ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Controversial statement of Tripura CM on Beauty of Diana Hayden praised Aishwarya Rai

  ત્રિપુરાના CMએ કહ્યું- ડાયના હેડન નહીં, ઐશ્વર્યા રાય ઈન્ડિયન બ્યૂટી

  divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 01:14 PM IST

  વિપ્લવકુમાર દેવનું કહેવું છે કે, શું તમને લાગે છે કે ડાયના હેડને સાચે એ ખિતાબ જીતવો જોઇતો હતો?
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિપ્લવ કુમાર દેવે મહિલાઓની સુંદરતા અંગે નિવેદન આપ્યું છે. (ફાઇલ)

   અગરતલા: મહાભારત કાળમાં ઇન્ટરનેટ હોવાની વાત કરનારા ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેબે હવે બ્યુટી કોન્ટેસ્ટ્સ (સૌંદર્ય પ્રતિયોગિતા) પર સવાલો ઊભા કર્યા છે. તેમણે મહિલાઓની સુંદરતા અંગે નિવેદન આપ્યું છે. તેમણે ડાયના હેડનને મિસ વર્લ્ડનો ખિતાબ આપવા અંગે સવાલ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે ડાયના હેડનની જીત ફિક્સ હતી. તેમણે ઐશ્વર્યા રાયના વખાણ કરતા કહ્યું કે હકીકતમાં તો ઐશ્વર્યા ભારતીય મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રિપુરા સીએમનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પીએમ મોદીએ બીજેપી નેતાઓને ચેતવ્યા હતા અને કહ્યું હતું કે મીડિયાને તમારા બેજવાબદારીભર્યા નિવેદનોથી મસાલા સમાચારો ન આપો.

   કોસ્મેટિક માફિયાઓની નજર ભારત પર છે- વિપ્લવ દેવ

   - ત્રિપુરા સીએમએ કહ્યું, "કોસ્મેટિક માફિયાઓની નજર ભારત પર છે. સતત પાંચ વર્ષો સુધી આપણે મિસ વર્લ્ડ અથવા મિસ યુનિવર્સના ખિતાબ જીત્યા છે. જેણે પણ ઇન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટ્સમાં હિસ્સો લીધો, તે જીતીને આવ્યું છે. ડાયના હેડન પણ જીતી ગઇ. શું તમને લાગે છે કે તેમણે સાચે એ ખિતાબ જીતવો જોઇતો હતો? મને આ પ્રક્રિયા સમજાતી નથી."

   - વિપ્લવકુમારે આગળ કહ્યું, "આપણે મહિલાઓને દેવી લક્ષ્મી, સરસ્વતીના રૂપમાં જોઇએ છીએ. ઐશ્વર્યા મિસ વર્લ્ડ બની એ તો ઠીક છે. તે સાચા અર્થમાં ભારતીય મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ, હું ડાયના હેડનની સુંદરતા સમજી શકતો નથી."

   - તેમણે કહ્યું, "પાંચ વર્ષ પછી કેમ અન્ય સુંદરીઓ ભારતથી ન આવી? જ્યારે તેમણે આપણા દેશમાં માર્કેટ પર કબ્જો કરી લીધો તો આ જ કામ ક્યાંક બીજે કરી રહ્યા છે."

   'આજે દેશના દરેક ખૂણામાં એક બ્યુટી પાર્લર'

   વિપ્લવ દેવે આગળ કહ્યું, "જૂના સમયમાં ભારતીય મહિલાઓ કોસ્મેટિક્સનો ઉપયોગ નહોતી કરતી. ભારતીયો વાળ ધોવા માટે શેમ્પૂ નહીં, મેથીનો ઉપયોગ કરતા હતા અને નહાવા માટે માટીનો."

   - તેમણે સૌંદર્ય સ્પર્ધાઓના આયોજકોને ઇન્ટરનેશનલ માર્કેટિંગ માફિયા જણાવ્યા જેમણે દેશમાં મોટું માર્કેટ જોયું છે. તેમણે કહ્યું કે આજે દેશના દરેક ખૂણામાં એક બ્યુટી પાર્લર છે.

   ટ્વિટર પર થઇ ટીકાઓ

   - વિપ્લવકુમાર દેવના આ નિવેદન પછી લોકોએ ટ્વિટર પર તેમની ટીકા કરી છે. સોશિયલ એક્ટિવિસ્ટ કવિતા કૃષ્ણને ટ્વિટ કરીને આ નિવેદનને 'મૂર્ખતાપૂર્ણ, કામુક અને સાંપ્રદાયિક' ગણાવ્યું.

   - દિલ્હી મુખ્યમંત્રીના સલાહકાર નાગેન્દ્ર શર્માએ ટ્વિટ કર્યું કે આપણે હજુ પણ એપ્રિલમાં છીએ અને બની શકે છે કે આ 2018નું સૌથી હાસ્યાસ્પદ ઉદાહરણ બની શકે છે.
   - એક વરિષ્ઠ પત્રકારે કહ્યું કે એક કારણ માટે આપણે ત્રિપુરાના જનાદેશના વખાણ કરી શકીએ છીએ કે દેશને નવો મનોરંજન કરાવનાર મળી ગયો.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ સંબંધિત તસવીરો

  • ડાયના હેડન (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડાયના હેડન (ફાઇલ)

  • ઐશ્વર્યા રાય (ફાઇલ ફોટો)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઐશ્વર્યા રાય (ફાઇલ ફોટો)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Controversial statement of Tripura CM on Beauty of Diana Hayden praised Aishwarya Rai
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top