Home » National News » Desh » સીઆરપીએફના જવાનોએ શહીદ મિત્રના પરિવારને મદદ કરી | CRPF Jawans arrange wedding for Martyr Friend sister from UttarPradesh

CRPFના 6 જવાનોએ કરાવ્યાં શહીદ મિત્રની 2 બહેનોના લગ્ન

Divyabhaskar.com | Updated - May 11, 2018, 02:26 PM

એક કે બે નહીં, શહીદની ત્રણ બહેનોના લગ્ન કરવ્યાં છે CRPFના જવાનોએ.

 • સીઆરપીએફના જવાનોએ શહીદ મિત્રના પરિવારને મદદ કરી | CRPF Jawans arrange wedding for Martyr Friend sister from UttarPradesh
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  શહીદની બહેનની સાથે સ્ટેજ પર CRPF બટાલિયનના જવાન

  મહોબાઃ CRPFના જવાન પોતાની ડ્યૂટી જવાબદારીપૂર્વક કરવાની સાથોસાથ મિત્રતા પણ નિભાવી જાણે છે. ડેપ્યુટી કમાન્ડર અજય સાહા સહિત 6 જવાનોએ શહીદ મિત્રની બહેનના લગ્ન ધામધૂમથી કરાવ્યાં. 30 એપ્રિલે શહીદની ત્રીજી બ હેન આરતીના લગ્નમાં જવાનોએ 5 લાખ રૂપિયા આપ્યાં. આ પહેલાં આ 6 મિત્રોએ શહીદ રાકેશકુમાર ચૌરસિયાની એક બહેનના લગ્ન કરાવ્યા હતા.

  2006માં થઈ હતી મિત્રતા


  - અજય સાહા, રાજદીપ ગુપ્તા, વિનય કુમાર, દીપક તિવારી, પંકજ મોદી અને પ્રકાશ ભદૌલિયા CRPFના શહીદ જવાન રાકેશ ચૌરસિયાના બેચમેટ્સ છે.
  - ડિસેમ્બર 2006માં CRPFના ગુડગાંવ કેમ્પના 38મી બેંચમાંથી 177 જવાનોએ ટ્રેનિંગ પાસઆઉટ કરી હતી. આ તમામ મિત્રો તેમાં સામેલ હતા.
  - ટ્રેનિંગ પૂર્ણ થયાં બાદ આ તમામનું પોસ્ટિંગ માઓવાદી અફેક્ટેડ ક્ષેત્ર સુકમાના ચિતાગુફામાં થયું હતું. લાંબો સમય સાથે વિતાવવાને કારણે સાતેય મિત્રોમાં સારૂ એવું બોન્ડિંગ હતું.

  5 લાખ રૂપિયા કર્યા ગિફ્ટ


  - ડેપ્યુટી કમાન્ડર અજ સાહાએ જણાવ્યું કે, "અમે લોકો અમારા સુખદુઃખને શેર કરીએ છીએ. રાકેશ હંમેશા પોતાની ત્રણેય બહેનોની વાતો કરતો હતો. તે કહેતો કે મારી એક બહેનના લગ્ન થઈ ગયા છે, 3 બચી છે. તેમના લગ્ન કરાવવાની મારી જવાબદારી જ નહીં, મારું સપનું પણ છે. 2009માં તેની શહીદી પછી અમે મિત્રોએ મળીને રાકેશની બહેનની જવાબદારી લેવાનો ફેંસલો કર્યો."
  - આ 6 CRPF જવાન રાકેશ ચૌરસિયાની ચાર બહેનો પ્રતિમા, આરતી, પ્રભા અને પિંકીમાંથી પ્રભા અને આરતીના લગ્ન કરાવી ચુક્યાં છે.
  - સૌથી મોટી બહેન પ્રતિમાના લગ્ન રાકેશ હયાત હતો ત્યારે જ થયા હતા. વર્ષ 2012માં બીજી બહેન પ્રભાના લગ્ન CRPFના જવાનોએ કરાવ્યાં હતા.
  - ગત 30 એપ્રિલે ગ્વાલિયરમાં થયેલાં ત્રીજી બહેન આરતીના લગ્નમાં તેઓએ 5 લાખ રૂપિયા એકઠાં કરીને રાકેશના પરિવારને આપ્યાં હતા. આટલું જ નહીં તમામ મિત્રો લગ્નમાં હાજર પણ રહ્યાં હતા.
  - શહીદના નાના ભાઈ સુરેશે જણાવ્યું કે, "અમને લાગતું હતું ભાઈ શહીદ થયાં પછી અમે નબળા પડી જશું, પરંતુ તેમના મિત્રો અમારા ગાર્ડિયન બનીને સામે આવ્યાં. ગત 9 વર્ષમાં તેઓ અમારા પરિવાર સાથે ઊભા છે. સુખ-દુઃખમાં સાથે ઊભા રહ્યાં છે. હવે મારે એક નહીં ઘણાં ભાઈઓ છે."

  માઓવાદી સાથેની અથડામણમાં થયા હતા શહીદ


  - યુપીના મહોબાના રાકેશ ચૌરસિયા 18 સપ્ટેમ્બર, 2009માં છત્તીસગઢના ચિંતાગુફા પોલીસ સ્ટેશનની હદમાં થયેલા સિઘમડગુ ઓપરેશનમાં શહીદ થયા હતા. તેઓ CRPFની કોબરા કમાન્ડો બટાલિયનમાં સામેલ હતા.
  - શહીદી પહેલાં રાકેશ એક ગન ફેક્ટરીનો પર્દાફાશ પણ કર્યો હતો. સાથે જ દંતેવાડામાં થયેલા એન્કાઉન્ટરમાં અનેક નકસલીઓને ઠાર કર્યા હતા.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • સીઆરપીએફના જવાનોએ શહીદ મિત્રના પરિવારને મદદ કરી | CRPF Jawans arrange wedding for Martyr Friend sister from UttarPradesh
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આસિસ્ટન્ટ કમાન્ડર રહેલા રાકેશ કુમાર ચૌરસિયા વર્ષ 2009માં શહીદ થયા હતા
 • સીઆરપીએફના જવાનોએ શહીદ મિત્રના પરિવારને મદદ કરી | CRPF Jawans arrange wedding for Martyr Friend sister from UttarPradesh
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  30 એપ્રિલે શહીદની ત્રીજી બહેન આરતીના લગ્નમાં જવાનોએ 5 લાખ રૂપિયા આપ્યાં
 • સીઆરપીએફના જવાનોએ શહીદ મિત્રના પરિવારને મદદ કરી | CRPF Jawans arrange wedding for Martyr Friend sister from UttarPradesh
  આ 6 CRPF જવાન રાકેશ ચૌરસિયાની ચાર બહેનો પ્રતિમા, આરતી, પ્રભા અને પિંકીમાંથી પ્રભા અને આરતીના લગ્ન કરાવી ચુક્યાં છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ