ મિસ્ત્રીને હટાવવાનું એક મહત્વનું કારણ માનવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે ટાટા સન્સ પોતાના ગ્રુપની નોન પ્રોફિટ બિઝનેસવાળી કંપનીઓમાંથી ધ્યાન હટાવવાના મિસ્ત્રીના વિચારથી નાખુશ હતા.

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

મિસ્ત્રીએ ડિસેમ્બર 2016માં ટ્રિબ્યૂનલમાં અરજી કરી હતી. તેઓએ આરોપ લગાવ્યો હતો કે ટાટા ટ્રસ્ટના પ્રમુખ રતન ટાટાની દરમિયાનગીરીના કારણે ગ્રુપમાં ખોટા નિર્ણયો લેવામાં આવ્યા(ફાઈલ)
મિસ્ત્રીએ ડિસેમ્બર 2016માં ટ્રિબ્યૂનલમાં અરજી કરી હતી. તેઓએ આરોપ લગાવ્યો હતો કે ટાટા ટ્રસ્ટના પ્રમુખ રતન ટાટાની દરમિયાનગીરીના કારણે ગ્રુપમાં ખોટા નિર્ણયો લેવામાં આવ્યા(ફાઈલ)
સાયરસને 24 ઓક્ટોબર, 2016નાં રોજ ચેરમેન પદેથી એટલા માટે હટાવવામાં આવ્યા કેમકે તેઓ બોર્ડ મેમ્બર્સનો વિશ્વાસ ગુમાવી ચુક્યા હતા
સાયરસને 24 ઓક્ટોબર, 2016નાં રોજ ચેરમેન પદેથી એટલા માટે હટાવવામાં આવ્યા કેમકે તેઓ બોર્ડ મેમ્બર્સનો વિશ્વાસ ગુમાવી ચુક્યા હતા
X
મિસ્ત્રીએ બે વર્ષ પહેલાં તેઓને ટાટાના ચેરમેન પદેથી હટાવવાના મુદ્દે કેટલાંક સવાલ ઉઠાવતા એક અરજી કરી હતી (ફાઈલ)મિસ્ત્રીએ બે વર્ષ પહેલાં તેઓને ટાટાના ચેરમેન પદેથી હટાવવાના મુદ્દે કેટલાંક સવાલ ઉઠાવતા એક અરજી કરી હતી (ફાઈલ)
મિસ્ત્રીએ ડિસેમ્બર 2016માં ટ્રિબ્યૂનલમાં અરજી કરી હતી. તેઓએ આરોપ લગાવ્યો હતો કે ટાટા ટ્રસ્ટના પ્રમુખ રતન ટાટાની દરમિયાનગીરીના કારણે ગ્રુપમાં ખોટા નિર્ણયો લેવામાં આવ્યા(ફાઈલ)મિસ્ત્રીએ ડિસેમ્બર 2016માં ટ્રિબ્યૂનલમાં અરજી કરી હતી. તેઓએ આરોપ લગાવ્યો હતો કે ટાટા ટ્રસ્ટના પ્રમુખ રતન ટાટાની દરમિયાનગીરીના કારણે ગ્રુપમાં ખોટા નિર્ણયો લેવામાં આવ્યા(ફાઈલ)
સાયરસને 24 ઓક્ટોબર, 2016નાં રોજ ચેરમેન પદેથી એટલા માટે હટાવવામાં આવ્યા કેમકે તેઓ બોર્ડ મેમ્બર્સનો વિશ્વાસ ગુમાવી ચુક્યા હતાસાયરસને 24 ઓક્ટોબર, 2016નાં રોજ ચેરમેન પદેથી એટલા માટે હટાવવામાં આવ્યા કેમકે તેઓ બોર્ડ મેમ્બર્સનો વિશ્વાસ ગુમાવી ચુક્યા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App