નવી દિલ્હી: સુનંદા પુષ્કર મર્ડર કેસમાં દિલ્હીની કોર્ટે પોલીસની ચાર્જશીટને ધ્યાનમાં લીધી છે. હવે શશિ થરૂરે એક આરોપી તરીકે ટ્રાયલ કોર્ટનો સામનો કરવો પડશે. થરુર પર આત્મહત્યા માટે ઉશકેરવા એટલે કે આઈપીસી 306 અને લગ્ન જીવનમાં ક્રૂરતા એટલે કે 489Aનો આરોપ છે. દિલ્હી પોલીસની ચાર્જશીટને ધ્યાનમાં લઈને કોર્ટે કહ્યું છે કે, શશિ થરુર સામે આ કલમ અંતર્ગત કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે. સુનંદા પુષ્કર હત્યા કેસ અંગે શશિ થરૂરે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. થરૂરે કહ્યું કે, "આ આરોપો નિરર્થક અને પાયાવિહોણા છે. આ આખું કેમ્પેઇન મારા વિરુદ્ધ બદઇરાદા અને વેરભાવનાથી ચલાવવામાં આવી રહ્યું છે."
સુબ્રમણ્યમ સ્વામીએ કરી છે કોર્ટમાં બે અરજી
આ કેસમાં સુબ્રમણ્મયમ સ્વામીએ કોર્ટમાં બે અરજી કરી છે. પહેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં દિલ્હી પોલીસે જે તેમના ઓફિસરો સાથે વિજિલન્સ તપાસ કરાવી છે તે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવે. કારણકે ઓફિસરોએ પુરાવા સાથે જે ચેડા કર્યા છે તેનો ઉલ્લેખ વિજિલન્સ રિપોર્ટમાં છે. બીજી અરજીમાં તેમણે કહ્યું છે કે, આ કેસ હત્યાનો છે, તેથી તેમાં હત્યા અંતર્ગત ટ્રાયલ કરવામાં આવે. હવે આ બંને અરજી કોર્ટે દિલ્હી પોલીસને આપી છે. આ વિશે પણ 7 જુલાઈના રોજ સુનાવણી કરવામાં આવશે.
દિલ્હી પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે આ મહત્વના મુદ્દાઓ
સુનંદા અને શશિ વચ્ચે આંતરે દિવસે થતાં ઝઘડા
- ચાર્જશીટમાં ફરિયાદી પક્ષના વકીલે કહ્યું છે કે, સુનંદા અને શશિના લગ્ન જીવનને 3 વર્ષ અને 3 મહિના થયા હતા. બંનેના આ ત્રીજા લગ્ન હતા અને તેમની વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતા. એરપોર્ટ ઉપર પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો તે વાત સુનંદાના ઘણાં મિત્રોએ જણાવી હતી.
- સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે સુનંદા ડિપ્રેશનમાં હોવાના કારણે થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ પણ થઈ હતી. તેની મૃત્યુ વખતે તેની પાસેથી એલપરેક્સની 27 ટેબલેટ પણ મળી હતી. તેણે કેટલી લીધી તે ખબર પડી નથી. તેનું મોત એલપરેક્સના ઝેરના કારણે થયું હોવાનું સાબીત થયું છે.
સુનંદાએ શશિને મેઈલ લખીને કહ્યું હતું- તે મરવા માગે છે
- સુનંદાએ મોત પહેલાં શશિને બે મેઈલ કર્યા હતા અને તેમાં તેણે લખ્યું હતું કે, તે મરવા માગે છે.
- સુનંદાને શક હતો કે, શશિ થરુરને અન્ય કોઈ સાથે સંબંધ છે. અને તે કારણથી તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી.
- ફરિયાદી પક્ષના વકિલના જણાવ્યા પ્રમાણે, શશિ થરુર સુનંદાને સતત અવોઈડ કરતો હતો અને તેના ફોન પણ નહતો ઉપાડતો.
સુનંદાએ શરૂ કરી એન્ટી-ડિપ્રેશન દવાઓ લેવાનું
- સુનંદાએ શશિ થરુર સાથે વાત-ચીત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને સફળતા નહતી મળી. ત્યારપછી તેણે સોશિયલ મીડિયા અને ફ્રેન્ડ્સનો સહારો લઈને એન્ટી ડિપ્રેશન દવાઓ લેવાનું શરૂ કર્યું હતું.
- સુનંદાએ મોત પહેલાં સોશિયલ મીડિયા ઉપર જે શેર કર્યું તેને પોલીસ મોત પહેલાનું છેલ્લું નિવેદન માની રહી છે.
- સુનંદાએ મોત પહેલાં તેના મિત્રોને શશિ થરુરના અન્ય સાથે સંબંધ હોવાની વાત કરી હતી. પોલીસે તે મિત્રોના નિવેદન નોંધી લીધા છે. તેનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે. આમ દિલ્હી પોલીસનું માનવું છે કે, તેમની પાસે શશિ થરુર વિરુદ્ધ ઘણાં પુરાવા છે.
આગળની સ્લાઇડમાં જુઓ, શશિ થરૂરે જાહેર કરેલું સ્ટેટમેન્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.