Home » National News » Desh » Crowd killed innocent boy in doubt of him being children thief at Pali Jodhpur

બાળકચોરીના ડરથી ભીડે મારી નાખ્યો નિર્દોષ યુવક, હાથ બાંધીને ઘસડ્યો, ક્રૂરતાની હદો પાર

Divyabhaskar.com | Updated - May 26, 2018, 12:33 PM

પાલી જિલ્લાના નિમાજ ગામના કાલુરામ મેઘવાલની બુધવારે બેંગલુરૂમાં ભીજે મારીમારીને નિર્મમતાથી હત્યા કરી નાખી

 • વગર કોઇ આધારે યુવકને આરોપી કરાર આપવામાં આવ્યો અને ભર રસ્તા પર મારી નાખ્યો.

  પાલી (જોધપુર): પાલી જિલ્લાના નિમાજ ગામના કાલુરામ મેઘવાલની બુધવારે બેંગલુરૂમાં ભીજે મારીમારીને નિર્મમતાથી હત્યા કરી નાખી. બેંગલુરૂ પોલીસનું કહેવું છે કે બાળકોની ચોરી અને માનવ તસ્કરીની શંકામાં એક 25 વર્ષીય કાલુરામ મેઘવાલ ભીડના હાથે ચડી ગયો. ભીડે તેના હાથ બાંધીને ઘસડ્યો અને તેને ખૂબ માર્યો જેનાથી તેનું મોત થઇ ગયું. પોલીસે આ સિલસિલામાં ચાર મહિલાઓ સહિત 14 લોકોની ધરપકડ કરી છે. મૃતકનું શબ બેંગલુરૂના વિક્ટોરિયા હોસ્પિટલની મોર્ચરીમાં રખાવવામાં આવ્યું છે. મૃતકના પરિવારજનો ગુરૂવારે મોડી રાતે ત્યાં પહોંચી ગયા, જેમને શુક્રવારે પોસ્ટમોર્ટમ કરાવી શબ સોંપવામાં આવશે.

  ઘરમાં સૌથી મોટો, માતા-પિતાના અવસાન પચી મજૂરી કરવા ગયો બેંગલુરૂ

  મૃતકના પરિવારજનોનું કહેવું છે કે નિમાજ ગામમાં આસરલાઈ દરવાજા પાસે આવેલા મેઘવાલોના મહોલ્લામાં રહેતા 25 વર્ષીય કાલુરામના માતા-પિતાનું થોડાંક વર્ષો પહેલાં જ મોત થઇ ગયું. પરિવારમાં તે સૌથી મોટો છે, જેના કારણે તે મજૂરી કરવા માટે પુણે ગયો. જ્યાં માર્બલ ફિટિંગનુંકામ કરતો હતો. લગભગ 8 મહિનાથી તે મજૂરી માટે બેંગલુરૂમાં રહેતો હતો.

  ફક્ત અફવાઓ અને સોશિયલ મીડિયા પર શંકાસ્પદ આરોપીની અસ્પષ્ટ તસવીરોથી માન્યો ગુનેગાર

  કાલુરામ બેંગલુરૂમાં ટાઇલ્સ ફિટિંગનું કામ કરતો હતો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બાળકોને ચોરી જતી ગેંગની અફવાઓ બહુ ઝડપથી ફેલાઇ. શંકાસ્પદ લોકોના ફોટા વાયરલ કરવામાં આવ્યા. ગરીબ તેમજ શ્રમિક હોવાને કારણે કાલુરામ પણ અસ્તવ્યસ્ત રહેતો હતો. બેંગલુરૂ પોલીસે પણ સ્વીકાર્યુંકે તેને ચોર સમજવાનું કોઇ કારણ જ નથી. તેમ છતાંપણ લોકોએ તેને શંકાસ્પદ માનીને મોતને ઘાટ ઉતારી દીધો.

  એક દિવસ પહેલા ભાઈને ફોન કરીને જીવનું જોખમ હોવાનું જણાવ્યું

  મૃતકના નાના ભાઈ સોનારામનું કહેવું છે કે 22મેના રોજ તેની પાસે કાલુરામનો ફોન આવ્યો હતો કે તેના જીવને જોખમ છે. તે જ સાંજે સોનારામને કાલુરામે ફરી ફોન કર્યો અને જીવ બચાવવાની વિનંતી કરી. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આ સંબંધે નિમાજ પોલીસચોકીના અધિકારી રાજેન્દ્રસિંહને સૂચના આપીને મદદ માંગવામાં આવી, પરંતુ તેમણે કોઇ મદદ ન કરી. રાજેન્દ્રસિંહ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે તેમની પાસે મદદ માંગવા માટે કોઇ નથી આવ્યું.

  વ્હોટ્સએપ પર ફેલાઇ બાળકોની ચોરીની અફવા, લોકો પર થઇ રહ્યા છે હુમલા

  - પોલીસના જણાવ્યા પ્રમાણે, કર્ણાટકમાં વ્હોટ્સએપ પર બાળકચોરી માટે શંકાસ્પદ લોકોના દેખાવ સાથે મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે. તેને જોયા પછી લોકોએ બેંગલુરૂમાં કામ કરતા ફિટર કાલુરામને પણ બાળકોનો ચોર સમજી લીધો. ચામરાજપેટ ગાર્ડનમાં કેટલીક મહિલાઓ સાથે લોકોએ તેનો પીછો કર્યો. ત્યારબાદ કેટલાક અન્ય લોકો સાથે મળીને તેને બેટ અને દંડાથી માર્યો. સૂચના મળતાં પહોંચેલી પોલીસે ઘાયલ અવસ્થામાં કાલુરામને હોસ્પિટલ પહોંચાડ્યો જ્યાં તેનું મોત થઇ ગયું.

  - એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાલુરામને બાળકચોર સમજવાનું કોઇ કારણ ન હતું. ઘણી જગ્યાઓ પર વોટ્સએપ મેસેજ ચાલી રહ્યો છે. હાસનમાં બિહારના એક વ્યક્તિને બાળકચોર સમજીને લોકોએ તેને પોલીસને હવાલે કર્યો. રાયચૂર જિલ્લામાં માનસિક બીમાર વ્યક્તિને લોકોએ બાળકચોર સમજીને માર્યો. કોલારમાં પણ બે લોકોને મારવામાં આવ્યા.

  આટલી ભીડમાં કોઇ સમજદાર નહીં

  - 2 મિનિટ 47 સેકન્ડ્સનો લાઇવ વીડિયો અને સડક પર ઠેર-ઠેર વિખરાયેલા શરીરમાંથી વહેલા લોહીના ડાઘા એ વાતના સાક્ષી છે કે યુવક સાથે ક્રૂરતાની તમામ હદો પાર કરવામાં આવી. સડક પર ઘસડ્યો તો કપડાં ફાટ્યા, લોહી વહેવા લાગ્યું, ઉપરથી દંડા અને લાતો મારથી બચાવ માટે ચીસો પાડતો રહ્યો.

  સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

 • Crowd killed innocent boy in doubt of him being children thief at Pali Jodhpur
  ભીડે પોતાના હાથમાં લીધો કાયદો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ