ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» કપલ બે દિવસ લિવ-ઈનમાં રહી સુસાઈડ કર્યું| Couple Two Days Stay In Live In And After That Suicide

  પરિવારને પસંદ નહતો સંબંધ, 2 દિવસ લિવ-ઈનમાં રહી રસ્તા વચ્ચે આપી દીધો જીવ

  divyabhaskar.com | Last Modified - May 26, 2018, 10:47 AM IST

  પરિવાર અને સમાજે યુવક-યુવતીનો સંબંધ સ્વીકાર્યો નહતો, બંનેએ રસ્તા વચ્ચે ઝેર ખઈ આપ્યો જીવ
  • પરિવારને પસંદ નહતો સંબંધ, 2 દિવસ લિવ-ઈનમાં રહી રસ્તા વચ્ચે આપી દીધો જીવ
   પરિવારને પસંદ નહતો સંબંધ, 2 દિવસ લિવ-ઈનમાં રહી રસ્તા વચ્ચે આપી દીધો જીવ

   રાયગઢ (છત્તીસગઢ). પરિવાર તથા સમાજે યુવક-યુવતીનો સંબંધ સ્વીકાર્યો નહીં તો બંનેએ રસ્તાની વચ્ચે ઝેર ખાઈને જીવ આપી દીધો. મંગળવાર સવારે 9 વાગ્યે ઘરઘોડા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકોએ રસ્તા કિનારે યુવક અને યુવતીને બેભાન અવસ્થામાં જોયા. લોકોએ પાસે જઈને બંનેને જગાડવાનો પ્રયાસ કર્યો, તેમના મોઢામાંથી ફીણ આવતું જોઈને લોકોએ તાત્કાલિક પરિવારોને સૂચના આપી.

   ડોક્ટર્સે પ્રેમી જોડા દ્વારા સલ્ફોસની ગોળી ખાવાની પુષ્ટિ કરી

   - પરિવારના સભ્યો બંનેને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગઈ પરંતુ તેમને બચાવી ન શકાયા. હોસ્પિટલમાં ડોક્ટર્સે પ્રેમી જોડા દ્વારા સલ્ફોસની ગોળી ખાવાની પુષ્ટિ કરી.
   - હાલત ગંભીર હોવાનું જણાવી બંનેને રાયગઢ રેફર કરી લીધા. 108 સંજીવની એક્સપ્રેસ એમ્બુલન્સથી બંનેને મેકાહારા મોકલવામાં આવ્યા પરંતુ રસ્તામાં બંનેના મોત થઈ ગયા.
   - યુવક ઘરઘોડાના રામઅવતાર રાઠિયા (20) અને યુવતી બરકસપાલીની સીમા ચૌહાણ (18) હોવાનું બહાર આવ્યું છે.
   - પોલીસે જણાવ્યું કે લગ્ન માટે પરિવારજનોની મંજૂરી નહોતી મળી રહી. આ દુર્ઘટના બાદ બંનેના ગામમાં લોકો શોકમાં છે.
   - હોસ્પિટલોમાં કાઉન્સિલ સેન્ટર પર ખોલ્યા છે પરંતુ સુસાઇડના મામલા ઘટી નથી રહ્યા.

   રાયગઢમાં ભાડાના મકાનમાં રહેતા હતા પ્રેમીપંખીડા


   - 8 માર્ચના રોજ સગીર જોડાએ કરી હતી આત્મહત્યા. આવો જ એક મામલો 8 માર્ચે સામે આવ્યો હતો.
   - બરમકેલા વિસ્તારના દીપક પટેલ (17)ને રાધિકા યાદવ (16) સાથે પ્રેમ થઈ ગયો હતો.
   - બંનેની વચ્ચે બે વર્ષથી વધુ સમય સુધી પ્રેમ સંબંધ રહ્યો. જોકે બંનેની વચ્ચે પ્રેમની વાત પરિવારને ખબર પડી ગઈ હતી.
   - પ્રેમી યુગલ રાયગઢમાં ભાડાનું મકાજ લઈને રહેતું હતું. બંનેના પરિવારજનો એકબીજા પર નજર રાખી રહ્યા હતા.
   - આદિવાસી છોકરો અને અનુસૂચિત જાતિની છોકરી હોવાના કારણે પરિવારોને આંતરજાતિય વિવાહ પસંદ નહોતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કપલ બે દિવસ લિવ-ઈનમાં રહી સુસાઈડ કર્યું| Couple Two Days Stay In Live In And After That Suicide
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `