ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Created fake social media account with beautiful woman Photo then defraud people

  નકલી અકાઉન્ટમાં સુંદર મહિલાનો ફોટો, બનાવ્યા 10 લાખ ફોલોઅર્સ, પછી લોકોને ઠગ્યા

  divyabhaskar.com | Last Modified - Apr 29, 2018, 07:15 AM IST

  મહિલાએ ફરિયાદ કરી કે એક નકલી અકાઉન્ટ પર તેના ફોટાનો ઉપયોગ થઇ રહ્યો છે
  • આરોપીએ નકલી સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવીને 10 લાખ ફોલોઅર્સ બનાવ્યા. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપીએ નકલી સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવીને 10 લાખ ફોલોઅર્સ બનાવ્યા. (પ્રતીકાત્મક તસવીર)

   નવી દિલ્હી: દેશની રાજધાનીમાં એક સુંદર મહિલાના ફોટાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર નકલી અકાઉન્ટ બનાવીને છેતરપિંડી કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીનું નામ છે આકાશ ચૌધરી, જે એક કોમર્સ ગ્રેજ્યુએટ છે. સોશિયલ મીડિયાના તેના નકલી અકાઉન્ટ પર આશરે 10 લાખ ફોલોઅર્સ છે. તે પોતાના અકાઉન્ટ પર શૂઝ, વોચ, સનગ્લાસીસ, કપડા તેમજ કેબ સર્વિસનું પ્રમોશન કરવા માટે કંપનીઓ પાસેથી દર મહિને પૈસા લેતો હતો.

   મહિલાએ કરી ફરિયાદ કે નકલી અકાઉન્ટમાં તેના ફોટાનો ઉપયોગ

   - ડીસીપી ચિન્મય બિશ્વાલે જણાવ્યું કે લાજપત નગરમાં રહેતી મહિલાએ ફરિયાદ કરી કે એક નકલી અકાઉન્ટ પર તેના ફોટાનો ઉપયોગ થઇ રહ્યો છે. તેમના અકાઉન્ટ પરથી ફોટા ઉઠાવીને નકલી અકાઉન્ટ પર લગાવવામાં આવ્યા છે.

   - અનેક બ્રાન્ડ્સના પ્રમોશનમાં પણ તેમના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન મહિલાએ પોલીસને જણાવ્યું કે તેમના ફોટાનો ઉપયોગ કરીને નકલી અકાઉન્ટ ખોલનાર વ્યક્તિ તેમના પર વધુ ફોટાઓ આપવાનું દબાણ પણ કરી રહ્યો છે.
   - મહિલાએ જણાવ્યું કે જો તે વધુ ફોટા નહીં આપે તો તેમના ફોટા અશ્લીલ સાઇટ્સ પર નાખવાની ધમકી પણ તે માણસ આપી રહ્યો છે.

   પુરુષોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો હતો

   - એસીપી કે.પી. સિંહની દેખરેખમાં ઇન્સ્પેક્ટર રાજીવ મલિક અને એસઆઇ સંદીપ પવારની અધ્યક્ષતામાં એક ટીમ બનાવવામાં આવી. ટીમ તપાસ કરતી-કરતી ગુડગાંવ સેક્ટર-55માં આકાશ ચૌધરી સુધી પહોંચી ગઇ, જે મીટ શોપ ચલાવે છે.

   - તેના મોબાઇલ અને લેપટોપની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી તો તેણે ગુનો કબૂલી લીધો.
   - પૂછપરછમાં ખુલાસો થયો કે તે પુરુષોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો હતો. યુવાન છોકરી તરફથી આવેલી રિકવેસ્ટ જોઇને દરેક જણ તે સ્વીકારી લેતો હતો.
   - ચેટિંગ પછી જ્યારે કોઇ વ્યક્તિ તેને મળવાની ઇચ્છા જાહેર કરતો હતો તો તે તેની પાસે પોતાના ઇ-વોલેટમાં પૈસા જમા કરવા માટે કહેતો. પૈસા જમા થતા જ તે બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ત્યાંથી કાઢી લેતો હતો. આ રીતે તેઁણે 10-12 લોકોને ઠગ્યા હતા.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Created fake social media account with beautiful woman Photo then defraud people
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top