ન ઢોલ હતા ન સંબંધીઓ, શર્ટ-જીન્સમાં રડતા-રડતા વરરાજાએ લીધા સાત ફેરા

વરરાજાની આંખોમાં આંસૂ હતા અને તેની જાનમાં તેને સંભાળી શકે તેવા બે મિત્રો અને એક વડીલ સંબંધી

divyabhaskar.com | Updated - Feb 19, 2018, 07:30 AM
ફેરા દરમિયાન હેમંત અને રીતુ વારંવાર રડી પડતા હતા.
ફેરા દરમિયાન હેમંત અને રીતુ વારંવાર રડી પડતા હતા.

બ્યાવરમાં 3 ગેસ સિલિન્ડર ફાટવાથી લગ્નનો આનંદ શોકમાં ફેરવાઇ ગયા બાદ વરરાજા હેમંત પટનેચા જ્યારે જોધપુરમાં દુલ્હન રીતુ સાથે ફેરા લેવા આવ્યો ત્યારે ન તો ઢોલ હતા અને ન સગા-સંબંધીઓ. વરરાજાની આંખોમાં આંસૂ હતા અને તેની જાનમાં તેને સંભાળી શકે તેવા બે મિત્રો અને એક વડીલ સંબંધી નટવરલાલ હતા. માતમના માહોલમાં રીતુના પરિવારજનોએ માત્ર સવા કલાકમાં તમામ જરૂરી વિધિઓ પૂર્ણ કરી અને પોતાની લાડકી દીકરીને વિદાય કરી દીધી.

જોધપુર/બ્યાવર: બ્યાવરમાં 3 ગેસ સિલિન્ડર ફાટવાથી લગ્નનો આનંદ શોકમાં ફેરવાઇ ગયા બાદ વરરાજા હેમંત પટનેચા જ્યારે જોધપુરમાં દુલ્હન રીતુ સાથે ફેરા લેવા આવ્યો ત્યારે ન તો ઢોલ હતા અને ન સગા-સંબંધીઓ. વરરાજાની આંખોમાં આંસૂ હતા અને તેની જાનમાં તેને સંભાળી શકે તેવા બે મિત્રો અને એક વડીલ સંબંધી નટવરલાલ હતા. માતમના માહોલમાં રીતુના પરિવારજનોએ માત્ર સવા કલાકમાં તમામ જરૂરી વિધિઓ પૂર્ણ કરી અને પોતાની લાડકી દીકરીને વિદાય કરી દીધી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે તા.16 ફેબ્રુઆરીના રોજ એક લગ્ન સમારંભમાં 3 LPG ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ થયેલા ધમાકાઓથી 5 લોકોના સ્થળ પર જ મોત થઇ ગયા હતા અને 21થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. 17 લોકો ગાયબ થયા હતા, જેમાં વરરાજાની મા પણ સામેલ છે.

લગ્ન માટે માંડવે પહોંચ્યો ત્યારે આંખમાં હતા ફક્ત આંસૂ અને શોક

- લાલ રંગનો ચેક્સવાળો શર્ટ, નીલા રંગનું જીન્સ પહેરીને અને હાથમાં તલવાર લઇને હેમંત જ્યારે પરિહારનગર સ્થિત સાવલગઢ ગાર્ડનમાં લગ્ન માટે પહોંચ્યો અને કાર સીધી તોરણદ્વાર પર લેવડાવીને જ્યારે તે ગાડીમાંથી નીચે ઉતર્યો ત્યારે તેના ચહેરા પર લગ્નના આનંદને બદલે પોતાના સગાંઓથી છૂટાં પડ્યાના આંસૂ હતા.

- ત્યાં ઊભેલી તેની સાસુ કંચન, મોટી સાસુ રેખા અને અન્ય મહિલાઓએ જેમ-તેમ કરીને તેને ચૂપ કરાવડાવ્યો અને ભગવાન ગણેશની સામે બેસાડીને હાથ જોડાવ્યા અને સીધા ફેરા માટે લઇ આવ્યા.

- ફેરા દરમિયાન હાથમાં રૂમાલ રાખીને હેમંત અને ગુલાબી સાડી પહેરેલી રીતુ વારંવાર રડી રહ્યા હતા. પરિવારજનો તેમને ચૂપ કરાવવાનો ઘણો પ્રયત્ન કરી રહ્યા હતા. લથડાતા પગલે બંનેને ફેરા ફર્યા અને હેમંતે કાંપતા હાથે રીતુની માંગ ભરી.

- આ દરમિયાન કોઇ ન તો ફેરા માટેના મંગળ ગીતો ગાયા કે ન વધામણી ગાઇ. વરરાજાએ પાણી પણ ન પીધું અને વિધિના નામ પર મિઠાઇ તરીકે ગોળનો એક નાનો ટુકડો મોંમાં મૂક્યો.

- ફક્ત પોણા કલાકમાં લગ્ન આટોપાઇ ગયા અને હેમંત પોતાની જીવનસંગિનીને લઇને સુરસાગર સ્થિત પોતાના સંબંધીને ત્યાં ચાલ્યો ગયો.

આગળની સ્લાઇડમાં વાંચો જાનમાં આવવાના હતા 200 જાનૈયા

લથડાતા પગલે બંનેએ ફેરા ફર્યા અને કંપતે હાથે હેમંતે રીતુની માંગ ભરી.
લથડાતા પગલે બંનેએ ફેરા ફર્યા અને કંપતે હાથે હેમંતે રીતુની માંગ ભરી.

200 જાનૈયાઓ આવવાના હતા, અડધા સંબંધીઓ ઘટનાની જાણ થતા પાછા ફર્યા

 

- સોજતીગેટ સૂર્યા હોટલની નીચે સીવણ મશીનના વેપારી લક્ષ્મણ દેવડાની મોટી દીકરી રીતુના લગ્ન માટે હેમંતના ઘરવાળાઓએ આશરે 200 જાનૈયાઓ આવવાની જાણકારી આપી હતી. 

- આ માટે શુક્રવારે જ મિઠાઇ બનાવી લેવામાં આવી હતી, પરંતુ જ્યારે રીતુના પિતા લક્ષ્મણ દેવડા અને મોટા પપ્પા શંકરલાલને શુક્રવારે સાંજે થયેલા અકસ્માતની જાણકારી મળી તો બધી તૈયારીઓ બંધ કરી દેવામાં આવી. 

- મહિલા સંગીત અને બિંદોલી કાર્યક્રમ રદ્દ થઇ ગયો અને કોઇએ ખાવાનું પણ ન ખાધું. અડધા સંબંધીઓ તો ઘટનાની જાણ થતાં જ પાછા ફરી ગયા. 

 

આગળની સ્લાઇડમાં વાંચો રીતુ અને તેની બહેન બંનેના સાથે હતા લગ્ન

વિદાયના સમયે રીતુ પોતાના માતા-પિતાના ગળે વળગીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી.
વિદાયના સમયે રીતુ પોતાના માતા-પિતાના ગળે વળગીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી.

બંને બહેનોના સાથે હતા લગ્ન

 

રીતુની સાથે તેની નાની બહેન સુપ્રિયાના પણ સુમેર નામના છોકરા સાથે લગ્ન થયા. સુપ્રિયાની જાન સાંજે આવી, જ્યારે રીતુના લગ્ન અકસ્માત પછી શનિવારે બપોરે 2 વાગે થયા. મુહૂર્ત રાતે સાડા દસનું હતું. 

 

આગળની સ્લાઇડમાં વાંચો બ્યાવરમાં કુમાવત સમાજ ભવનમાં બચાવકાર્ય હજુપણ ચાલુ છે

વરરાજાની મા સહિત 9 જણા કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા.
વરરાજાની મા સહિત 9 જણા કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા.

 

બચાવકાર્ય હજુ પણ ચાલુ, વરરાજાની મા પણ ગાયબ

 

- શહેરના નંદનગર વિસ્તારમાં કુમાવત સમાજના ભવનમાં શુક્રવારે થયેલા સિલિન્ડર બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 9 થઇ ગઇ છે જ્યારે દસ લોકો હજુ પણ ગાયબ છે, જેમાં વરરાજાની મા આશાદેવી પણ સામેલ છે.

- એનડીઆરએસ તેમજ એસડીઆરએફના જવાનો અત્યારે કાટમાળ હટાવી રહ્યા છે. કાટમાળ નીચે હજુપણ લોકો દબાયેલા હોવાની આશંકા છે. ઘાયલ થયેલા 6 લોકોનો હાલ અજમેરમાં ઇલાજ ચાલી રહ્યો છે. 

 

આગળની સ્લાઇડમાં વાંચો સીએમ વસુંધરા રાજેએ પીડિતોના પરિવારો મળ્યા, કરી વળતર આપવાની જાહેરાત

 

 

ઘાયલોને મળવા બ્યાવર પહોંચ્યા સીએમ, મૃતકોના પરિવારજનોને આપશે 2-2 લાખ રૂપિયા વળતર.
ઘાયલોને મળવા બ્યાવર પહોંચ્યા સીએમ, મૃતકોના પરિવારજનોને આપશે 2-2 લાખ રૂપિયા વળતર.

સીએમએ મૃતકો માટે 2-2 લાખ રૂપિયાની કરી જાહેરાત

 

- મુખ્યમંત્રી વસુંધરા રાજે પીડિત પરિવારોને આશ્વાસન આપવા માટે શનિવારે સાંજે હેલિકોપ્ટરથી બ્યાવર પહોંચ્યા અને નંદનગરમાં ધરાશાયી થયેલા ભવન પર જઇને પીડિત પરિવારજનો સાથે વાતચીત કરી. 

- જિલ્લા કલેક્ટર ગૌરવ ગોયલે તેમને સમગ્ર ઘટનાક્રમની જાણકારી આપી અને બચાવકાર્ય વિશે વિસ્તારથી જણાવ્યું. 
- મુખ્યમંત્રી ત્યારબાદ વરરાજા હેમંત પાટલેચાના ઘરની બહાર પહોંચ્યા અને જાણકારી મેળવીને સીધા ઘાયલોની ખબર કાઢવા માટે અમૃતકૌર હોસ્પિટલ પહોંચ્યા. 
- તેમણે ઘાયલોના ખબરઅંતર પૂછ્યા અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. મુખ્યમંત્રી બ્યાવરથી સડકમાર્ગે અજમેર જવા રવાના થયા.

 

આગળની સ્લાઇડમાં જુઓ અન્ય ફોટાઓ

રડતો વરરાજા, ધ્રુસ્કાઓથી સ્વાગત, સૂના માહોલમાં સવા કલાકમાં થયા લગ્ન.
રડતો વરરાજા, ધ્રુસ્કાઓથી સ્વાગત, સૂના માહોલમાં સવા કલાકમાં થયા લગ્ન.
ફક્ત સવા કલાકમાં લગ્ન આટોપાઇ ગયા.
ફક્ત સવા કલાકમાં લગ્ન આટોપાઇ ગયા.
હેમંત પોતાની જીવનસંગિનીને લઇને સુરસાગર સ્થિત પોતાના સંબંધીને ત્યાં ચાલ્યો ગયો.
હેમંત પોતાની જીવનસંગિનીને લઇને સુરસાગર સ્થિત પોતાના સંબંધીને ત્યાં ચાલ્યો ગયો.
રાહતકાર્યમાં વ્યસ્ત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો
રાહતકાર્યમાં વ્યસ્ત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો
ગેસ સિલિન્ડર ફાટવાથી પીપાડના 6 લોકો સહિત 9ના મોત થયાં.
ગેસ સિલિન્ડર ફાટવાથી પીપાડના 6 લોકો સહિત 9ના મોત થયાં.
X
ફેરા દરમિયાન હેમંત અને રીતુ વારંવાર રડી પડતા હતા.ફેરા દરમિયાન હેમંત અને રીતુ વારંવાર રડી પડતા હતા.
લથડાતા પગલે બંનેએ ફેરા ફર્યા અને કંપતે હાથે હેમંતે રીતુની માંગ ભરી.લથડાતા પગલે બંનેએ ફેરા ફર્યા અને કંપતે હાથે હેમંતે રીતુની માંગ ભરી.
વિદાયના સમયે રીતુ પોતાના માતા-પિતાના ગળે વળગીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી.વિદાયના સમયે રીતુ પોતાના માતા-પિતાના ગળે વળગીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી.
વરરાજાની મા સહિત 9 જણા કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા.વરરાજાની મા સહિત 9 જણા કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા.
ઘાયલોને મળવા બ્યાવર પહોંચ્યા સીએમ, મૃતકોના પરિવારજનોને આપશે 2-2 લાખ રૂપિયા વળતર.ઘાયલોને મળવા બ્યાવર પહોંચ્યા સીએમ, મૃતકોના પરિવારજનોને આપશે 2-2 લાખ રૂપિયા વળતર.
રડતો વરરાજા, ધ્રુસ્કાઓથી સ્વાગત, સૂના માહોલમાં સવા કલાકમાં થયા લગ્ન.રડતો વરરાજા, ધ્રુસ્કાઓથી સ્વાગત, સૂના માહોલમાં સવા કલાકમાં થયા લગ્ન.
ફક્ત સવા કલાકમાં લગ્ન આટોપાઇ ગયા.ફક્ત સવા કલાકમાં લગ્ન આટોપાઇ ગયા.
હેમંત પોતાની જીવનસંગિનીને લઇને સુરસાગર સ્થિત પોતાના સંબંધીને ત્યાં ચાલ્યો ગયો.હેમંત પોતાની જીવનસંગિનીને લઇને સુરસાગર સ્થિત પોતાના સંબંધીને ત્યાં ચાલ્યો ગયો.
રાહતકાર્યમાં વ્યસ્ત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોરાહતકાર્યમાં વ્યસ્ત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો
ગેસ સિલિન્ડર ફાટવાથી પીપાડના 6 લોકો સહિત 9ના મોત થયાં.ગેસ સિલિન્ડર ફાટવાથી પીપાડના 6 લોકો સહિત 9ના મોત થયાં.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App