ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી| Controversial comment of Jignesh Mevani on PM Modi in Bangaluru

  મેવાણીએ કહ્યું, PM મોદીની સભામાં ખુરશીઓ ઉછાળો, નોંધાઈ FIR

  divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 12:16 PM IST

  જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર કરેલી કોમેન્ટથી વિવાદ છેડાઇ ગયો છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   બેંગલુરૂ: ગુજરાતમાં અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર કરેલી કોમેન્ટથી વિવાદ છેડાઇ ગયો છે. કર્ણાટકમાં થનારી પીએમ મોદીની રેલીમાં અવરોધ પેદા કરવાની સલાહ આપનાર જિગ્નેશ વિરુદ્ધ બીજેપીએ એફઆઇઆર નોંધાવી છે. તેના પર જિગ્નેશે કહ્યું કે રોજગારનો સવાલ પૂછવા પર એઆઇઆર થઇ રહી છે.

   જિગ્નેશે રોજગારના વચનના મુદ્દે પીએમ અને બીજેપીને ઘેર્યા

   - શુક્રવારે જિગ્નેશ કર્ણાટકના ચિત્રદુર્ગમાં હતા, જ્યાં તેમણે એક કાર્યક્રમને સંબોધવા દરમિયાન રોજગારના વચનના મુદ્દે બીજેપી અને પીએમ મોદીને ઘેર્યા.

   - આ દરમિયાન જ્યારે તેમને કર્ણાટક ચૂંટણીમાં યુવાનોની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબમાં પીએમ મોદી વિરુદ્ધ તીવ્ર કોમેન્ટ કરી નાખી.

   - જિગ્નેશે કહ્યું, "યુવાનોની ભૂમિકા એ હોઇ શકે કે 15 તારીખે બેંગલુરૂમાં પીએમ મોદીની જે રેલી થવાની છે, તેમની સભામાં ઘૂસી જઇએ અને ખુરશીઓ હવામાં ઉછાળે. તેમના કાર્યક્રમમાં અવરોધ ઊભો કરે અને તેમને પૂછે કે 2 કરોડ રોજગારનું શું થયું?"

   હિમાલય પર મોકલવાની સલાહ

   પીએમ મોદીની સભામાં ખુરસીઓ ઉછાળીને રોજગાર પૂછવા સુધી મેવાણીની સલાહ સીમિત ન રહી. તેમણે નવયુવાનોને એવુંપણ આહ્વાન કર્યું કે જો મોદી રોજગાર પર જવાબ ન આપે તો તેમને કહેજો કે હિમાલય જઇને આરામ કર.

   મેવાણી પર FIR

   - જિગ્નેશ મેવાણીના આ નિવેદનને બીજેપીએ ગંભીરતાથી લીધું છે. ત્યારબાદ પાર્ટીએ જિગ્નેશ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. કેસ નોંધાયા બાદ જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કર્યું અને રોજગારનો સવાલ કરવા પર એફઆઇઆર કરી હોવાનો આરોપ લગાવ્યો.

   - તેમણે લખ્યું, "અમારી અને પ્રકાશરાજની જનસભાને બંધ કરાવવા માટે કાળા ઝંડા અને ડંડા લઇને બીજેપીના જે ગુંડાઓ શિવમોગામાં આવી ગયા હતા, તેના પર કોઇ એફઆઇઆર નહીં. જેમણે ભારત બંધની આડમાં દલિતોની છાતીમાં ગોળીઓ મારી તેમના પર કોઇ કાર્યવાહી નહીં, પરંતુ અમે 2 કરોડ યુવાનો માટે રોજગાર માંગ્યો તો FIR?"

  • જિગ્નેશે કહ્યું, મોદી રોજગાર પર જવાબ ન આપે તો તેમને કહેજો કે હિમાલય જઇને આરામ કરે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જિગ્નેશે કહ્યું, મોદી રોજગાર પર જવાબ ન આપે તો તેમને કહેજો કે હિમાલય જઇને આરામ કરે. (ફાઇલ)

   બેંગલુરૂ: ગુજરાતમાં અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર કરેલી કોમેન્ટથી વિવાદ છેડાઇ ગયો છે. કર્ણાટકમાં થનારી પીએમ મોદીની રેલીમાં અવરોધ પેદા કરવાની સલાહ આપનાર જિગ્નેશ વિરુદ્ધ બીજેપીએ એફઆઇઆર નોંધાવી છે. તેના પર જિગ્નેશે કહ્યું કે રોજગારનો સવાલ પૂછવા પર એઆઇઆર થઇ રહી છે.

   જિગ્નેશે રોજગારના વચનના મુદ્દે પીએમ અને બીજેપીને ઘેર્યા

   - શુક્રવારે જિગ્નેશ કર્ણાટકના ચિત્રદુર્ગમાં હતા, જ્યાં તેમણે એક કાર્યક્રમને સંબોધવા દરમિયાન રોજગારના વચનના મુદ્દે બીજેપી અને પીએમ મોદીને ઘેર્યા.

   - આ દરમિયાન જ્યારે તેમને કર્ણાટક ચૂંટણીમાં યુવાનોની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબમાં પીએમ મોદી વિરુદ્ધ તીવ્ર કોમેન્ટ કરી નાખી.

   - જિગ્નેશે કહ્યું, "યુવાનોની ભૂમિકા એ હોઇ શકે કે 15 તારીખે બેંગલુરૂમાં પીએમ મોદીની જે રેલી થવાની છે, તેમની સભામાં ઘૂસી જઇએ અને ખુરશીઓ હવામાં ઉછાળે. તેમના કાર્યક્રમમાં અવરોધ ઊભો કરે અને તેમને પૂછે કે 2 કરોડ રોજગારનું શું થયું?"

   હિમાલય પર મોકલવાની સલાહ

   પીએમ મોદીની સભામાં ખુરસીઓ ઉછાળીને રોજગાર પૂછવા સુધી મેવાણીની સલાહ સીમિત ન રહી. તેમણે નવયુવાનોને એવુંપણ આહ્વાન કર્યું કે જો મોદી રોજગાર પર જવાબ ન આપે તો તેમને કહેજો કે હિમાલય જઇને આરામ કર.

   મેવાણી પર FIR

   - જિગ્નેશ મેવાણીના આ નિવેદનને બીજેપીએ ગંભીરતાથી લીધું છે. ત્યારબાદ પાર્ટીએ જિગ્નેશ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. કેસ નોંધાયા બાદ જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કર્યું અને રોજગારનો સવાલ કરવા પર એફઆઇઆર કરી હોવાનો આરોપ લગાવ્યો.

   - તેમણે લખ્યું, "અમારી અને પ્રકાશરાજની જનસભાને બંધ કરાવવા માટે કાળા ઝંડા અને ડંડા લઇને બીજેપીના જે ગુંડાઓ શિવમોગામાં આવી ગયા હતા, તેના પર કોઇ એફઆઇઆર નહીં. જેમણે ભારત બંધની આડમાં દલિતોની છાતીમાં ગોળીઓ મારી તેમના પર કોઇ કાર્યવાહી નહીં, પરંતુ અમે 2 કરોડ યુવાનો માટે રોજગાર માંગ્યો તો FIR?"

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી| Controversial comment of Jignesh Mevani on PM Modi in Bangaluru
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top