દેશનાં મુખ્ય 91 જળાશય 10 વર્ષની સૌથી સારી સ્થિતિમાં; 2 જુલાઇએ માત્ર 15 % પાણી બચ્યું હતું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: મોનસૂનને લઇને એક સારા સમાચાર છે. દેશનાં મુખ્ય જળાશયોમાં અત્યાર સુધીમાં 73.471 બીસીએમ (અબજ ઘન મીટર) પાણી એકઠું થઇ ચૂક્યું છે. આ જળાશયો તેમની ક્ષમતાના 45 % ભરાઇ ગયાં છે. ગત વર્ષની તુલનાએ 4 % વધુ પાણી છે. આ સ્ટોરેજ ગત વર્ષના આ ગાળાના કુલ સ્ટોરેજના 110 % અને છેલ્લાં 10 વર્ષના સરેરાશ સ્ટોરેજના 111 % છે. આ 10 વર્ષની સૌથી સારી સ્થિતિ છે. સેન્ટ્રલ વોટર કમિશનના જણાવ્યાનુસાર ઓવરઓલ સ્ટોરેજની સ્થિતિ ગત વર્ષ કરતાં ઘણી સારી છે. ગયા મહિને 2 જુલાઇએ આ જળાશયોમાં માત્ર 15 % પાણી બચ્યું હતું. 

 

ભૂજળ પર રિપોર્ટ: દક્ષિણના ડેમ 62 % ભરાયા જ્યારે ઉત્તરીય ક્ષેત્રના ડેમમાં 33 % પાણી

 

ઉત્તરીય ક્ષેત્ર: હિમાચલ, પંજાબ અને રાજસ્થાનનાં 6 જળાશય
આ ક્ષેત્રમાં 18.01 બીસીએમની સ્ટોરેજ ક્ષમતાવાળાં 6 જળાશય છે. તે 33 % ભરાયા છે. 10 વર્ષની સરેરાશ 52 % છે.
 

પૂર્વીય ક્ષેત્ર: ઝારખંડ, ઓડિશા, બંગાળ અને ત્રિપુરાના 15 ડેમ

આ રાજ્યોમાં 18.83 બીસીએમ સ્ટોરેજ ક્ષમતાવાળાં 15 જળાશય છે. હાલ 42 % પાણી છે. 10 વર્ષની સરેરાશ 34% છે. 
 

પશ્ચિમી ક્ષેત્ર: ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 જળાશય છે
31.26 બીસીએમની સ્ટોરેજ ક્ષમતાવાળાં 27 જળાશય. હાલ 34 % પાણી. 10 વર્ષની સરેરાશ 39 % છે. 
 

મધ્ય ક્ષેત્ર: યુપી, ઉત્તરાખંડ, એમપી, છત્તીસગઢના 12 ડેમ
અહીં 12 ડેમ આવેલા છે. તેમની ક્ષમતા 42.30 બીસીએમ છે. હાલ તેમાં 40 ટકા પાણી છે. છેલ્લાં 10 વર્ષની સરેરાશ 42 %.
 

દક્ષિણ ક્ષેત્ર: આંધ્ર, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળના ડેમ 62 % ભરાયા
આ ક્ષેત્રમાં 51.59 બીસીએમની કુલ ક્ષમતાવાળાં 31 જળાશય છે. તેમાં 31.99 બીસીએમ પાણી છે એટલે કે 62 % ભરાયા છે. ગત વર્ષે 28 % પાણી હતું. 10 વર્ષની સરેરાશ 41 % છે.
- એટલે કે ઉત્તરીય, પશ્ચિમી ક્ષેત્રના ડેમોમાં પાણી ઓછું છે. બીજી તરફ પૂર્વીય, દક્ષિણ ક્ષેત્રમાં ડિસ્ટ્રિબ્યુશન બહેતર છે.

 

ગત વર્ષની તુલનાએ અહીં સ્ટોરેજ બહેતર
ઓડિશા, ત્રિપુરા, ઉત્તરાખંડ, છત્તીસગઢ, એપી એન્ડ ટીજી (બંને રાજ્યમાં બે સંયુક્ત પરિયોજનાઓ), આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સામેલ છે.
 

ગત વર્ષની તુલનાએ અહીં સ્થિતિ ખરાબ
મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...