Home » National News » Latest News » National » Shri Shri Ravi Shankar gets couple Married aboard his special train

ચાલતી ટ્રેનમાં પરિણય સૂત્રે બંધાયું આ દંપતી, શ્રી શ્રીએ સંપન્ન કરાવ્યાં લગ્ન

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 03:04 PM

ભારતીય રેલના ઈતિહાસમાં લગભગ પ્રથમ વખત ચાલતી ટ્રેનમાં લગ્ન થયાં હોય એવો પ્રસંગ બન્યો છે.

  • Shri Shri Ravi Shankar gets couple Married aboard his special train
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ફાર્માસિસ્ટ સચિન કુમાર અને ટેક્સ ડિપાર્ટમેન્ટની કર્મચારી જ્યોત્સના સિંહ પટેલ ચાલતી ટ્રેને લગ્નગ્રંથીએ બંધાયા

    નવી દિલ્હીઃ ભારતીય રેલના ઈતિહાસમાં લગભગ પ્રથમ વખત ચાલતી ટ્રેનમાં લગ્ન થયાં હોય એવો પ્રસંગ બન્યો છે. ફુલોથી શણગારેલી ટ્રેનમાં આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરે એક યુવક-યુવતીના પરિણય કરાવ્યાં હતા. આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક રવિશંકરની સંસ્થા દ્વારા આ અનોખા લગ્નનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.

    આ લગ્નથી મેસેજ આપવાનો પ્રયાસ


    - આર્ટ ઓફ લિવિંગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ ફાર્માસિસ્ટ સચિન કુમાર અને ટેક્સ ડિપાર્ટમેન્ટની કર્મચારી જ્યોત્સના સિંહ પટેલે બુધવારે ઉત્તરપ્રદેશના ગોરખપુર તેમજ લખનઉની આજુબાજુ વિવાહની ગાંઠમાં બંધાયા હતા.
    - રવિશંકરે આ લગ્ન અંગે જણાવ્યું કે, "આ એક સંદેશ છે, જે દરેક ઘરમાં પહોંચાડવા માગું છું. અને સંદેશ એ છે કે લગ્ન પાછળ લખલૂટ ખર્ચાઓ કરવા કરતાં સામાન્ય રીતે જ થવા જોઈએ. લોકોએ તે માટે દેવું કરવું કે લાખો રૂપિયાનો ખર્ચ કરવાની કોઈ જ જરૂરિયાત નથી."

    PM સાથે રેલ મંત્રીને ટેગ કરી કર્યું ટ્વિટ


    - રવિશંકરના એક અનુયાયીએ વડાપ્રધાનની સાથે સાથે રેલ મંત્રીને ટેગ કરતાં ટ્વિટ કર્યું કે, "ભારતીય રેલના ઈતિહાસમાં સંભવતાઃ આ પહેલો પ્રસંગ છે જ્યારે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વિધિવત વિવાહ સમ્પન થયાં છે."
    - અનુયાયી વધુમાં લખ્યું કે, "ગુરૂદેવ શ્રી શ્રીની ઉપસ્થિતિમાં જ્યોત્સના અને સચિન પરિણય સૂત્રમાં બંધાય ગયા."
    - સોશિયલ નેટવર્કિગ સાઈટ પર હાર પહેરેલાં નવદંપતિના અનેક ફોટાઓ પોસ્ટ કરવામાં આવ્યાં છે.

    રવિશંકર ખાસ ટ્રેનમાં નીકળ્યાં છે UPની યાત્રાએ


    - ઉત્તરપ્રદેશના કૌશંબી સ્થિત ઉધની ખુર્દ ગામમા રહેતાં સચિન ભદોહીમાં કામ કરે છે.
    - આ વિશેષ ટ્રેનથી રવિશંકર સમગ્ર ઉત્તરપ્રદેશની યાત્રા પર નીકળ્યાં છે.
    - જો કે હજુ સુધી તે સ્પષ્ટ નથી કે નવવિવાહિત દંપતિ આર્ટ ઓફ લિવિંગના સભ્ય છે કે નહીં તેમજ તેઓ રવિશંકરના અનુયાયીઓનો ભાગ છે કે નહીં.
    - યાત્રા દરમિયાન શ્રી શ્રીના અનુયાયીઓએ નવદંપતિને શુભેચ્છાઓ પાઠવી હતી.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • Shri Shri Ravi Shankar gets couple Married aboard his special train
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    લગ્ન પાછળ લખલૂટ ખર્ચાઓ કરવા કરતાં સામાન્ય રીતે જ થવા જોઈએ તેવો સંદેશો ફેલાવવાનો પ્રયાસ- રવિશંકર
  • Shri Shri Ravi Shankar gets couple Married aboard his special train
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ફુલોથી શણગારેલી ટ્રેનમાં આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રીએ દંપતીના લગ્ન કરાવ્યાં
  • Shri Shri Ravi Shankar gets couple Married aboard his special train
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક રવિશંકરની સંસ્થા દ્વારા આ અનોખા લગ્નનો એક વીડિયો પણ જાહેર કર્યો છે
  • Shri Shri Ravi Shankar gets couple Married aboard his special train
    ઉત્તરપ્રદેશના ગોરખપુર તેમજ લખનઉની આજુબાજુ વિવાહની ગાંઠમાં બંધાયા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ