Home » National News » Latest News » National » શાહિદ આફરિદીની કાશ્મીર મુદ્દે ટ્વિટથી વિવાદ | Controversy on tweet of Pak Player Shahid Afridi regarding Kashmir issue

આફ્રિદીને કેમ ખટકે છે કાશ્મીર? BSFએ આતંકી ભાઈને કર્યો હતો ઠાર

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 12:18 PM

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફરિદીએ કાશ્મીર મુદ્દે આપેલા નિવેદનની ભારતમાં ચારેબાજુ ટીકા થઇ રહી છે

 • શાહિદ આફરિદીની કાશ્મીર મુદ્દે ટ્વિટથી વિવાદ | Controversy on tweet of Pak Player Shahid Afridi regarding Kashmir issue
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આફરિદીએ પહેલા પણ આપ્યું છે કાશ્મીર મુદ્દે વિવાદાસ્પદ નિવેદન. (ફાઇલ)
  નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કાશ્મીર મુદ્દે આપેલા નિવેદનની ભારતમાં ચારેબાજુ ટીકા થઇ રહી છે. ઘણા ક્રિકેટ ખેલાડીઓએ તેના પર પલટવાર કર્યો છે. જોકે આ પહેલો મામલો નથી જ્યારે કાશ્મીરને લઇને શાહિદ આફ્રિદીએ વિવાદિત નિવેદન આપ્યું હોય. સતત આવા નિવેદનો આપવા પાછળનું કારણ છે તેનું કાશ્મીર કનેક્શન.

  ટ્વિટ પર વિવાદ
  - જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકવિરોધી અભિયાન હેઠળ 13 આતંકીઓને ઠાર માર્યા હતા. આફ્રિદીએ જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આ 13 આતંકીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને ટ્વિટ કરી કે ભારત હેઠળના કાશ્મીરની સ્થિતિ ચિંતાજનક છે. આફ્રિદીએ ટ્વિટર પર લખ્યું હતું કે, 'ભારતના કબ્જાવાળા કાશ્મીરમાં સ્થિતિ નાજુક થતી જઇ રહી છે.'
  - આફ્રિદીએ લખ્યું, "ત્યાં આઝાદીના અવાજને દબાવવામાં આવી રહ્યો છે અને નિર્દોષોને મારવામાં આવી રહ્યા છે. પરંતુ એ જોઇને આશ્ચર્ય થઇ રહ્યું છે કે અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? સંયુક્ત રાષ્ટ્ર આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે કોઇ કાર્યવાહી કેમ નથી કરી રહ્યું."
  ભારતીય ક્રિકેટરોનો પલટવાર
  - કાશ્મીર મુદ્દે આપવામાં આવેલા નિવેદન પર ભારતીય ક્રિકેટ ખેલાડીઓએ પલટવાર કર્યો છે. સચિને કહ્યું, "અમારા દેશને ચલાવવા અને મેનેજ કરવા માટે અમારી પાસે સક્ષમ લોકો છે. કોઇ બહારની વ્યક્તિએ અમને એ જણાવવાની જરૂર નથી કે અમારે શું કરવું જોઇએ."
  - સુરેશ રૈનાએ પણ આફ્રિદીને જડબાતોડ જવાબ આપતા લખ્યું કે, "કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશાં રહેશે. કાશ્મીર એ પવિત્ર ભૂમિ છે જ્યાં મારા પૂર્વજોએ જન્મ લીધો. હું આશા રાખું છું કે શાહિદ આફ્રિદી ભાઈ પાકિસ્તાન આર્મીને આતંકવાદ અને પ્રોક્સી વૉર રોકવા માટે કહેશે. અમે શાંતિ ઇચ્છીએ છીએ. ખૂન-ખરાબો અને હિંસા નહીં."
  - ક્રિકેટર ગૌતમ ગંભીરે આફ્રિદીને જવાબ આપતા લખ્યું હતું કે, "મીડિયા તરફથી મને અમારા કાશ્મીર અને યુએન પર આફ્રિદીની ટ્વિટ પર જવાબ આપવા માટે ફોન આવ્યા. આમાં શું કહેવાનું છે? આફ્રિદી ફક્ત યુએન તરફ જોઇ રહ્યા છે, જેનો અર્થ તેમના જૂના શબ્દકોષમાં 'અંડર-19' છે, જે તેમની એજ બ્રેકેટ છે. મીડિયાએ રિલેક્સ રહેવું જોઇએ. આફ્રિદી નો બોલ પર વિકેટ લેવાનો જશ્ન મનાવી રહ્યા છે."
  પહેલા પણ આવ્યું હતું કાશ્મીર પર નિવેદન
  - ટી-20 વર્લ્જ કપ દરમિયાન ભારતના હાથે કોલકાતામાં હારથી ઘાંઘા થયેલા આફ્રિદીએ પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા હતા. ન્યુઝીલેન્ડની સાથે મેચ પહેલા આફ્રિદીએ રમીઝ રાજાના સવાલનો વિચિત્ર જવાબ આપ્યો હતો. કમેન્ટેટર રમીઝ રાજાએ તેને પૂછ્યું હતું કે શું તમે અહીંની ભીડ અને ફેન્સ પાસેથી પોતાને સપોર્ટની આશા રાખી રહ્યા છો? તેના પર આફ્રિદીએ કહ્યું હતું કે હા, બહુ બધા લોકો કાશ્મીરથી આવ્યા છે, અમને સપોર્ટ કરવા માટે.
  આગળની સ્લાઇડમાં વાંચો, આફ્રિદી કબીલાનું છે કાશ્મીર કનેક્શન
 • શાહિદ આફરિદીની કાશ્મીર મુદ્દે ટ્વિટથી વિવાદ | Controversy on tweet of Pak Player Shahid Afridi regarding Kashmir issue
  આફરિદીની વિવાદાસ્પદ ટ્વિટ
  આફરિદી કબીલાનું છે કાશ્મીર કનેક્શન
   
  - ભારત, પાકિસ્તાન અને કાશ્મીરથી શાહિદના કબીલા આફરિદીનું કનેક્શન આઝાદીના સમયથી છે. પાકિસ્તાને આ કબીલાનો ઉપયોગ 1947માં કાશ્મીરની રિયાસતને પાકિસ્તાનમાં સામેલ કરવા માટે કર્યો હતો. 
  - 1947માં કાશ્મીરની રિયાસત અને તેના રાજા હરિસિંહ વિરુદ્ધ આફરિદી કબીલાએ હથિયારો સાથે હુમલો કર્યો હતો અને ઘણી લૂંટફાટ મચાવી હતી. હિંસા અને લૂંટ કરનારા આ કબીલા વિરુદ્ધ રાજા હરિસિંહે ભારતની મદદ માંગી હતી. 
  - ત્યારબાદ મજબૂરીમાં ભારતને પાકિસ્તાન સમર્થક આ લોકો વિરુદ્ધ પોતાની સેના મોકલવી પડી. ઓક્ટોબર 1947છી શરૂ થયેલા આ સંઘર્ષનો ઉકેલ 1 જાન્યુઆરી, 1949માં બંને દેશો વચ્ચે થયેલા શાંતિ કરારથી આવ્યો. 
  - ત્યારબાદથી જ જમ્મુ-કાશ્મીરનો બે તૃતીયાંશ હિસ્સો ભારતમાં રહ્યો, જ્યારે એક તૃતીયાંશ હિસ્સા પર આજે પણ પાકિસ્તાનનો કબ્જો છે. 
  - આ લડાઇમાં 6 હજારથી વધુ પાકિસ્તાની સમર્થક આફરિદી કબીલાના લોકોના પણ જીવ ગયા હતા. કદાચ હારની એ ટીસ હજુપણ આફરિદી કબીલામાં બાકી છે, જે કારણથી શાહિદ આફરિદી પણ કાશ્મીર પર નિવેદન આપે છે. 
   
  આફરિદીનો ભાઈ હતો આતંકી 
   
  - શાહિદ આફરિદીનો કાકાનો દીકરો શાકિબ હરકત-ઉલ-અંસારનો આતંકી હતો. કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં ભારતીય સેના સાથે અથડામણમાં તેની મોત થઇ હતી. સપ્ટેમ્બર 2003માં બીએસએફના હાથે માર્યા ગયા પહેલા શાકિબ 2 વર્ષ સુધી કાશ્મીરમાં આતંક ફેલાયેલો રહ્યો હતો. શાકિબ પણ પેશાવરથી હતો.
  - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, યુવાનોને જોડવા માટે અને પોતાના આતંકી સંગઠનોને મજબૂત કરવા માટે શાકિબ આફરિદીના નામનો પણ ઉપયોગ કરતો હતો અને પોતાના સંબંધ વિશે સહુને જણાવતો હતો. જ્યારે શાકિબના મોત પર મીડિયાના સવાલ પર આફરિદીએ કહ્યું હતું કે તેમનો પરિવાર બહુ મોટો છે. કોણ કાકાનો દીકરો છે અને કોણ શું કરે છે મને જાણ નથી.  
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ