Home » National News » Latest News » National » Aircel-Maxis case: Court gives P Chidambaram protection from arrest by ED till 10 July

એરસેલ-મેક્સિસ ડીલઃ પહેલીવાર ચિદમ્બરની સળંગ 6 કલાક થઇ પૂછપરછ

Divyabhaskar.com | Updated - Jun 05, 2018, 07:44 PM

ગયા અઠવાડિયે પી. ચિદમ્બરમે એરસેલ મેક્સિસ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી

  • Aircel-Maxis case: Court gives P Chidambaram protection from arrest by ED till 10 July

    નવી દિલ્હી: એરસેલ-મેક્સિસ મની લોન્ડ્રિંગ કેસમાં પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમની મંગળવારે એન્ફોર્મસેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ આશરે સાડા છ કલાક પૂછપરછ કરી હતી. ચિદમ્બરમ આ કેસમાં પહેલીવાર પૂછપરછ માટે ઇડીના મુખ્યાલયમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રૂ.3,500 કરોડના એરસેલ-મેક્સિસ સોદામાં ઇડી ચિદમ્બરમની ભૂમિકાની તપાસ કરી રહી છે.

    ઇડીના મુખ્યાલય પર કડક બંદોબસ્ત


    - સવારે 11 વાગ્યે પોતાના વકીલ સાથે ચિદમ્બરમ ઇડીના મુખ્યાલય પર પહોંચ્યા હતા. પોલિસ અને સીઆરપીએફનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બે કલાકની પૂછપરછ પછી એજન્સીએ તેમને 1.30 વાગ્યે લંચ માટે પરવાનગી આપી હતી. 3 વાગ્યે ફરીથી તેમની પૂછપરછ શરૂ થઇ હતી. તે દરમિયાન 6 કલાક અને 30 મિનિટ સુધી તેમને સવાલો કરવામાં આવ્યા હતા.

    10 જુલાઇ સુધી ધરપકડ નહિ

    એરસેલ મેક્સિસ કેસમાં કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની ધરપકડ સામે 10 જુલાઈ સુધી પ્રોટેક્શન આપ્યું છે. આ પહેલા ગયા અઠવાડિયે પી. ચિદમ્બરમે એરસેલ મેક્સિસ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી હતી. પટિયાલા હાઉસ કોર્ટે આ અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસે જવાબ માંગ્યો હતો જે EDએ 5 જૂન સુધીમાં કોર્ટને આપવાનો છે. પટિયાલા હાઉસ કોર્ટે આગામી સુનાવણીની તારીખ સુધી પી. ચિદમ્બરમની ધરપકડ સામે પ્રોટેક્શન પણ આપ્યું હતું.

    એરસેલ મેક્સિસ મામલે કોઇને માફ કરવામાં નહીં આવે: અરૂણ જેટલી

    - આ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે એરસેલ મેક્સિસ ડીલમાં તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમે કેબિનેટ કમિટીની પરવાનગી વગર જ મંજૂરી આપી દીધી, જ્યારે આ ડીલ 3500 કરોડની હતી.

    - નિયમો પ્રમાણે નાણામંત્રી 600 કરોડ રૂપિયા સુધીની ડીલને જ મંજૂરી આપી શકે છે. એફઆઇપીબીએ ફાઇલને નાણામંત્રી પાસે મોકલી અને તેમણે તેને મંજૂર કરી દીધી. પરંતુ, સીજેઆઇએ કહ્યું કે કોઇ નોટિસ જાહેર કરવામાં આવે, તે પહેલા અરજી દાખલ કરનારે કોર્ટની સમક્ષ પ્રાથમિક પુરાવાઓ મટિરિયલ તરીકે રજૂ કરવા પડશે.
    - આ મામલે નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે એરસેલ મેક્સિસ મામલે કોઇને પણ માફ નહીં કરવામાં આવે.
    - ઉલ્લેખનીય છે કે એરસેલ મેક્સિસ ડીલ મામલે 3 એપ્રિલના રોજ ઇડીએ સુપ્રીમ કોર્ટમાં તપાસનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. આ કેસમાં કોંગ્રેસના નેતૃત્વવાળી ભૂતપૂર્વ યુપીએ સરકારમાં નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમ પર આરોપો લગાવવામાં આવ્યા હતા. ઇડીએ આ મામલે કોર્ટમાં સીલબંધ રિપોર્ટ દાખલ કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending