તિતલી વાવાઝોડું: આંધ્ર પ્રદેશમાં 8 લોકોના મોત, ઓરિસ્સામાં 3 લાખ લોકોનું કરાયું સ્થળાંતર

આગામી થોડા કલાકોમાં ચક્રવાત વધારે મજબૂત થવાની શક્યતા

divyabhaskar.com | Updated - Oct 11, 2018, 04:13 PM

વિશાખાપટ્ટનમ: બંગાળની ખાડીમાંથી આવેલું વાવાઝોડું તિતલી આજે સવારે પાંચ વાગ્યે ઓરિસ્સામાં ગંજામ જિલ્લાના ગોપાલપુરના દરિયાકાંઠાને અથડાઈને આગળ નીકળી ગયું છે. પૂર્વ કાંઠામાં રહેતાં અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે આંધ્રના શ્રીકાકુલમ અને વિજયનગરમાં વાવાઝોડાના કારણે 8 લોકોના મોત થયા છે.

ઓરિસ્સામાં વાવાઝોડાના કારણે ગંજમ, ગજપતિ અને પુરી જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. ઘણી જગ્યાએ ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. મકાનના થાપરા પણ ઉડી ગયા છે. જોકે કોઈ જાનહાનીની માહિતી મળી નથી. આગામી થોડા કલાકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકથી વધીને 165 કિમી પ્રતિ કલાક થઈ જવાનો અંદાજ છે.

આ વાવાઝોડાંને અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડાની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. ભારે વરસાદની ચેતવણી પછી ઓરિસ્સા સરકારે પાંચ તટીય વિસ્તાર ખાલી કરાવી દીધા છે. બંને રાજ્યોમાં થઈને અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ વાવાઝોડું 280 કિમી દૂર બંગાળની ખાડીમાંથી આવ્યું છે. તેની અસરથી 12 ઓક્ટોબર સુધીમાં સમગ્ર ઓરિસ્સામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દરિયામાં ઉંચી લહેરો પણ આવી શકે છે. ચક્રવાતની ભયાનકતાને ધ્યાનમાં રાખીને ઓરિસ્સા સરકારે 18 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સરકારે ચેતવણીના ભાગ રૂપે બુધવારે સાંજે જ લાખો લોકોનું સ્થળાંતર કરાવી દીધું છે.

150 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાય છે


- હવામાન વિભાગે બુધવારે ચેતવણી આપી હતી કે ગુરુવારે ઓરિસ્સાના ગોપાલપુર, આંધ્રના કલિંગાપટ્ટનમમાં આંધી-વાવાઝોડાની આશંકા છે. આ દરમિયાન 150 કિમી પ્રતિ કલાકથી પવન ફૂંકાય છે. તિતલીની અસર પશ્ચિમ બંગાળ અને બિહારના અમુક વિસ્તારોમાં પણ જોવા મળશે.

ઓરિસ્સાના દરેક જિલ્લામાં હાઈએલર્ટ


- ઓરિસ્સાના મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદે જણાવ્યું કે, દરિયાકાંટાના પાંચ જિલ્લા ગંજમ, પુરી, ખુર્દા, કેન્દ્રપાડા અને જગતસિંહપુરના નિચલા વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યા છે. ગજપતિ, નાયાગઢ, કટક, જયપુર, ભદ્રક, બાલાસોર, કંધમાલ, બૌધ અને ધેનકનાલમાં ગુરુવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- ઓરિસ્સા સરકારે રાજ્યના દરેક જિલ્લા અધિકારીઓને એલર્ટ મોકલી દીધું છે. આ દરમિયાન દરેક ઓફિસરોની રજા રદ કરી દેવામાં આવી છે. રાજ્યમાં 11 અને 12 ઓક્ટોબરે દરેક સ્કૂલ-કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. બીજી બાજુ તમિલનાડું, કેરળ અને કર્ણાટકમાં દક્ષિણ-પૂર્વી ચોમાસું સક્રિય થઈ ગયું છે.

અરબ સાગરમાં લુબાન વાવાઝોડું સક્રિય


બીજી બાજુ અરબ સાગરમાં લુબાન વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. હવામાન વિભાગે કહ્યું કે, કેરણ, કર્ણાટક અને લક્ષદ્વીપના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

માછીમારોને દરિયામાં ન જવા એલર્ટ અપાયું
માછીમારોને દરિયામાં ન જવા એલર્ટ અપાયું
બંગાળની ખાડીમાંથી આવ્યું વાવાઝોડું
બંગાળની ખાડીમાંથી આવ્યું વાવાઝોડું
3 લાખ લોકોનું સ્થળાંતર કરાયું
3 લાખ લોકોનું સ્થળાંતર કરાયું
Titli Cyclone moving at a speed of 140-150 km per hour, alert in odhisha
સરકારે બુધવાર સાંજથી જ રાહત કેમ્પ શરૂ કરી દીધા છે
સરકારે બુધવાર સાંજથી જ રાહત કેમ્પ શરૂ કરી દીધા છે
ઘણી જગ્યાએ ઝાડ પડ્યા હોવાથી વાહન વ્યવહાર ખોરવાયો
ઘણી જગ્યાએ ઝાડ પડ્યા હોવાથી વાહન વ્યવહાર ખોરવાયો
ઓરિસ્સાના 3 જિલ્લામાં ભારે વરસાદ
ઓરિસ્સાના 3 જિલ્લામાં ભારે વરસાદ
Titli Cyclone moving at a speed of 140-150 km per hour, alert in odhisha
X
માછીમારોને દરિયામાં ન જવા એલર્ટ અપાયુંમાછીમારોને દરિયામાં ન જવા એલર્ટ અપાયું
બંગાળની ખાડીમાંથી આવ્યું વાવાઝોડુંબંગાળની ખાડીમાંથી આવ્યું વાવાઝોડું
3 લાખ લોકોનું સ્થળાંતર કરાયું3 લાખ લોકોનું સ્થળાંતર કરાયું
Titli Cyclone moving at a speed of 140-150 km per hour, alert in odhisha
સરકારે બુધવાર સાંજથી જ રાહત કેમ્પ શરૂ કરી દીધા છેસરકારે બુધવાર સાંજથી જ રાહત કેમ્પ શરૂ કરી દીધા છે
ઘણી જગ્યાએ ઝાડ પડ્યા હોવાથી વાહન વ્યવહાર ખોરવાયોઘણી જગ્યાએ ઝાડ પડ્યા હોવાથી વાહન વ્યવહાર ખોરવાયો
ઓરિસ્સાના 3 જિલ્લામાં ભારે વરસાદઓરિસ્સાના 3 જિલ્લામાં ભારે વરસાદ
Titli Cyclone moving at a speed of 140-150 km per hour, alert in odhisha
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App